સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/પ્રજાનું મસ્તિષ્ક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પૂર્વઅનેપશ્ચિમનાંરાષ્ટ્રોમાંજેમુદ્દાનોભેદછેતેમસ્તિ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
પૂર્વઅનેપશ્ચિમનાંરાષ્ટ્રોમાંજેમુદ્દાનોભેદછેતેમસ્તિષ્કઘડતરનોછે. મસ્તિષ્કઘડતરથીજીવનપ્રત્યેનોઅભિગમઘડાયછે. ભારતમાંપ્રજાનુંમસ્તિષ્કધર્મપુરુષોદ્વારાઘડાયછે. કથા-પ્રવચન-સત્સંગવગેરેદ્વારાધર્મપુરુષોપ્રજામાનસનેઘડેછે. તેમનીસાથેરંગમંચ, ચલચિત્રો, ટી.વી. વગેરેપણપ્રજામસ્તિષ્કનેઘડેછે. આબધાંલગભગએકીસ્વરેપ્રજાનેશ્રદ્ધાળુબનાવવાપ્રયત્નકરેછે.
 
પ્રજાશ્રદ્ધાળુબનેતેપ્રજાજીવનનોમોટોસદ્ગુણકહેવાય. પણશ્રદ્ધાનોઅતિરેકથઈજાયત્યારેતેઅંધશ્રદ્ધાબનીજાય. ભારતમાંયથાયોગ્યશ્રદ્ધાનીજગ્યાએઅંધશ્રદ્ધાનીપ્રચુરતાજવધુપ્રમાણમાંથઈગઈછે. આવીશ્રદ્ધા, બુદ્ધિદ્રોહઉત્પન્નકરીનેપ્રજાનામસ્તિષ્કનેપરિસ્થિતિનુંસાચુંનિદર્શનકરાવીનથીશકતી. એથીપ્રજાપોતાનાપ્રશ્નોનુંસમાધાનતોનથીકરીશકતી, પણપ્રશ્નોમાંવધુનેવધુગૂંચવાયછે. માનોકેકોઈવર્ષેવરસાદનઆવ્યો, દુષ્કાળપડ્યો. હવેધર્મપુરુષોદ્વારાશ્રદ્ધાનાઅતિરેકથીભરેલુંમસ્તિષ્કહોમહવનકેયજ્ઞકરવાલાગીજશે, સ્ત્રીઓનગ્નથઈનેરાતેખેતરમાંહળચલાવશે—આવાબધાઉપાયોએબુદ્ધિદ્રોહીશ્રદ્ધામાંથીઉત્પન્નથતાહોયછે. આવાઉપાયોથીકાર્યસિદ્ધિનથીથતી. આવીજરીતેકોઈનેસર્પકરડ્યોકેઓરી-અછબડાનીકળ્યાહોયત્યારેપણભૂવા-જાગરિયા, દોરાધાગા-તાવીજ, બાધાબંધણીવગેરેઉપાયોકરવાલાગશે. પોતાનીદરિદ્રતાદૂરકરવા‘વૈભવલક્ષ્મી’નુંવ્રતકરશેકેજેસંપ્રદાયમાંજવાથીધનવાનથઈજવાનીલાલચપ્રચલિતકરાઈહશેતેનીકંઠીબાંધીલેશે. આવુંમાત્રઅભણમાણસોજનથીકરતાપણભણેલાપણકરેછે. કારણકેધાર્મિકરીતેઘડાયેલાંમસ્તિષ્કશિક્ષિત-અશિક્ષિતબંનેનાંસરખાંછે. જેકથાઓહજારોતથાલાખોમાણસોનેસંભળાવવામાંઆવેછે, તેમાંઆદિથીઅંતસુધીશાપઅનેઆશીર્વાદનીકથાઓછે.
પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોમાં જે મુદ્દાનો ભેદ છે તે મસ્તિષ્કઘડતરનો છે. મસ્તિષ્કઘડતરથી જીવન પ્રત્યેનો અભિગમ ઘડાય છે. ભારતમાં પ્રજાનું મસ્તિષ્ક ધર્મપુરુષો દ્વારા ઘડાય છે. કથા-પ્રવચન-સત્સંગ વગેરે દ્વારા ધર્મપુરુષો પ્રજામાનસને ઘડે છે. તેમની સાથે રંગમંચ, ચલચિત્રો, ટી.વી. વગેરે પણ પ્રજામસ્તિષ્કને ઘડે છે. આ બધાં લગભગ એકીસ્વરે પ્રજાને શ્રદ્ધાળુ બનાવવા પ્રયત્ન કરે છે.
યજ્ઞથીપુત્રોથયાકેઆશીર્વાદથીસંતાનથયુંઅનેશાપલાગવાથીનથયુંકેમરીગયું: આવીઅસંખ્યકથાઓપ્રજાસાંભળેછેઅનેતેનેપૂર્ણસત્યમાનીલેછે. પછીપોતાનાજીવનનાપ્રત્યેકલાભનેકોઈનોઆશીર્વાદસમજેછેતથાપ્રત્યેકનુકસાનનેકોઈનોશાપસમજેછે. ધાર્મિકપુરુષોપણસતતઆવીશાપ-આશીર્વાદનીકથાઓસંભળાવીનેપોતાનેમહાપુરુષબનાવીશકેછે. અનુયાયીવર્ગએવોશ્રદ્ધાનાઅતિરેકવાળોનિર્મિતકરાયછેકેપરીક્ષા, લગ્ન, સંતાન, વ્યાપાર, ચૂંટણીવિજયવગેરેપ્રત્યેકનાનીમોટીઘટનાઓપોતાનામાનેલાધર્મપુરુષનાઆશીર્વાદથીજથાયછેતેવુંદૃઢરીતેએમાનતોહોયછે. આવાલોકોનીસામેપડનારાબુદ્ધિજીવીઓ, ધર્મસુધારકોકેસાચાધર્મપુરુષોનોપ્રભાવઘણોઓછોરહેછે, કારણકેપ્રજાનેમુખ્યત: બુદ્ધિદ્રોહીબનાવાઈછે.
પ્રજા શ્રદ્ધાળુ બને તે પ્રજાજીવનનો મોટો સદ્ગુણ કહેવાય. પણ શ્રદ્ધાનો અતિરેક થઈ જાય ત્યારે તે અંધશ્રદ્ધા બની જાય. ભારતમાં યથાયોગ્ય શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધાની પ્રચુરતા જ વધુ પ્રમાણમાં થઈ ગઈ છે. આવી શ્રદ્ધા, બુદ્ધિદ્રોહ ઉત્પન્ન કરીને પ્રજાના મસ્તિષ્કને પરિસ્થિતિનું સાચું નિદર્શન કરાવી નથી શકતી. એથી પ્રજા પોતાના પ્રશ્નોનું સમાધાન તો નથી કરી શકતી, પણ પ્રશ્નોમાં વધુ ને વધુ ગૂંચવાય છે. માનો કે કોઈ વર્ષે વરસાદ ન આવ્યો, દુષ્કાળ પડ્યો. હવે ધર્મપુરુષો દ્વારા શ્રદ્ધાના અતિરેકથી ભરેલું મસ્તિષ્ક હોમહવન કે યજ્ઞ કરવા લાગી જશે, સ્ત્રીઓ નગ્ન થઈને રાતે ખેતરમાં હળ ચલાવશે—આવા બધા ઉપાયો એ બુદ્ધિદ્રોહી શ્રદ્ધામાંથી ઉત્પન્ન થતા હોય છે. આવા ઉપાયોથી કાર્યસિદ્ધિ નથી થતી. આવી જ રીતે કોઈને સર્પ કરડ્યો કે ઓરી-અછબડા નીકળ્યા હોય ત્યારે પણ ભૂવા-જાગરિયા, દોરાધાગા-તાવીજ, બાધાબંધણી વગેરે ઉપાયો કરવા લાગશે. પોતાની દરિદ્રતા દૂર કરવા ‘વૈભવ લક્ષ્મી’નું વ્રત કરશે કે જે સંપ્રદાયમાં જવાથી ધનવાન થઈ જવાની લાલચ પ્રચલિત કરાઈ હશે તેની કંઠી બાંધી લેશે. આવું માત્ર અભણ માણસો જ નથી કરતા પણ ભણેલા પણ કરે છે. કારણ કે ધાર્મિક રીતે ઘડાયેલાં મસ્તિષ્ક શિક્ષિત-અશિક્ષિત બંનેનાં સરખાં છે. જે કથાઓ હજારો તથા લાખો માણસોને સંભળાવવામાં આવે છે, તેમાં આદિથી અંત સુધી શાપ અને આશીર્વાદની કથાઓ છે.
રામદેવપીરનાચમત્કારોથીમાંડીનેયોગાનંદજીનીઆત્મકથાસુધીનીચમત્કારિકવાતોમાંજેટલોરસપ્રજાનેઆવેછેતેટલોરસસ્વામીદયાનંદ, મહાત્માગાંધીજીકેકૃષ્ણમૂર્તિવગેરેનીચમત્કારવિનાનીસરળસહજવાતોમાંનથીઆવતો. રવીન્દ્રનાથ, રામનકેરામાનુજનથીઘડાયેલાસમાજકરતાંયાજ્ઞિકો, હવનિકો, ભજનિકો, કથાકારો, ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓવગેરેથીઘડાયેલોસમાજઘણોવિશાળછે. પ્રજાભોળપણથીપોતાનોજઅનર્થકરનારીઆવીક્રિયાઓનોહાથોબનીગઈછે.
યજ્ઞથી પુત્રો થયા કે આશીર્વાદથી સંતાન થયું અને શાપ લાગવાથી ન થયું કે મરી ગયું: આવી અસંખ્ય કથાઓ પ્રજા સાંભળે છે અને તેને પૂર્ણ સત્ય માની લે છે. પછી પોતાના જીવનના પ્રત્યેક લાભને કોઈનો આશીર્વાદ સમજે છે તથા પ્રત્યેક નુકસાનને કોઈનો શાપ સમજે છે. ધાર્મિક પુરુષો પણ સતત આવી શાપ-આશીર્વાદની કથાઓ સંભળાવીને પોતાને મહાપુરુષ બનાવી શકે છે. અનુયાયીવર્ગ એવો શ્રદ્ધાના અતિરેકવાળો નિર્મિત કરાય છે કે પરીક્ષા, લગ્ન, સંતાન, વ્યાપાર, ચૂંટણીવિજય વગેરે પ્રત્યેક નાનીમોટી ઘટનાઓ પોતાના માનેલા ધર્મપુરુષના આશીર્વાદથી જ થાય છે તેવું દૃઢ રીતે એ માનતો હોય છે. આવા લોકોની સામે પડનારા બુદ્ધિજીવીઓ, ધર્મસુધારકો કે સાચા ધર્મપુરુષોનો પ્રભાવ ઘણો ઓછો રહે છે, કારણ કે પ્રજાને મુખ્યત: બુદ્ધિદ્રોહી બનાવાઈ છે.
પશ્ચિમનુંમસ્તિષ્કપણસદીઓસુધીધર્મપુરુષોદ્વારાઘડાયેલુંહતું, ત્યાંપણઅંધશ્રદ્ધાનુંપ્રમાણમોટાપ્રમાણમાંહતુંજ. તેથીતેપ્રજાભારતનીપ્રજાકરતાંવધુગરીબતથાદુ:ખીહતી, પણધર્મપુરુષોમાંથીજકેટલાકસત્યશૂર, સત્યશોધકપુરુષોપેદાથયા, જેમાંનાકેટલાકનેધર્મદ્રોહનાઅપરાધસરરિબાવીરિબાવીનેમારીનાખવામાંઆવ્યા. તોપણનવાનેનવામુક્તચિંતકોઉત્પન્નથતાગયાઅનેપ્રજાનાબુદ્ધિસહમસ્તિષ્કનેઘડતાગયા. ક્રમેક્રમેપ્રજાકાલ્પનિકતામાંથીવાસ્તવિકતાતરફગતિકરવાલાગી. હવેઆપશ્ચિમનામસ્તિષ્કનાઘડવૈયાવૈજ્ઞાનિકોછે, થોડાઅંશમાંરાજકારણીઓછે. પ્રજાનાઘડતરમાંહવેધર્મપુરુષોનોપ્રભાવઘણોઓછોથઈગયોછે.
રામદેવ પીરના ચમત્કારોથી માંડીને યોગાનંદજીની આત્મકથા સુધીની ચમત્કારિક વાતોમાં જેટલો રસ પ્રજાને આવે છે તેટલો રસ સ્વામી દયાનંદ, મહાત્મા ગાંધીજી કે કૃષ્ણમૂર્તિ વગેરેની ચમત્કાર વિનાની સરળ સહજ વાતોમાં નથી આવતો. રવીન્દ્રનાથ, રામન કે રામાનુજનથી ઘડાયેલા સમાજ કરતાં યાજ્ઞિકો, હવનિકો, ભજનિકો, કથાકારો, ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરેથી ઘડાયેલો સમાજ ઘણો વિશાળ છે. પ્રજા ભોળપણથી પોતાનો જ અનર્થ કરનારી આવી ક્રિયાઓનો હાથો બની ગઈ છે.
આનોઅર્થએવોનથીકેત્યાંઅતિશ્રદ્ધાકેઅંધશ્રદ્ધાછેજનહિ. ત્યાંપણઆતત્ત્વોછેજ, પણતેનુંપ્રમાણઘણુંઓછું. ઘટનાનેબુદ્ધિથીસમજવાતથાપ્રશ્નોનેપણબુદ્ધિથીહલકરવાપ્રજાપ્રયત્નકરેછે. માનોકેત્યાંવરસાદનથયોઅનેદુષ્કાળપડ્યો, તોત્યાંનાલોકોહોમહવનકેયજ્ઞકરવાનહિબેસીજાયપણવાદળોકેમનબંધાયાં? કેમનઆવ્યાં? આવ્યાંતોકેમનવરસ્યાં? આવુંકેમથતુંહોયછેતેનીતપાસકરવાલાગીજશેઅનેસાચાંકારણોશોધીને, દુષ્કાળમાંથીપારઊતરવાનાઉપાયોકરવાલાગીજશે. જેમકેનદીઓઉપરબંધબાંધવા, નહેરોકાઢવી, પાતાળકૂવાકરવા, ખાતરનાંકારખાનાંકરવાં, સુધારેલાંબીજઉત્પન્નકરીમબલકપાકઉતારવો, રોગોનેનાથવાદવાઓશોધવી, નવાંયંત્રોતથાનવીપ્રક્રિયાશોધવીવગેરેવાસ્તવિકઉપાયોદ્વારાદુષ્કાળનોપ્રશ્નહલકરીલેશે. બીજીતરફ, હજારોવર્ષોથીઋષિમુનિઓનાંનામવટાવીનેઆપણેત્યાંકરવામાંઆવેલાહજારો-લાખોયજ્ઞોથીપ્રજાજીવનનોએકપણપ્રશ્નહલથયોદેખાતોનથી.
પશ્ચિમનું મસ્તિષ્ક પણ સદીઓ સુધી ધર્મપુરુષો દ્વારા ઘડાયેલું હતું, ત્યાં પણ અંધશ્રદ્ધાનું પ્રમાણ મોટા પ્રમાણમાં હતું જ. તેથી તે પ્રજા ભારતની પ્રજા કરતાં વધુ ગરીબ તથા દુ:ખી હતી, પણ ધર્મપુરુષોમાંથી જ કેટલાક સત્યશૂર, સત્યશોધક પુરુષો પેદા થયા, જેમાંના કેટલાકને ધર્મદ્રોહના અપરાધસર રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. તોપણ નવા ને નવા મુક્ત ચિંતકો ઉત્પન્ન થતા ગયા અને પ્રજાના બુદ્ધિસહ મસ્તિષ્કને ઘડતા ગયા. ક્રમે ક્રમે પ્રજા કાલ્પનિકતામાંથી વાસ્તવિકતા તરફ ગતિ કરવા લાગી. હવે આ પશ્ચિમના મસ્તિષ્કના ઘડવૈયા વૈજ્ઞાનિકો છે, થોડા અંશમાં રાજકારણીઓ છે. પ્રજાના ઘડતરમાં હવે ધર્મપુરુષોનો પ્રભાવ ઘણો ઓછો થઈ ગયો છે.
હવેઆપણીસામેગંભીરપ્રશ્નછેકેભારતીયપ્રજાનુંમસ્તિષ્કકોણઘડે: ચમત્કારનીકથાકરનારાકથાકારો, તાંત્રિકો, જ્યોતિષીઓ, ભૂવાઓવગેરેઅથવાવૈજ્ઞાનિકો, નિ:સ્પૃહઅનેઆર્ષધર્મગુરુઓ, ધર્મઅનેસમાજનાઅંધકારનેઉલેચનારાસુધારકો, ચિંતકો, વાસ્તવદ્રષ્ટાઓવગેરે?
આનો અર્થ એવો નથી કે ત્યાં અતિશ્રદ્ધા કે અંધશ્રદ્ધા છે જ નહિ. ત્યાં પણ આ તત્ત્વો છે જ, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું. ઘટનાને બુદ્ધિથી સમજવા તથા પ્રશ્નોને પણ બુદ્ધિથી હલ કરવા પ્રજા પ્રયત્ન કરે છે. માનો કે ત્યાં વરસાદ ન થયો અને દુષ્કાળ પડ્યો, તો ત્યાંના લોકો હોમહવન કે યજ્ઞ કરવા નહિ બેસી જાય પણ વાદળો કેમ ન બંધાયાં? કેમ ન આવ્યાં? આવ્યાં તો કેમ ન વરસ્યાં? આવું કેમ થતું હોય છે તેની તપાસ કરવા લાગી જશે અને સાચાં કારણો શોધીને, દુષ્કાળમાંથી પાર ઊતરવાના ઉપાયો કરવા લાગી જશે. જેમ કે નદીઓ ઉપર બંધ બાંધવા, નહેરો કાઢવી, પાતાળકૂવા કરવા, ખાતરનાં કારખાનાં કરવાં, સુધારેલાં બીજ ઉત્પન્ન કરી મબલક પાક ઉતારવો, રોગોને નાથવા દવાઓ શોધવી, નવાં યંત્રો તથા નવી પ્રક્રિયા શોધવી વગેરે વાસ્તવિક ઉપાયો દ્વારા દુષ્કાળનો પ્રશ્ન હલ કરી લેશે. બીજી તરફ, હજારો વર્ષોથી ઋષિમુનિઓનાં નામ વટાવીને આપણે ત્યાં કરવામાં આવેલા હજારો-લાખો યજ્ઞોથી પ્રજાજીવનનો એક પણ પ્રશ્ન હલ થયો દેખાતો નથી.
પ્રજાનામસ્તિષ્કનેસદીઓથીગુમરાહકરીનેદુ:ખીકરીનાખનારાપશુચરવૈયાઓકદીપણપોતપોતાનાખીલેથીપ્રજાનેછૂટવાદેશેનહિ. સદીઓજૂનોઆખીલોએજએમનુંસર્વસ્વછે. પ્રજાહંમેશાંઆખીલેબંધાયેલીરહેએજએમનીમહત્ત્વાકાંક્ષાછે. પ્રજાનેબાંધીરાખવાનીતેમનીશક્તિપ્રબળછે.
હવે આપણી સામે ગંભીર પ્રશ્ન છે કે ભારતીય પ્રજાનું મસ્તિષ્ક કોણ ઘડે: ચમત્કારની કથા કરનારા કથાકારો, તાંત્રિકો, જ્યોતિષીઓ, ભૂવાઓ વગેરે અથવા વૈજ્ઞાનિકો, નિ:સ્પૃહ અને આર્ષ ધર્મગુરુઓ, ધર્મ અને સમાજના અંધકારને ઉલેચનારા સુધારકો, ચિંતકો, વાસ્તવદ્રષ્ટાઓ વગેરે?
માતાનાંચરણનેવંદનકરનારસુપુત્રનુંકર્તવ્યથઈજાયછેકેજોપોતાનીમાતારોમેરોમબીમારથઈગઈહોયતો, યોગ્યડોક્ટરનેબોલાવીસાચુંનિદાનકરાવેતથાસાચીદવાકરાવે, કડવીગોળીઓઆપેતથાજરૂરપડેતોઓપરેશનપણકરાવે. આસાચીસમજણભરીમાતૃભકિતછે.
પ્રજાના મસ્તિષ્કને સદીઓથી ગુમરાહ કરીને દુ:ખી કરી નાખનારા પશુચરવૈયાઓ કદી પણ પોતપોતાના ખીલેથી પ્રજાને છૂટવા દેશે નહિ. સદીઓ જૂનો આ ખીલો એ જ એમનું સર્વસ્વ છે. પ્રજા હંમેશાં આ ખીલે બંધાયેલી રહે એ જ એમની મહત્ત્વાકાંક્ષા છે. પ્રજાને બાંધી રાખવાની તેમની શક્તિ પ્રબળ છે.
{{Right|[‘પરિવર્તનનેપંથે’ પુસ્તક: ૧૯૯૦]}}
માતાનાં ચરણને વંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે જો પોતાની માતા રોમેરોમ બીમાર થઈ ગઈ હોય તો, યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે, કડવી ગોળીઓ આપે તથા જરૂર પડે તો ઓપરેશન પણ કરાવે. આ સાચી સમજણભરી માતૃભકિત છે.
[‘પરિવર્તનને પંથે’ પુસ્તક: ૧૯૯૦]
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 09:22, 30 September 2022


પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોમાં જે મુદ્દાનો ભેદ છે તે મસ્તિષ્કઘડતરનો છે. મસ્તિષ્કઘડતરથી જીવન પ્રત્યેનો અભિગમ ઘડાય છે. ભારતમાં પ્રજાનું મસ્તિષ્ક ધર્મપુરુષો દ્વારા ઘડાય છે. કથા-પ્રવચન-સત્સંગ વગેરે દ્વારા ધર્મપુરુષો પ્રજામાનસને ઘડે છે. તેમની સાથે રંગમંચ, ચલચિત્રો, ટી.વી. વગેરે પણ પ્રજામસ્તિષ્કને ઘડે છે. આ બધાં લગભગ એકીસ્વરે પ્રજાને શ્રદ્ધાળુ બનાવવા પ્રયત્ન કરે છે. પ્રજા શ્રદ્ધાળુ બને તે પ્રજાજીવનનો મોટો સદ્ગુણ કહેવાય. પણ શ્રદ્ધાનો અતિરેક થઈ જાય ત્યારે તે અંધશ્રદ્ધા બની જાય. ભારતમાં યથાયોગ્ય શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધાની પ્રચુરતા જ વધુ પ્રમાણમાં થઈ ગઈ છે. આવી શ્રદ્ધા, બુદ્ધિદ્રોહ ઉત્પન્ન કરીને પ્રજાના મસ્તિષ્કને પરિસ્થિતિનું સાચું નિદર્શન કરાવી નથી શકતી. એથી પ્રજા પોતાના પ્રશ્નોનું સમાધાન તો નથી કરી શકતી, પણ પ્રશ્નોમાં વધુ ને વધુ ગૂંચવાય છે. માનો કે કોઈ વર્ષે વરસાદ ન આવ્યો, દુષ્કાળ પડ્યો. હવે ધર્મપુરુષો દ્વારા શ્રદ્ધાના અતિરેકથી ભરેલું મસ્તિષ્ક હોમહવન કે યજ્ઞ કરવા લાગી જશે, સ્ત્રીઓ નગ્ન થઈને રાતે ખેતરમાં હળ ચલાવશે—આવા બધા ઉપાયો એ બુદ્ધિદ્રોહી શ્રદ્ધામાંથી ઉત્પન્ન થતા હોય છે. આવા ઉપાયોથી કાર્યસિદ્ધિ નથી થતી. આવી જ રીતે કોઈને સર્પ કરડ્યો કે ઓરી-અછબડા નીકળ્યા હોય ત્યારે પણ ભૂવા-જાગરિયા, દોરાધાગા-તાવીજ, બાધાબંધણી વગેરે ઉપાયો કરવા લાગશે. પોતાની દરિદ્રતા દૂર કરવા ‘વૈભવ લક્ષ્મી’નું વ્રત કરશે કે જે સંપ્રદાયમાં જવાથી ધનવાન થઈ જવાની લાલચ પ્રચલિત કરાઈ હશે તેની કંઠી બાંધી લેશે. આવું માત્ર અભણ માણસો જ નથી કરતા પણ ભણેલા પણ કરે છે. કારણ કે ધાર્મિક રીતે ઘડાયેલાં મસ્તિષ્ક શિક્ષિત-અશિક્ષિત બંનેનાં સરખાં છે. જે કથાઓ હજારો તથા લાખો માણસોને સંભળાવવામાં આવે છે, તેમાં આદિથી અંત સુધી શાપ અને આશીર્વાદની કથાઓ છે. યજ્ઞથી પુત્રો થયા કે આશીર્વાદથી સંતાન થયું અને શાપ લાગવાથી ન થયું કે મરી ગયું: આવી અસંખ્ય કથાઓ પ્રજા સાંભળે છે અને તેને પૂર્ણ સત્ય માની લે છે. પછી પોતાના જીવનના પ્રત્યેક લાભને કોઈનો આશીર્વાદ સમજે છે તથા પ્રત્યેક નુકસાનને કોઈનો શાપ સમજે છે. ધાર્મિક પુરુષો પણ સતત આવી શાપ-આશીર્વાદની કથાઓ સંભળાવીને પોતાને મહાપુરુષ બનાવી શકે છે. અનુયાયીવર્ગ એવો શ્રદ્ધાના અતિરેકવાળો નિર્મિત કરાય છે કે પરીક્ષા, લગ્ન, સંતાન, વ્યાપાર, ચૂંટણીવિજય વગેરે પ્રત્યેક નાનીમોટી ઘટનાઓ પોતાના માનેલા ધર્મપુરુષના આશીર્વાદથી જ થાય છે તેવું દૃઢ રીતે એ માનતો હોય છે. આવા લોકોની સામે પડનારા બુદ્ધિજીવીઓ, ધર્મસુધારકો કે સાચા ધર્મપુરુષોનો પ્રભાવ ઘણો ઓછો રહે છે, કારણ કે પ્રજાને મુખ્યત: બુદ્ધિદ્રોહી બનાવાઈ છે. રામદેવ પીરના ચમત્કારોથી માંડીને યોગાનંદજીની આત્મકથા સુધીની ચમત્કારિક વાતોમાં જેટલો રસ પ્રજાને આવે છે તેટલો રસ સ્વામી દયાનંદ, મહાત્મા ગાંધીજી કે કૃષ્ણમૂર્તિ વગેરેની ચમત્કાર વિનાની સરળ સહજ વાતોમાં નથી આવતો. રવીન્દ્રનાથ, રામન કે રામાનુજનથી ઘડાયેલા સમાજ કરતાં યાજ્ઞિકો, હવનિકો, ભજનિકો, કથાકારો, ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરેથી ઘડાયેલો સમાજ ઘણો વિશાળ છે. પ્રજા ભોળપણથી પોતાનો જ અનર્થ કરનારી આવી ક્રિયાઓનો હાથો બની ગઈ છે. પશ્ચિમનું મસ્તિષ્ક પણ સદીઓ સુધી ધર્મપુરુષો દ્વારા ઘડાયેલું હતું, ત્યાં પણ અંધશ્રદ્ધાનું પ્રમાણ મોટા પ્રમાણમાં હતું જ. તેથી તે પ્રજા ભારતની પ્રજા કરતાં વધુ ગરીબ તથા દુ:ખી હતી, પણ ધર્મપુરુષોમાંથી જ કેટલાક સત્યશૂર, સત્યશોધક પુરુષો પેદા થયા, જેમાંના કેટલાકને ધર્મદ્રોહના અપરાધસર રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. તોપણ નવા ને નવા મુક્ત ચિંતકો ઉત્પન્ન થતા ગયા અને પ્રજાના બુદ્ધિસહ મસ્તિષ્કને ઘડતા ગયા. ક્રમે ક્રમે પ્રજા કાલ્પનિકતામાંથી વાસ્તવિકતા તરફ ગતિ કરવા લાગી. હવે આ પશ્ચિમના મસ્તિષ્કના ઘડવૈયા વૈજ્ઞાનિકો છે, થોડા અંશમાં રાજકારણીઓ છે. પ્રજાના ઘડતરમાં હવે ધર્મપુરુષોનો પ્રભાવ ઘણો ઓછો થઈ ગયો છે. આનો અર્થ એવો નથી કે ત્યાં અતિશ્રદ્ધા કે અંધશ્રદ્ધા છે જ નહિ. ત્યાં પણ આ તત્ત્વો છે જ, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું. ઘટનાને બુદ્ધિથી સમજવા તથા પ્રશ્નોને પણ બુદ્ધિથી હલ કરવા પ્રજા પ્રયત્ન કરે છે. માનો કે ત્યાં વરસાદ ન થયો અને દુષ્કાળ પડ્યો, તો ત્યાંના લોકો હોમહવન કે યજ્ઞ કરવા નહિ બેસી જાય પણ વાદળો કેમ ન બંધાયાં? કેમ ન આવ્યાં? આવ્યાં તો કેમ ન વરસ્યાં? આવું કેમ થતું હોય છે તેની તપાસ કરવા લાગી જશે અને સાચાં કારણો શોધીને, દુષ્કાળમાંથી પાર ઊતરવાના ઉપાયો કરવા લાગી જશે. જેમ કે નદીઓ ઉપર બંધ બાંધવા, નહેરો કાઢવી, પાતાળકૂવા કરવા, ખાતરનાં કારખાનાં કરવાં, સુધારેલાં બીજ ઉત્પન્ન કરી મબલક પાક ઉતારવો, રોગોને નાથવા દવાઓ શોધવી, નવાં યંત્રો તથા નવી પ્રક્રિયા શોધવી વગેરે વાસ્તવિક ઉપાયો દ્વારા દુષ્કાળનો પ્રશ્ન હલ કરી લેશે. બીજી તરફ, હજારો વર્ષોથી ઋષિમુનિઓનાં નામ વટાવીને આપણે ત્યાં કરવામાં આવેલા હજારો-લાખો યજ્ઞોથી પ્રજાજીવનનો એક પણ પ્રશ્ન હલ થયો દેખાતો નથી. હવે આપણી સામે ગંભીર પ્રશ્ન છે કે ભારતીય પ્રજાનું મસ્તિષ્ક કોણ ઘડે: ચમત્કારની કથા કરનારા કથાકારો, તાંત્રિકો, જ્યોતિષીઓ, ભૂવાઓ વગેરે અથવા વૈજ્ઞાનિકો, નિ:સ્પૃહ અને આર્ષ ધર્મગુરુઓ, ધર્મ અને સમાજના અંધકારને ઉલેચનારા સુધારકો, ચિંતકો, વાસ્તવદ્રષ્ટાઓ વગેરે? પ્રજાના મસ્તિષ્કને સદીઓથી ગુમરાહ કરીને દુ:ખી કરી નાખનારા પશુચરવૈયાઓ કદી પણ પોતપોતાના ખીલેથી પ્રજાને છૂટવા દેશે નહિ. સદીઓ જૂનો આ ખીલો એ જ એમનું સર્વસ્વ છે. પ્રજા હંમેશાં આ ખીલે બંધાયેલી રહે એ જ એમની મહત્ત્વાકાંક્ષા છે. પ્રજાને બાંધી રાખવાની તેમની શક્તિ પ્રબળ છે. માતાનાં ચરણને વંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે જો પોતાની માતા રોમેરોમ બીમાર થઈ ગઈ હોય તો, યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે, કડવી ગોળીઓ આપે તથા જરૂર પડે તો ઓપરેશન પણ કરાવે. આ સાચી સમજણભરી માતૃભકિત છે. [‘પરિવર્તનને પંથે’ પુસ્તક: ૧૯૯૦]