સોરઠિયા દુહા/109


109

કોઈ કટારી કર મરે, કોઈ મરે બિખ ખાય;
પ્રીતિ એસી કીજિયેં, (જેનો) હાય કરે જીવ જાય.

એવા પ્રેમી તો ઘણા હોય છે કે જેમાંના એકનું મૃત્યુ થાય તો બીજું માનવી તેની પાછળ કટારી ખાઈને કે ઝેર પીને પ્રાણ કાઢી દે. પણ પ્રીત કરવી તો એવી કરવી કે, એકના મોતના સમાચાર સાંભળતાં જ બીજા માનવીને એવો આઘાત લાગે કે ‘હાય!’ કરતાં એના પ્રાણ એ પળે જ ઊડી જાય.