સિગ્નેચર પોયમ્સ/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big>'''પુસ્તક પરિચય'''</big></center> {{Poem2Open}} આ નાનકડી કાવ્યપોથીમાં આપણા ગુજરાતી કવિઓની જાણીતી અને લોકપ્રિય બનેલી તથા જે-તે કવિની ઓળખમુદ્રા બની રહેલી કાવ્યરચનાઓ સમાવી છે. આ રચનાઓ બહુધા જૂ...")
 
No edit summary
Line 11: Line 11:


આ કાવ્યપોથીના સંપાદકો :
આ કાવ્યપોથીના સંપાદકો :
૧.  મણિલાલ હ. પટેલ નિવૃત્ત અધ્યાપક છે અને ગુજરાતીના જાણીતા સર્જક-વિવેચક છે.
૧.  '''મણિલાલ હ. પટેલ''' નિવૃત્ત અધ્યાપક છે અને ગુજરાતીના જાણીતા સર્જક-વિવેચક છે.
૨.  ગિરીશ ડી. ચૌધરી ગુજરાતીના વ્યાખ્યાતા છે. તેઓએ ગુજરાતી ટૂંકી વાર્તા વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી છે. એમને આદિવાસી સાહિત્યમાં રસ છે ને એમણે એ દિશામાં સંશોધન-સંપાદન-લેખન કરેલું છે. હાલ તેઓ પેટલાદની શ્રી આર. કે. પરીખ આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવારત છે.
૨.  '''ગિરીશ ડી. ચૌધરી''' ગુજરાતીના વ્યાખ્યાતા છે. તેઓએ ગુજરાતી ટૂંકી વાર્તા વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી છે. એમને આદિવાસી સાહિત્યમાં રસ છે ને એમણે એ દિશામાં સંશોધન-સંપાદન-લેખન કરેલું છે. હાલ તેઓ પેટલાદની શ્રી આર. કે. પરીખ આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવારત છે.
{{Poem2Close}}
{{Poem2Close}}



Revision as of 15:34, 17 April 2024


પુસ્તક પરિચય

આ નાનકડી કાવ્યપોથીમાં આપણા ગુજરાતી કવિઓની જાણીતી અને લોકપ્રિય બનેલી તથા જે-તે કવિની ઓળખમુદ્રા બની રહેલી કાવ્યરચનાઓ સમાવી છે. આ રચનાઓ બહુધા જૂની પેઢીના વાચકો-ભાવકોને ભણવામાં કે વાંચવામાં-સાંભળવામાં આવી હોવાથી જરૂર યાદ હશે. એમની આ યાદને તાજી કરવા અને એમના રસિક જીવને રાજી કરવા આ રચનાઓ અહીં રજૂ કરી છે. નવી પેઢીના યુવા વાચકોને તથા રસિક ભાવકોને આ કાવ્યરચનાઓ વાંચવી-ગાવી અને વારેવારે મમળાવવી ગમશે. ખાસ તો આ નવા વાચકો આપણી મહત્ત્વની અને લોકપ્રિય કાવ્યપરંપરાને જાણે એ આશયે અમે આ સાહસ કર્યું છે. નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના કેટલાક કવિઓની ખૂબ જાણીતી રચનાઓ અહીં મૂકી છે. ભવિષ્યમાં આ કાવ્યપોથી છપાયેલા પુસ્તક રૂપે સંપડાવવાનો વિચાર છે, પણ એ તો થાય ત્યારે ખરું. હાલ તો આ કાવ્યરચનાઓ આપની રાહ જુએ છે.

*

આ કાવ્યપોથીના સંપાદકો : ૧. મણિલાલ હ. પટેલ નિવૃત્ત અધ્યાપક છે અને ગુજરાતીના જાણીતા સર્જક-વિવેચક છે. ૨. ગિરીશ ડી. ચૌધરી ગુજરાતીના વ્યાખ્યાતા છે. તેઓએ ગુજરાતી ટૂંકી વાર્તા વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી છે. એમને આદિવાસી સાહિત્યમાં રસ છે ને એમણે એ દિશામાં સંશોધન-સંપાદન-લેખન કરેલું છે. હાલ તેઓ પેટલાદની શ્રી આર. કે. પરીખ આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવારત છે.