સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મુસાફિર’ પાલનપુરી/ફૂંક નમણી

Revision as of 11:36, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


…વહે મખમલી કંઠથી ફૂંક નમણી,
નસેનસમાં વ્યાપી રહે ઝણઝણાટી,
અલૌકિક સૂરો ઝળહળે સૂર્ય થઈને,
પરમ તેજ પ્રગટે સઘન પોહ ફાટી…
મયૂરો તણી મુગ્ધ ગહેકાર એમાં,
કદી બુલબુલોની મધુર કિલકિલાટી;
બધું લાક્ષણિક-મસ્ત બાંકી અદાઓ,
આ ટોપી, આ મુસકાન, આ તરવરાટી!…
[‘અહીં જ ક્યાંક આપ છો’ પુસ્તક]