સિગ્નેચર પોયમ્સ/પ્રાર્થના – સ્નેહરશ્મિ

From Ekatra Wiki
Revision as of 02:43, 19 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''પ્રાર્થના'''</big></big> '''સ્નેહરશ્મિ''' {{Block center| {{Gap|2em}}મારી નાવ કરે કો પાર? કાળાં ભમ્મર જેવાં પાણી, {{Gap|3em}}જુગ જુગ સંચિત રે! અંધાર; સૂર્યચન્દ્ર નહિ, નહિ નભજ્યોતિ, {{Gap|3em}}રાત દિવસ નહિ સાંજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રાર્થના

સ્નેહરશ્મિ


મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્યચન્દ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાત દિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર,
ખાતી આશા મોતપછાડ!
મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મેાતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?