સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સૌતિક બિશ્વાસ/“અમે શીદને જીવતાં રહ્યાં?”: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
અંજાર શહેરમાં હજારોનો ભોગ લેનારા ભૂકંપને આગલે દિવસે એક લગ્ન હતાં. તે માટે બંધાયેલા ભભકાદાર માંડવાની નીચે આશરો લઈ રહેલાં ૨૦૦-૩૦૦ માનવીઓમાંની એક છે ત્રાણ વર્ષની રીચા. દાદીમાના પડખામાં ભરાઈને એ બેઠી છે, આંખો ઝીણી કરીને એ દૂર દૂર તાકી રહી છે, અને થોડી થોડી વારે વિલાપ કરતી રહે છે : ‘મારી બા ક્યાં છે? બા ક્યાં છે? મને મારી બા ગોતી દ્યોને!’

બે માળના નાના મકાનમાં એ કુટુંબના ફ્લૅટમાં તે દિવસે રીચા દાદીમાની પાસે રમતી હતી, ને ધરતી ધણધણી ઊઠેલી. કોણ જાણે કેમ દાદીને સૂઝ્યું અને બાળકીને ઝટ ઉપાડીને એક ખાટલા હેઠળ લપાઈ ગયાં, ભયથી કંપી ઊઠયાં. ત્યાંથી એમની નજર પડી રીચાની બા ઉપર — દોડતી એ ઓરડામાં આવતી હતી ત્યાં એની ઉપર ધોધમાર ભંગાર તૂટી પડયો. રીચાના બાપા બાજુના મકાનમાં પોતાની દુકાનમાં કામ કરતા હતા — અંજાર જેને માટે મશહૂર છે તે કાપડ-છપાઈનું. થોડા દિવસ પછી ભંગાર નીચેથી એમનો નિષ્પ્રાણ દેહ ખેંચી કાઢવામાં આવેલો...

26,604

edits