સોરઠિયા દુહા/14

From Ekatra Wiki
Revision as of 09:47, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|14 |}} <poem> જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ; ફટ અલૂણા સાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


14

જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ;
ફટ અલૂણા સાયબા, આપું તોં કીં અંગ.

સ્ત્રી કહે છે કે, જે પુરુષે કસુંબો ચાખ્યો નથી, જેણે ઘોડેસ્વારી કરી જાણી નથી તેવા અલૂણા — મીઠા વગરના માણસને મારા દેહનો સ્વામી હું કઈ રીતે બનાવી શકું?