સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હંસાબહેન મો. પટેલ/ન ખપે!


એક અમેરિકન પેઢીએ જાપાનમાં પોતાની કામગીરી શરૂ કરી. તેની ઑફિસમાં કામ કરવા ત્યાંના જ લોકોને લીધા. અમેરિકામાં અઠવાડિયે પાંચ દિવસ કામ કરવાનું હોય છે, તે મુજબ જાપાનમાં પણ એ પેઢીએ સોમથી શુક્ર કામ અને શનિ-રવિ રજાની પદ્ધતિ દાખલ કરી. પણ ત્યાં રાખેલા જાપાની કર્મચારીઓએ તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, અમારે બે રજા નથી જોઈતી. વધારે રજા ભોગવવાથી અમે આળસુ બનીએ, પછી અમને મહેનત કરવાનો કંટાળો આવે. વળી રજા પડે એટલે અમે મોજમજા વધુ કરીએ, પૈસા પણ વધારે ખરચીએ. તો જે રજા અમારી શરીરસંપત્તિ ઓછી કરે અને અમારો આર્થિક બોજો વધારે, તે અમને ન ખપે!