સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(12 intermediate revisions by the same user not shown)
Line 421: Line 421:
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>


{{Poem2Open}}
 
આમાંનાં કોઈ બહારવટાં બાર-બાર વરસ સુધી ટક્યાં, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂળતા પૂરી પાડનાર એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે : ગીરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાળ તેમ જ વિકટ છે કે ‘ગીર તો માનું પેટ છે’ એવી કહેતી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વંકા છે. પાંચાળમાં ઠાંગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઊંડી ઊંડી ભાદર, ઓઝત જેવી નદીઓનાં કોતરો પણ બહારવટિયાના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ પર ધોળે દિવસે ડરાવે તેવી કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડા-ઝર, વેજલકોઠો, ભાણગાળો, સાણો ડુંગર, પોલોપાણો, બોરિયો ગાળો વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઊતરી ગયાં છે. જુઓ :
આમાંનાં કોઈ બહારવટાં બાર-બાર વરસ સુધી ટક્યાં, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂળતા પૂરી પાડનાર એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે : ગીરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાળ તેમ જ વિકટ છે કે ‘ગીર તો માનું પેટ છે’ એવી કહેતી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વંકા છે. પાંચાળમાં ઠાંગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઊંડી ઊંડી ભાદર, ઓઝત જેવી નદીઓનાં કોતરો પણ બહારવટિયાના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ પર ધોળે દિવસે ડરાવે તેવી કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડા-ઝર, વેજલકોઠો, ભાણગાળો, સાણો ડુંગર, પોલોપાણો, બોરિયો ગાળો વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઊતરી ગયાં છે. જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 614: Line 614:
::દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.
::દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.
</poem>
</poem>
{{Poem2Open}}
એમાં રાજાબહાદુર જાલમસંગની કમરનો જમૈયો કેવા સંજોગોમાં વાઘેરોએ ઉડાવી મૂક્યો, તેનું બયાન નથી. એટલે આ દુહાઓ યુરોપી ‘બૅલડ’ને પદે બેસી શકે, છતાં એમાં રણગીતની નાદપ્રતિભા જામેલ છે. હવે બહારવટિયાનાં વિશિષ્ટ લક્ષણો દાખવતા દુહા વધુ બલવંત છે. જુઓ જોગીદાસના દુહા :
{{Poem2Close}}
<poem>
::પરનારી પેખી નહિ મીટે માણારા!
::શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયો!
</poem>
{{Poem2Open}}
એ બહારવટિયાનું ઉગ્ર શિયળવ્રત સચોટ શૈલીએ દાખવે છે. પછી
{{Poem2Close}}
<poem>
::ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ!
::ના’વે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો!
</poem>
{{Poem2Open}}
એ એનું ટેકીલાપણું બતાવે છે. એ વાઘેરોના બહારવટાનો મુખ્ય સૂર અંગ્રેજો સામે અણનમ મસ્તકનો હોવાથી કવિઓએ એ ભાવ વધુ જોરથી પકડ્યો :
{{Poem2Close}}
<poem>
::મૂળુ મૂછે હાથ, બીજે તરવારે તવાં,
::હત જો ત્રીજો હાથ, (તો) નર અંગ્રેજ આગળ નમત.
</poem>
{{Poem2Open}}
કોઈ કોઈ વાર કવિએ કાવ્યની વિલક્ષણ ચમત્કૃતિ પણ મૂકી દીધી :
{{Poem2Close}}
<poem>
::ચાવ્યો ચવાય નહિ, રાંધયો નો રંધાય,
::મામદના મુખમાંય થિયો કાંકરો કવટાઉત.
</poem>
{{Poem2Open}}
'''[કવાટજીનો પુત્ર જેસોજી બહારવટિયો તો મામદશાહ સૂબાના મોંમાં જમતાં જમતાં કાંકરો આવી ગયો હોય તેવો જાગ્યો : મુખમાંનો કોળિયોયે બહાર કઢાવ્યા વિના રહે જ નહિ.]'''
{{Poem2Close}}
<center>'''લાંબાં ચારણી ગીતો'''</center>
{{Poem2Open}}
જે સંકલનાબદ્ધ સમગ્ર કથા ચારણ આ દુહામાં ન કહી શક્યો તે તેણે એક બીજી રચના વાટે કથવાનો યત્ન કર્યો છે : એને ગીત કહેવાય છે. ‘ગીત’ એવું નામ જ જૂઠું છે. એ ગવાતું નથી, કેવલ એકધારા સૂરે બોલાય છે. એનો લલકાર લડાયક છે. એનાં વૃત્તો જાંગડું, સપાખરું, સાવજડું, સિંહચલું, હરણફાળ આદિ નિરનિરાળાં નામે ઓળખાય છે. જુઓ જોગીદાસના કથાગીતનો નમૂનો :
{{Poem2Close}}
<poem>
::પડ ચડિયો જે દિ’ જોગડો પીઠો
:::::       આકડિયા ખાગે અરડિંગ;
::જરદ કસી મરદે અંગ જડિયાં
:::::        સમવડિયા અડિયા તરસિંગ.
::જુધ કરવા કારણ રણ ઝૂટા
:::::       સાંકળ તોડ બછૂટા સિંહ;
::માંડે બેધ ખેધ ખુમાણા,
:::::        લોહ તણે સર જાણે લીંહ.
</poem>
{{Poem2Open}}
એવી ત્રીસ કડીઓનું ગીત : પરંતુ વિષય એક જ : જોગીદાસ રણે ચડ્યો : બીજા કાઠીઓએ દગાથી એને સોંપી દીધો : ને વજેસંગજી ઠાકોરે એને માફી દીધી : બસ, બહારવટિયાના બહુરંગી જીવનપ્રસંગો ક્યાંયે ન આવ્યા. કારણ, ચારણી રચનાનો હેતુ એ વિગતો આપવાનો નહોતો, પણ એક જ ભાવના ઉઠાવી શબ્દગૂંથણી વડે સ્તુતિની, શૌર્યની, કરુણતાની અસર નિપજાવવાનો જ હતો. હવે લઈએ વાઘેરોનું ચારણી ગીત :
{{Poem2Close}}
<poem>
::<ref>મારી પાસે અપ્રકટ પડેલ સામગ્રીમાં આખું છે.</ref> મેળે ભોમિયા હેથાટ, જોધે દ્વારકા લહેવા મારે
::સલાહેક કીધી સોડ સાંગાણી સકાજ;
::ગાયકવાડકા થાણા મારી લીજેં ગઢ ગ્રાસ,
::રાહો રાણા જાણે એમ ઘરે કીજેં રાજ. [4]
</poem>
{{Poem2Open}}
'''[સંખ્યાબંધ ભોમિયા ભેળા કરી, મારીઝૂડીને દ્વારકા જીતવા માટે જોધાએ મસલતો કરી. ગાયકવાડનું થાણું નષ્ટ કરીને ગઢગરાસ લઈ લેશું, ને મોટા રાવરાણા જાણે તેમ આપણું રાજ ઘેર કરશું, એવા મનસૂબા બાંધ્યા.]'''
{{Poem2Close}}
<poem>
::જોધા એસા વીઘા મૂળુ, સમૈયા ને રવા જકે
::ભાંજણા મેંગળા-જૂથ શાદુળા ભુજાળ;
::માણેક માપહીંહરા, કોપિયા દખ્ખણી માથે
::લડન્તા ભારથે માંડે ફાળસું લાંકાળ. [8]
</poem>
{{Poem2Open}}
'''[જોધો, વીઘો, મૂળુ, સમૈયો ને રવો વગેરે હાથીનાં જૂથને ભાંગે તેવા ભુજાળા નરશાર્દુલો, માપ માણેકના વંશજો, દક્ષિણીઓ પર કોપી ઊઠ્યા.]'''
{{Poem2Close}}
<poem>
::હલકારે સેન ભારે પડક્કારે કીધી હલ્લાં,
::સીડિયાં માંડિયા કિલ્લે ચડી આયા સૂર;
::પ્રોળવાળાં ત્રોડ તાળાં, દરવાજા ખોલે પરા,
::પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12]
</poem>
{{Poem2Open}}
'''[ભારી સૈન્યે હલકારા પડકારા કરીને હલ્લો કર્યો, સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળનાં તાળાં તોડ્યાં, દરવાજા ખોલ્યા, પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.]'''
પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું (જે હું છોડી દઉં છું) અને ઘટના
આગળ ચાલી :
{{Poem2Close}}
<poem>
::કોટ છોડી ભાગા એમ દખણીકા કારકુન,
::સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય;    
::અરજી સુણંતાં મુખે સાહેબ બોલિયા એમ,
::જમીં આસમાન બીચે કાબા કહાં જાય!
</poem>
{{Poem2Open}}
'''[કોટ છોડીને દક્ષિણનો કારકુન (વહીવટદાર) ભાગ્યો. સાહેબ પાસે ફરિયાદ સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યા કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે?]'''
એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું.
{{Poem2Close}}
<center>'''બહારવટિયા-કાવ્યનું પ્રેરક તત્ત્વ'''</center>
{{Poem2Open}}
પ્રશ્ન ઊઠે છે : શું કવિતા અંત:કરણની પ્રેરણામાંથી ઊઠેલી કે ફક્ત દ્રવ્યલાલસામાંથી? બહારવટિયાંનાં નિર્બલ તત્ત્વોને ન સ્પર્શતાં માત્ર શૂરાતન ને <ref>Treachery, then, the ballad-makers hated; cruelty they regretted; and to hurt a woman, to turn away from a fight, or to give in before the blood gave out, was to them dishonour. They did not think it necessary to keep the law, but then the law was not of their own making; it was either the bondage of convention or the rule of the rich. They cared little for comfort. Love and wine and gold they loved, but these are not comforts. The sleek sensual abbot with his ambling pad, his fat money-bags, was their abhorrence. The social order which the ballad-makers imagined for themselves, was a chaotic order, wild and blood-stained life, but as they saw it and sang of it, was a noble choice between two sets of evils. There are grave possibilities, no doubt, in the life of peace and comfort, and we must hope they may some day be realised, but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage, and above all it set Death in his right place:</ref>  ટેક પર શબ્દોના વારિધિ ઢોળનારા ચારણો, રાવળો, નાથબાવાઓ કે કાફીગીરો — એ સર્વની વાસના ક્ષુદ્ર ને એની કવિતા હીન જ હોવી જોઈએ એવો મત ઘણાનો છે. ઘણી વાર અત્યુક્તિઓના ઓઘ ઠાલવીને અનેકે કવિતાઓ વેચી છે, ને આજે એ વેચાણ ચાલુ છે તે વાત સાચી. ભોજને દરબારે સંસ્કૃત કવિઓની પણ એ જ વલે થયેલી; અકબર ને શિવાજીની રાજસભા પણ એ કવિતાના વિક્રયથી મુક્ત નહોતી. છેલ્લાં સાતસો વર્ષથી મનુષ્યના ગુણગાન કરતી કવિતાએ એક જ પથ પર પગલાં દીધાં છે. એમાંથી ચારણો મુક્ત હોઈ શકે નહિ. છતાં એ મનોદશાને બીજી બાજુ છે. સર્વ ગ્રામ્ય કવિઓને એવી વૃત્તિ નહોતી. અનેક હૈયાંમાં લોકોની મરદાનગી, ટેક અને મૃત્યુંજય જિંદગી નિહાળી ઉછાળા દેતાં. એ ઉછાળનું ઝીણું પૃથક્કરણ એક અંગ્રેજ વિદ્વાન આ રીતે કરી ગયો છે :
{{Poem2Close}}
<center>'''પ્રશસ્તિકારની ભાવના'''</center>
{{Poem2Open}}
1વીરનરની મોજ મેળવવા માટે અથવા એ કશી વાંછના વિના, ગમે તે રીતે રચાયેલાં આ ગીતોના કર્તાઓએ દગલબાજીને ધિક્કાર દીધો છે; ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે; સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડે તે પહેલાં માથું નમાવવું, એ તો ગીતકર્તાઓને મન બદનામી સમાન હતું. ભલે તેઓએ કાયદાનું પાલન જરૂરી ન ગણ્યું, પણ કાયદા ક્યાં તેઓના પોતાના કરેલા હતા? જે કાયદાનો ભંગ તેઓએ વખાણ્યો તે કાયદા તો શ્રીમંતોએ ને સત્તાધારીઓએ કરલા ને કાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એ રૂઢિબંધો હતા. ઉપરાંત, મોજમજાને તેઓએ નથી ઉપાસી. બેશક બહારવટિયાનાં પ્રણયભુવન, સુરાપાન કે સોનાની પ્રાપ્તિ તેઓને ગમતી. પણ એ કાંઈ મોજમજા નહોતાં. કવિઓએ તો ચરબીભર્યાં શરીરવાળા મહંતોની ફાંદો તરફ અને રૂપિયાની થેલીઓ તરફ તિરસ્કાર દાખવ્યો છે, ત્યારે આ સંહારકોની સ્તુતિ કરનારા કવિઓને કેવી તરેહની સમાજવ્યવસ્થાની કલ્પનાઓ હતી? બેશક, અંધાધૂંધી અને મસ્તીખોર, લોહીથી ખરડાયેલી જીવનપ્રણાલી જ તેઓને પસંદ હતી. અને એ જીવનક્રમને જોઈ જોઈ એનાં ગાન ગાનારાઓએ એ રીતે બેમાંથી ઓછા અનિષ્ટવાળી સ્થિતિ જ પસંદ કરી લીધી હતી. શાંતિ અને આરામવાળી જીવનદશામાં અનેક ઇષ્ટ ફલો શક્ય છે, જગતના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેમાં ખીલી શકે તેવું છે, અને કોઈક દિવસ એ ખીલે તેવી આપણે આશા રાખીએ. પરંતુ આ યુદ્ધલીલાની જીવનદશાને પણ આદર્શ હતો એવું થોડુંક બોલી શકાય તેમ છે. એની ચાહે તેટલી ક્રૂરતા અને શોક-વેદના વચ્ચે પણ એ જીવનદશા તે આત્મા (‘સ્પિરિટ’)ની જીવનદશા હતી. એ દિલાવરી સચ્ચાઈ અને હિંમતથી ભરપૂર હતી. એથીયે વધુ આકર્ષક તો તેમાં મૃત્યુનું ઉચિત સ્થાન હતું. તેઓ માનતા કે મૃત્યુ તો એક બાજી છે. એ બાજીમાં આખરે તો સહુએ હારવું જ સરજાયું છે. રમી રમીને ભલે છેવટે હારીએ પણ પાસા તો ફેંકી લઈએ. એ હારમાં પણ મસ્તી જ છે.” (સર હેન્રી ન્યુબોલ્ટ.)
{{Poem2Close}}
<center>'''સૌથી મીઠાં મરસિયા-ગીતો'''</center>
{{Poem2Open}}
માટે જ બહારવટિયાનાં કાવ્યોની મીઠામાં મીઠી પંક્તિઓ તેઓનાં મૃત્યુ વિશેની છે. મૃત્યુ પર એ કવિતાએ સુંદર અશ્રુ સાર્યાં છે. એ રુદન-સ્વરો પશ્ચાત્તાપના નથી, નિરાશાના કે સંતાપના નથી, એમાંથી તો ગુંજે છે કોઈ અગાધ મમતાના સ્વરો. એમાંથી તો વીરતાના ઘોષ ગાજે છે :
{{Poem2Close}}
<poem>
::નારિયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ;
::ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો!
::ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,
::મોતી હુતું તે રોળાઈ ગિયું, માણેક ડુંગરમાંય.
::ઇંદ્રલોકથી ઊતરિયું, રંભાઉં બોળે રૂપ;
::માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થિયા ભૂપ.
</poem>
{{Poem2Open}}
એ શબ્દોમાં નુકસાનીના વિલાપ નથી, મૂળુ માણેક પાયમાલ થઈને ભૂંડે હાલે તેઓ મૂઓ તેનો કટાક્ષ નથી, એણે આમ કર્યું માટે એની આ વલે થઈ તે જાતનો ફેંસલો નથી. મૃત્યુમાં પણ મૂળુ તો ‘મોતી’ જ રહે છે. ઓખાભૂમિનો ભરથાર જ રહે છે. ગોમતીજીનો પણ પુત્ર જ રહે છે. રણછોડરાયને પણ રોવરાવે છે. એ જ ધ્વનિ આ રહ્યો :
{{Poem2Close}}
<poem>
::રામ વાળાનાં લગન આવ્યાં,
::લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો, ક્યાં રોકાણો
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} રામ વાળો!
::અથવા તો
::ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા,
::આમાંથી મુને એક વાર છૂટો મેલ્ય, બાલુભા ભુજના રાજા!
::છેતરીને છેલને નો’તો મારવો!
::ભોળવીને એનાં માથડાં નો’તાં વાઢવાં!
</poem>
<center>'''પ્રધાન સૂર'''</center>
{{Poem2Open}}
એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઊઠે છે :
1. They hated treachery. 2. It (Death) is but giving over of a game that all must lose. ફરી ફરીને એના એ સૂરો ગૂંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઊઠે છે : મરસિયાના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :
{{Poem2Close}}
<poem>
::સંધાં શેત્રુંજા તણાં, ગાં’ ગરવે ગ્રીંધાણ,
::માંસનો ધ્રિવતલ મેરાણ, ગઢવી નાગ્રવડો ગિયો.
</poem>
{{Poem2Open}}
'''[શેત્રુંજા ડુંગર ઉપરથી ઊઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં, કેમ કે આંહીં ગોહિલવાડમાં તો શત્રુઓનું માંસ ખવરાવી ધરવ કરાવનાર વીર નાગરવ મરી ગયો.]'''
{{Poem2Close}}
<poem>
::ટંક ટંક રોતી તેગ, પટાળી છૂટે પટે,
::અણનમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગિયો.
</poem>
{{Poem2Open}}
કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં માથાના વાળની ડાબી-જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તરવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે, કેમ કે દુશ્મનને કદી ન નમનારો સ્વામી નાગરવ ગિયડ નામે ભક્ષ દેનારો બહારવટિયો તો ગયો.
{{Poem2Close}}
<poem>
::તોળી જે કરમણ તણા! વાળા જોવાં વાટ,
::થોભા મોરાંનો થાટ, નાગ્રવડા! ભાળાં નહિ.
</poem>
{{Poem2Open}}
'''[હે કરમણના પુત્ર! તારી તો બહુ રાહ જોઉં છું પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નથી ભાળતો.]'''
{{Poem2Close}}
<center>'''ક્રૂર આચરણો'''</<center>>
{{Poem2Open}}
બહારવટિયાઓનાં ઉચ્ચ તત્ત્વો બતાવી દીધા પછી આ હકીકત તો ઊભી જ રહે છે : ગામ બાળવાં, ખેડૂતોનાં માથાં વાઢી ઘીંસરાં કરવાં, વેપારીઓના ચોપડા બાળવા, નિર્દોષોને લૂંટવા, ન આપે તેને મારવા : એ બધું પ્રત્યેક બહારવટિયાના જીવનમાં વત્તાઓછા પ્રમાણમાં થયા જ કર્યું છે.
પરંતુ તેનો એક જવાબ છે. બહારવટું એટલે શું? પોતાનો ગરાસ ઝૂંટવનાર પ્રબલ રાજસત્તા સામે શત્રુતા જાહેર કરવી : લડાઈ જાહેર કરવી : અને લડાઈ એટલે શું તે આજના સંસ્કારી યુગમાં પણ આપણાથી અજાણ્યું નથી. એક સત્તા સામી સત્તા ઉપર હરકોઈ ઇલાજે એવું દબાણ લાવે કે સુલેહ કરવાની એને ફરજ પડે, એ લડાઈની નેમ છે. એ નેમને અનુસરનારાં યુદ્ધગામી રાજ્યો આજ પણ સદોષ-નિર્દોષનો વિચાર નથી કરતાં. એ તો શત્રુના સમગ્ર રાજને, એટલે કે રાજા તેમ જ પ્રજા બન્નેને શત્રુ ગણે છે. શત્રુ-રાજ્યનાં તમામ પ્રજાજનોને પોતાને ઘેર નજરકેદ રાખે છે, એની સંપત્તિ કબજે કરે છે, વગેરે બધું આજના યુગે પણ આવશ્યક ગણેલું યુદ્ધનું નીતિતત્ત્વ છે.
{{Poem2Close}}
<center>'''યુદ્ધનીતિ'''</center>
{{Poem2Open}}
હવે આપણે બહારવટિયાનાં આચરણો તપાસીએ : એમનામાં સ્વયંભૂ કામ કરી રહેલી મનોવૃત્તિને પકડીએ : એ યુદ્ધે ચડ્યા, તે પોતાના બરોબરિયાની સામે નહિ, પણ સોગણા પ્રબલ શત્રુઓની સામે પોતાની પાસે લાવ-લશ્કર તો નહોતું, છતાં શત્રુ પોતાના અન્યાયનો પ્રતિકાર કરે એવું ઉગ્ર દબાણ તો તેઓને શત્રુની ઉપર આણવું જ હતું. એમને મન કેવળ રાજ જ નહિ, પણ એ રાજશાસનમાં શામિલ રહેતી, અધીન રહેતી, એના રક્ષણ થકી આબાદાની ભોગવતી તથા એ રાજશાસનને કરવેરા ભરી નિભાવી રાખતી સમગ્ર પ્રજા સુધ્ધાં શત્રુ હતી. માટે તેના પર પણ ભીંસ લાવવી એ તેઓની યુદ્ધનીતિને મંજૂર હતું. જેમ રાજસત્તાઓ બહારવટિયાનાં સગાંવહાલાંને પરહેજ કરી તેના ગરાસ-ચાસ ખાલસા કરે, તેના મળતિયાઓને રિબાવે, તેમ બહારવટિયા પણ રાજસત્તાની જમીન વાવવા-લણવા ન દે અને બીજી હજાર રીતે સત્તાને ગૂંગળાવી મૂકે, કે જેને પરિણામે રાજને સુલેહનાં નોતરાં આપવાં સિવાય અન્ય રસ્તો જ ન રહેવો જોઈએ. જોગીદાસ ખુમાણે પોતાની જ આંચકી લેવાયેલી જમીન એ આંચકનાર રાજ્ય તરફથી ખેડૂતોને ખેતી માટે અપાતી જોઈ, ખેડાતી જોઈ એટલું જ નહિ, પણ કુંડલા ઉપર છેક રાજુલાથી દરબારી તોપખાનું ઢસડી લાવનાર પણ એ ખેડૂતોને જ દીઠા. જોગીદાસે કહ્યુ કે હું આ ખેડુને હું કેમ ખેડવા આપું? પોતાની જમીન ઉપર બહારવટિયો શત્રુ-રાજને કેમ નભવા આપે? રાણા પ્રતાપે શું કર્યું હતું? મેવાડની ધરતીમાંથી મોગલના ખજાનામાં એક પૈસો પણ ન જવા દઉં : કોઈ ખેડી તો ન શકે, પણ બકરાંયે ચારી ન શકે: એક ગોવાળે બકરાં ચાર્યાં : રાણાએ એનું માથું ઉતારી રાહદારી રસ્તા પર લટકાવ્યું : આ નીતિ તે બહારવટિયાની યુદ્ધનીતિ. ‘એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર’ એ એનો સિદ્ધાંત : અધર્મ આચરનાર રાજસત્તાનું એકેએક અંગ પીંખી નાખવું એ યુદ્ધધર્મ : બેહોશ બની, તોબાહ પોકારી, ખુદ વસ્તી જ રાજા પર દબાણ લાવે, ને રાજા બહારવટિયા પ્રત્યે આચરેલો પોતાનો અનર્થ નિવારે, એ એનો અંત.
{{Poem2Close}}
<center>'''અંતિમ સાધન'''</center>
{{Poem2Open}}
આજે પણ યુદ્ધ-નીતિ તો એ જ છે. જે યુદ્ધમાં હિંસા મંજૂર છે તેની યુદ્ધનીતિ તો એ જ છે : એટલે કે સામી હિંસા ચલાવવી : ને બીજાં કેટલાંક જે યુદ્ધો અહિંસાના પાયા પર મંડાયાં છે તેની પણ યુદ્ધનીતિ તો એ જ છે : બળવે ચડેલા ખેડુની ખાલસા જમીન ખરીદ કરીને તે પર ખેડવા આવનારની સાથે ઉગ્ર અસહકાર : વિના માર્યે, વિના તરવારે એ માણસ મરે; એને મારવાની તરવારો જુદી : એટલું જ બસ નથી. એ રાજતંત્રમાં સહાય કરનાર તટસ્થ લોકોએ પણ રાજીનામાં આપી રાજસત્તા પર દબાણ લાવવાં જ જોઈએ, નહિતર તેઓના ઉપર સામાજિક બદનામી ઊતરે ને સામાજિક બદનામી એટલે ‘સિવિક ડૅથ’! બહારવટિયા આવી સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા નહોતા. કોઈ જ તે દિવસે નહોતું જાણતું. એટલે તે દિવસ ‘ફિઝીકલ ડેથ’, ‘ફિઝીકલ ડીસએબિલીટીઝ’ (શારીરિક મૉત ને નિરાધારી ઉપજાવવાં) એ જ અંતિમ સાધન હતું. શત્રુની સાથે સહકાર દેનારા તમામ સંજોગોને રદ કર્યા વિના આરોવારો નહોતો.
{{Poem2Close}}
<center>'''વૈર વાળવાની વૃતિ'''</center>
{{Poem2Open}}
ભીમા જતે એક સંધીની દગલબાજીનો કિન્નો લેવા તમામ સંધીઓની કતલ કરી : જોગીદાસે કુંડલાની ચોરાસીમાં ખેડવા આવનાર કણબીઓનાં ઘીંસરાં કર્યાં : વાઘેરોએ પોતે પચાઉગીર માનેલા ગાયકવાડ સાથે સહકાર કરનારાં તમામ સોરઠી રાજ્યોમાં લૂંટો ચલાવી : એ બધાની પાછળ અવ્યક્તપણે આ જ યુદ્ધનિયમ ઊભો છે. અને ફ્રાંસ તથા રશિયાના વિપ્લવવાદીઓએ એનાં રાજારાણી અથવા અમુક ઉમરાવો ને પુરોહિતોના જુલમને કારણે સમગ્ર રાજકુલો, ઉમરાવકુલો તેમ જ પુરોહિત-સંઘોને કાપી નાખ્યા, તેની પાછળ પણ સિદ્ધાંત તો એ જ છે. ભેદ એટલો જ છે કે આંહીં બહારવટિયાના એકાદ ઘર અથવા એકાદ વંશ પર અધર્મ ગુજરેલો, ને ત્યાં સમસ્ત પ્રજા ઉપર. વૈર વાળવાની વૃત્તિ તો એક હતી. રાજતંત્રને અશક્ય બનાવવાની જ એ રીત હતી.
{{Poem2Close}}
<center>'''ખા અને ખાવા દે!'''</center>
{{Poem2Open}}
હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને અહીં નહોતું આવ્યું. તમામે આવીઆવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને ઓછાં સૂઝ્યાં. પણ વિજેતા હતો મોટો લૂંટારો, ને બહારવટિયો હતો નાનો લૂંટારો. એટલે માલિકી-હક્કની પવિત્રતા ‘સેંકટીટી ઑફ પઝેશન’ એ ભાવ અણખીલ્યો જ હતો. નહોતી કોઈ પ્રબળ ધર્મશક્તિ કે નહોતી કોઈ સામાજિક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શૂન્યવત્ જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયાય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવળ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ રાજ્યસત્તાને પોતાના ધર્મરાજ્ય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી કે બળિયા થવું. બેશક, બથાવી પાડવું એ વૃત્તિ હતી મોટાં રાજ્યોની. તેની સામે બહારવટિયાનો બોલ એ હતો કે તું તારું ખા, મને મારું ખાવા દે (‘લીવ ઍન્ડ લેટ લીવ!’)
{{Poem2Close}}
<center>'''ફાવ્યો માટે વિજેતા'''</center>
{{Poem2Open}}
આ બોલ જ્યાં જ્યાં ન ઝિલાયો, ત્યાં ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં ‘લૂંટારો’ શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમ જ બહારવટિયાએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેનાં કૃત્યો વિશે ભાષાપ્રયોગો ભિન્ન થયા. ઊલટું, લોકવાયકા બહારવટિયાનાં આચરણોનો જે ચિતાર આપે છે, તેમાં તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી દેખાતા. બહારવટિયો પોતાની લૂંટફાટમાંથી મૂઠી ભરી ભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસંપત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવસાટે પણ જાળવતો. બીજી બાજુ, વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતાં ત્યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાળકો કે ધર્મસ્થાનકો પ્રત્યેનો વિવેક ન રાખતાં.
{{Poem2Close}}
<center>'''યુગલક્ષણ'''</center>
{{Poem2Open}}
આજે યુગ બદલાયો છે. શાંતિ, સ્વસ્થતા, સત્તા, કાયદો, અહિંસા, ભ્રાતૃભાવ અને નિઃશસ્ત્ર દશા : એ તમામનું વાતાવરણ આપણી ચોપાસ ઘનિષ્ઠ બની છવાઈ ગયું છે. આજે એકાદ માણસનો એક જ જખ્મ જોતાં આપણને અરેરાટી છૂટે છે. એકાદ માણસ ધીંગાણે મરતાં આપણે કોચવાઈએ છીએ. પણ યુગેયુગની હિંસા તો ચાલુ જ છે. માત્ર ચાલુ હિંસા પ્રત્યે આપણી દૃષ્ટિ ટેવાય છે; એટલે જ ખાણોમાં ને કારખાનામાં ચાલી રહેલો લાખો નિર્દોષોનો સંહાર અત્યાર સુધી આપણી નજર પણ ખેંચતો નહોતો. આપણે એ જ ખાણના કોલસા કે સોનાં-રૂપાં, ને એ જ કારખાનાનાં કાપડ ઇત્યાદિ સેંકડો પદાર્થો પ્રેમથી પહેરીએ-ઓઢીએ છીએ. એ જ મૂડીદાર સંહારકો આ યુગના ઉદ્યોગવીરો બની આપણાં સન્માન પામે છે. બહારવટિયાઓએ આટલી કતલ કે લૂંટફાટ તો કદાપિ કરી જ નથી. ને જેટલી કરતા તેટલી પ્રકટપણે દિલનો સંકલ્પ છુપાવ્યા વગર કરતા, તેમ જ તેઓને સામે થવાનું દ્વાર પણ સહુને માટે ખુલ્લું હતું. કોઈ કાયદો એને ઓથ નહોતો દેતો. એ નિખાલસપણું અને સાફદિલી હતાં તે કારણે જ તેમાંથી અન્ય નેકીના સંસ્કારો આપોઆપ કોળ્યા હતા. લૂંટફાટ હતું એ યુગનું યુગપૂરતું લક્ષણ, અને બહારવટિયા બનનાર વ્યક્તિઓનું ચિરંજીવ લક્ષણ તો હતું ‘શિવલ્રી’ (પ્રેમ-શૌર્ય) : એ ચિરંજીવ હતું અને બલવાન હતું. વળી હતું સ્વયંભૂ. એમ ન હોત તો કોઈ ધાર્મિક સંસ્કારના અભાવે, કોઈ ઉચ્ચ રાજનીતિશાસ્ત્રના અધ્યયન વગર, અને કોઈ ધર્મનીતિશાસ્ત્રના સંસર્ગ સિવાય એ શી રીતે પ્રકટ થાત? ને પ્રકટ થયા પછી આવા વિઘાતક જીવન-પ્રવાહ વચ્ચે શી રીતે એની ડાળીઓ મહોરી હોત? પરનારી પ્રત્યેનું અદ્ભુત સન્માન, બ્રાહ્મણસાધુ પ્રત્યે દાનવૃત્તિ, શત્રુ પ્રત્યે વીરધર્મ વગેરે વસ્તુઓ પ્રકૃતિગત બદમાશીમાંથી ન નીપજે. ક્ષારભૂમિમાં સુગંધી ફૂલો ન ફૂટે.
{{Poem2Close}}
<center>'''બહારવટિયાની મનોદશા'''</center>
{{Poem2Open}}
આપણે એની મનોદશાનો વિચાર કરીએ.
1. બિનગુને પોતાની જમીન ઝૂંટવી લેનાર બળિયા રાજની અદાલતને બારણે ધક્કા ખાધા પછી પણ એને ઇન્સાફ ન મળ્યો ત્યારે એનો આત્મા ઊકળી ઊઠ્યો.
2. ચારેય દિશામાં નજર કરતાં કોઈ એને ઇન્સાફ અપાવે તેવું ન દેખાયું. ઊલટું, રાજકોટની એજન્સી સત્તાએ તો હમેશાં મોટાં રાજ્યોનો જ પક્ષ લઈ એ નાનાને પાયમાલીને છેલ્લે પાટલે મૂકી દીધો.
3. અન્યાયનો ઘૂંટડો એ ખુન્નસભર્યો, ખમીરભર્યો, સ્વમાની અને ટેકીલો ગરાસિયો કેમ કરીને ગળી જાય? ગળી જાય તો એની મર્દાનગી શા ખપની?
4. એ ઊઠ્યો : મારવાનો નિશ્ચય કરીને એ ઊઠ્યો : એણે પોતાનાં પ્યારાં બાળબચ્ચાં કોઈ પરાયાં ઘરને ભરોસે ભળાવ્યાં. એણે પોતાના વહાલા ઘર તરફ પીઠ વાળી ‘turned his back on the homestead where his families lived for centuries’. અને વેરાનમાં ઘર કર્યું.
5. એ શા કારણે? શા પરિણામની આશા કરીને? જીતવાની કે જીવવાની નહિ, પણ મૃત્યુ વડે, પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ દેવાની. યાદ કરો હીપા ખુમાણનું વચન : ‘મારે તો પાલિતાણાના દરબારગઢમાં મારો રણસગો ખોડાવવો છે!’ બહારવટિયો વૈભવ માણતો નહોતો, સાત સાત લાંઘણ સહેતો, રાત-દિવસ પહાડો ને નદીઓમાં ભાગતો ને સંતાતો, ઘાયલ થતો, પીડાતો, અસહ્ય કષ્ટ સહેતો, બાળબચ્ચાંના લાંબા વિજોગ સહેતો. અને ક્યાં ક્યાં સુધી? બાર-બાર, ચૌદ-ચૌદ વર્ષના અથવા સદાના એ વસમા દેશવટા હતા. અને છેવટે એના મિત્રો દ્વારા જ રાજસત્તાની કુટિલ દગલબાજી વિષથી, કતલથી કે આગ વડે એના જીવનનો કરુણ અંત આણતી.
6. એને પોતાને અન્યાયનો પ્રતિકાર કરવા અથવા તો બદલો લેવા માટે સૈન્યની જરૂર હતી. એની પાસે રાતી પાઈ નહોતી, લોકોએ એ સૈન્ય નભાવવું જ પડે એ એની વિચારણા હતી. શિવાજીએ પોતાની ફોજ સૂરતની લૂંટ ઉપર — એક નહિ પણ સાત-સાત વારની લૂંટ પર — નભાવી. એ છત્રપતિ, ક્રાંતિદર્શી, શાસક, નિયામક અને મરાઠી મહારાજ્યનો સ્થાપક તો લૂંટફાટમાંથી સાધનો મેળવ્યા પછી થયેલો.
7. એણે લૂંટો કરીને ધન સંઘર્યું નહિ. પોતાનાં સ્નેહી-સબંધીઓને નિહાલ કરી ન દીધાં. (રામ વાળાએ પોતાની બહેનોને કહેરાવ્યું મનાય છે કે ‘રગતનો પૈસો તમને નહિ ઝરે. માટે હું તમારા સારુ લૂંટ નહિ કરું’.) માત્ર પોતાનો ટકાવ કરી, બાકીનું ખેરાતોમાં દીધું.
8. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પર જુલમ અને અપમાન ગુજરતાં,એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટિયાની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઊપડતા.
9. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડીનીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી, તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમા જતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ વિચિત્ર માનવીઓનું આ બધું વિલક્ષણ અને વ્યક્ગિત સારું-માઠું માનસ હતું.
{{Poem2Close}}
<center>'''વેપારીઓના ચોપડા'''</center>
{{Poem2Open}}
10. વેપારીઓના ચોપડાઓને આગ લગાડવામાં રહેલી એની વિવેકભૂલી દાઝની પાછળ ગામડાંના વેપારી-સમુદાયની મૂડીદારનીતિ ઊભી હતી. ગામડાંનો વેપારી કેવળ ‘બમણાં-ત્રમણાં નાણાં’ કરીને જ જીવતો. અજ્ઞાની અને ભોળી ગ્રામ્ય કોમોને બુદ્ધિની જળો મૂકી એ ચૂસી લેતો. ઘણીવાર રાજસત્તાની સાથે લાંચરુશ્વતની લાગવગ લગાડી વિચિત્ર સંજોગોમાં ગરાસિયા ઉપર જપ્તી લાવતો. આજ પણ ખેડુ તથા ગરાસિયાની બરબાદીની તવારીખમાં મોટો કુયશ વેપારીને નામે જમા થાય છે. એ આખો ઇતિહાસ અત્યંત ત્રાસજનક છે. એ કુટિલતાની સામે કણબી ખેડુનું ઠંડું લોહી ઊકળી શકતું નહિ, જ્યારે લડાયક સંસ્કારવાળા ગરાસિયાની અડબૂત આંખો વીફરીને આ રીતે વૈર વાળતી. ‘લાવો ચોપડા બાળી દઈએ એટલે બિચારા કંઈકને સુખ થઈ જાય!’ એ એનું બુથ્થડ સૂત્ર હતું.
{{Poem2Close}}
<center>'''વિવેકબુદ્ધિ અશક્ય'''</center>
{{Poem2Open}}
11. પરંતુ જ્યાં પ્રબલ અને પ્રમત્ત ઊર્મિઓનાં ઘમસાણ બોલતાં, જ્યાં વીરત્વનું સ્વરૂપ રૌદ્ર બની જતું, જિંદગીને બાજીમાં હારી જવાનો તૉર જાગતો, જ્યાં વેદનાના પછાડા ચાલતા, ત્યાં પ્રત્યેક પગલે જૈન વિતરાગના જેવી અહિંસાની દૃષ્ટિ જાળવવી અશક્ય હતી, ત્યાં પ્રત્યેક માનવજીવનનું મૂલ્ય આંકવા બેસવું એ અસંભવિત હતું. પગલે પગલે જો આ પુરુષો આવી કોઈ અસાધારણ વિવેકબુદ્ધિ વાપરીને જ ચાલ્યા હોય, તો આપણે એને પરિપૂર્ણ વીરત્વના આદર્શપદે સ્થાપી શકત. પરંતુ આદર્શ વીરત્વ, પરિપૂર્ણ અને પરિશુદ્ધ વીરત્વ તો આપણે નિત્ય જેને રટીએ છીએ તે રામાયણ-મહાભારતમાંયે મળવાં દુષ્કર છે, માટે જ આપણે બધી પરિમિતતા લક્ષમાં લઈ એટલું જ ઉચ્ચારી શકીએ કે બહારવટિયાઓ બહાદુરો હતા; પણ ‘હીરોઝ ઇન મેકીંગ’ હતા.
{{Poem2Close}}
<center>'''પ્રેરકો ન મળ્યા'''</center>
{{Poem2Open}}
‘હીરોઝ ઇન મેકીંગ’ : હા, શિવાજીને રામદાસ ગુરુ અને જીજાબાઈ માતા મળ્યાં, માટે એ વીર બન્યો, શાસક બન્યો. જોગીદાસને રામદાસ નહિ, પણ મુરાદશા મળ્યો. જોધા માણેકને કોઈ ન મળ્યું. જેસા-વેજાને માંગડો ભૂત મળ્યો. બાવા વાળાને દાનો ભગત મળ્યા. કોઈને રામદાસનો મણિસ્પર્શ ન થયો, નહિ તો એમાંના કોઈમાંથી પણ શિવાજીનું સ્વલ્પાંશ સોનું સૌરાષ્ટ્રને સાંપડ્યું હોત. મહાનુભાવતાની ભારેલી ચિનગારીઓ કોઈ કોઈ વાર ઝબૂકી ગઈ, પણ એની સાથે લોકસેવાની ભાવનાનાં ઇંધણનો સંપર્ક કરાવી દીક્ષાની ફૂંક દેનાર કોઈ પરમ પુરુષ નહોતો. સૌરાષ્ટ્રમાં રામદાસ નહોતા, ગુરુ ગોવિંદસિંહ નહોતા. વીરત્વની સોનાખાણના આ સુવર્ણને ઓગાળી માટીથી વિખૂટું પાડનાર કોઈ ભઠ્ઠીઓ નહોતી, એરણ ને ઘણ નહોતાં, કારીગર કે કીમિયાગર નહોતો. એની ક્રૂર બહારવટા-નીતિમાં સંસ્કાર ન આવ્યા તે માટે તો જગત-સમસ્તના વીરત્વનો ઇતિહાસ જવાબદાર છે. અને આજે નિર્મળ વિવેકદૃષ્ટિને નામે છાપરે ચડીને બોલતો યુગ પોતે શું ઓચરે છે? વાણિજ્ય, ઉદ્યોગ, રાજકારણ વગેરેનાં ષડ્યંત્રોમાં લાખો સ્ત્રી-પુરુષો અને બાળકોનો દિવસરાત સંહાર બોલાવી, એનાં શોણિતને પૈસે કલા, ધર્મ, કેળવણી, સમાજસુધારો, સ્વાતંત્ર્ય ઇત્યાદિના ધુરંધર મુરબ્બી બની, દેશવીર બની અનેક લોકો પૂજાય છે. એની લંપટતા અને રક્ત ચૂસવાની કુનેહ આજે વીરત્વમાં ખપે છે. બહારવટિયા હરગિજ એ બધું જોઈને આજે પોતાને પુણ્યશાળી માનત.
{{Poem2Close}}
<center>'''આસમાનીનો તૉર'''</center>
{{Poem2Open}}
હવે કરીએ બીજી કોટિના બહારવટિયાની વાત : એમાં આવે છે વાલો નામોરી, મોવર સંધવાણી, એકલિયો વગેરે : જેને કોઈ રાજસત્તા સામે રોષ-ફરિયાદ (‘ગ્રીવન્સ’) નહોતાં. તેઓનાં બહારવટાં અણઉશ્કેરાયેલાં (‘અનપ્રોવોક્ડ’) હતાં અથવા કુટુંબકલહમાંથી, એકાદ ગુનામાંથી કે પરસ્પરના તંતમાંથી પરિણમ્યાં હતાં. આની પાછળ શી મનોદશા હતી? એ મનોદશા માત્ર ચોરીની અથવા લૂંટફાટની નહોતી. ચોરીલૂંટથી બહારવટું જુદી જ વસ્તુ છે. બહારવટું એ જીવનસટોસટની વાત છે. એમાં મૃત્યુ સિવાય અન્ય પરિણામ નથી. એમાં દેહદમન, પીડન, વિપત્તિઓ વગેરે બહુ હોય છે. વળી જ્યારે આવો લૂંટારો પોતાના જીવનમાં નિજ-રચ્યા કેટલાક વસમા નેકી-નિયમો સ્વીકારી બેસે છે, ત્યારે તેનાં કષ્ટો દુ:સહ બને છે. છતાં સત્તાને ચરણે પડી શાંત પ્રજાજન થવા કરતાં તોફાને ચડી મૃત્યુની વાટ લેવી એને શીદ પાલવે છે? પોતે લૂંટતો છતાં બીજી બાજુ ખેરાત કરી ફકીર રહેવું શીદ પસંદ કરે છે? એનું કારણ ‘લવ ફોર રોમાન્સ’ : અદ્ભુતતાનાં તત્ત્વો સાથે ખેલવું એ એની ખુમારી હોય છે. પહાડો અને નદીઓ પર જાતવંત ઘોડાં ઠેકવવાં : ગુફાઓ અને ગાળાઓમાં નિવાસ કરવો : ગામો ભાંગીને ગાયોને કપાસિયા નીરવા, ચોરાસીઓ જમાડવી, ખેરાત ઉડાડવી : મૃત્યુના ઓછાયા આવરી રહ્યા હોય ત્યારે પણ દાંડિયારાસ, રાસડા, જીંડારી ઇત્યાદિના જલસા માણવા; સત્તાધીશોને સામેથી કહેણ મોકલવાં; પોતાના નેજા ફરકાવવા : અરણ્યોની ઝાડીમાં કે નદીની ભેખડોમાંથી ઓચિંતાં બોકાનાં બાંધી દેખાવ દેવો; કોઈ ગરીબ બાપની દીકરીને કન્યાદાન દેવા ઓચિંતા લગ્નચોરીમાં પ્રકટ થવું : કોઈ ગરીબ માણસની સવેલી કન્યાને પરણવા જનાર હરામીની જાન રોકી તે જાનમાં એ સાચા ગરીબ વરને બેસારી પરણવા લઈ જવો : કોઈ રોટલા આપવા આવનાર બાઈને બહેનદીકરી કહીને નવાજેશ દેવી : કોઈ સાહેબની મડમને અંતરિયાળ રોકી લૂંટવાને બદલે ઊલટું બહેન કહી કાપડાના રૂપિયા આપવા, શૂરવીર વાણિયો પણ સામે થાય તો તેને બહાદુર કહી જવા દેવો : બહારવટે છતાં બેધડક રાજસત્તાના ચોકીપહેરા ભેદી કરીને પોતાને ઘેર જઈ કુટુંબને મળવુ : વરજાંગ ધાંધલની માફક પોતાની વાટ જોતી સ્ત્રીને કહેણ મોકલાવ્યા મુજબ જ મળવા જવા નીકળવું : નીકળતી વેળા અપશુકન થાય તેને ન ગણકારી પાદરમાં શત્રુઓ મળ્યા તેની સાથે ધીંગાણે રમી દેહ પાડવો : શત્રુને ગોળી ન મારતાં તેના ઘોડાના ડાબલા અથવા કમરના જમૈયા પર બંદૂક આંટીને એને ચેતવવો : સરકારી દફતરો બાળી નાખવાં : આ બધું ‘રોમાન્સ’નું બળવાન તત્ત્વ છે. પુનિયો ચારણ, બસ, એકલવિહારી બહારવટિયો બનીને ચાલી નીકળ્યો. કોઈ સંગાથી જ એણે ન રાખ્યો, અને એકલવાયા ઘૂમતાં ઘૂમતાં જ એણે ધીંગાણાં કર્યાં; એ પરથી લોકોએ એને ‘એકલિયા’ની પદવી દીધી : એ બધું જીવનની મસ્તી દાખવે છે. બેશક, એમાં જંગલી તત્ત્વ ઘણું ઘણું ભર્યું હોય છે. આવા તૉરીલા, મોજીલા, વજ્ર-શી છાતીવાળા, અડબૂત છતાં ઉદાર, ઘાતકી છતાં દયાવંત, લહેરી છતાં ચારિત્ર્યવંત, એવા અનેક બહારવટિયાની જીવનકથાઓ યુરોપ-અમેરિકામાંયે લખાઈ છે, સિનેમાના ચિત્રપટ પર આકર્ષક રીતે ઊતરી છે.
સ્પેનનો ‘ગૂચો’ જાતનો લૂંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરું પાડે છે. ‘પિકચરસ્ક બટ બેનફૂલ કેરીઅર’ : એ શબ્દો એને ભાટે સુયોગ્ય જ છે. પચરંગી, પીડનકારી જીવનને કારણે જ એ માનવ-ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લૂંટારાપણું એની પ્રકૃતિ નથી. લૂંટો કરીને એ પોતાનું ઘર ભરતા નહિ. લૂંટ એની લાલસા નહોતી. એ એની પ્રકૃતિ પરના જાડાપાતળા ઢાંકણ નીચે હતું નેકીદાર હૃદય. એને ગમતા સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ હતા.
{{Poem2Close}}
<center>'''માનવહૃદયનો પ્રશ્ન'''</center>
{{Poem2Open}}
‘ચાઈના ઇન રિવોલ્ટ’ (બળવે ચડેલું ચીન) એ પુસ્તકનો બાહોશ લેખક બોલે છે કે “યુરોપી સંસ્કૃતિએ કુદરત પર વિજય મેળવેલ છે; કુદરત મનુષ્યની ઇચ્છાઓને ઉપયોગી થાય તે રીતે તેને કબજે કરી અંકુશમાં લીધી છે, અને તેમાં નિ:સંદેહ ફતેહ મેળવી છે. પરંતુ કુદરતની શક્તિઓ કરતાંયે વધુ ભયાનક તો મનુષ્યની ઊર્મિઓ છે, અને એ ઊર્મિઓનું જ્યાં સુધી ઉચિત નિયમન નહિ થાય, ત્યાં સુધી સંસ્કૃતિ સ્થપાઈ શકશે જ નહિ.” (“Modern European civilization has succeeded in the conquest of nature by subduing and controlling her so that she can be made to serve man’s desires, and this with unquestionable success. But more terrible than the objective forces of nature are the passions of man, and until these passions are properly regulated, there can be no civilization”.)
{{Poem2Close}}
<center>'''કિનકેઇડ ન સમજ્યો'''</center>
{{Poem2Open}}
બહારવટિયાની છણાવટમાં આ બોલ સહેજે સાંભરે છે. આ સૂત્ર આપણે સોરઠની લડાયક જાતિઓને લાગુ પાડવાની જરૂર રખે ચૂકી જઈએ. ભગવાનલાલ સંપતરામ સરખો શાણો અને ચોક્કસ ઇતિહાસકાર પોતાના સાચા અંત:કરણના નિરીક્ષણથી જે વાત સમજી શક્યો હતો તે કિનકેઇડ સાહેબ પરદેશી સત્તાધીશ હોવાને કારણે પૂરેપૂરી ન સમજી શક્યો. કિનકેઇડે વાઘેરો વિષે પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં લખ્યું કે૰—
Hindustani sepoys in the guise of mendicants penetrated every part of the province with strange tales of the massacre of the white garrison and of the lurid sunset of the British Empire. By none were these tales more greedily listened to, than by Jodha Manik of Okhamandal.
<center>* * *</center>
Unmolested there he again took heart, and on the early morning of the 8th October, 1860, performed the great feat of his life — the sack of Kodinar * * * and the rest of the day was spent by the Waghirs in the agreeable task of looting the Bania’s shops and houses. But Jodha Manik was no miser and when the Banias were fleeced to the bone, he spent the loot in feasting the neighbouring Brahmins, whose acknowledgment of his Kshatri descent he wished to obtain, and the low-castes whose support he desired.”
But Shortly after this exploit, and possibly as a result of his excesses on that occasion, he died of fever in the Gir.
બસ; “બાવાવેશધારી હિન્દુસ્તાની સિપાઈઓએ ’57ના બળવામાં ગોરાની કતલની ને બ્રિટિશ રાજના અસ્તની વાતો કરી. જોધો એ ગળી ગયો. કોડીનાર ભાંગ્યું. વાણિયાને નિચોવ્યા. ‘ક્ષત્રિ’નું પદ મેળવવા બ્રાહ્મણોને દાન કર્યું. બહુ ખાધું. મરી ગયો.” ફક્ત આટલા જ કટાક્ષયુક્ત શબ્દો વડે એ ઇતિહાસકારે આખી જીવનકથા પતાવી. અને મૂળુ માટે પણ આટલું જ લખ્યું :
“Mulu had escaped with a few followers, but he did not long survive his brother. He was surprised and shot the following day by the Porbander police.”
{{Poem2Close}}
<center>'''ત્રાજવાં સમતોલ નથી'''</center>
{{Poem2Open}}
આથી વિશેષ આ પરદેશીને ન દેખાયું. વાઘેરોના પૂર્વ-ઇતિહાસમાં અથવા વર્તમાન પ્રકૃતિમાં ઊતરવાનું એને મન થયું નથી. વાઘેરાને એ ‘રિબેલ્સ’ કહીને સંતોષ પામે છે. કોડીનારની લૂંટ માટે એ બે પાનાં રોકે છે. પણ શંખોદ્ધાર બેટ વાઘેરોના હાથમાંથી પડાવી અંગ્રેજ લશ્કરે સોનાના માયાવી લાટા કાઢવા મંદિરોની દીવાલો પર કેવા ગોળા ચલાવ્યા અને ટૉમીઓને દારૂ પિવાડી કેવાં ગામ લૂંટવા ત્રણ કલાકની કાયદેસર મંજૂરી આપી, ઓખામંડળ પર બલોચ લશ્કરના અત્યાચાર કેટલી હદ સુધી ચાલ્યા, મૂળુને કેવો ફસાવીને કેદ કર્યો, આભપરાના ડુંગર પર તોપોથી પણ શત્રુઓ મહાત ન થયા એટલે પાણી પીવાના તળાવમાં ઝેરી ગૅસના ગોળા ઝીંક્યા : વાલાની ટોળીને ગોર્ડન સાહેબે લાડવાની અંદર કેફી પદાર્થ ખવરાવીને મારી : એ બધી વાતો વિશે કિનકેઇડ એક ઇશારો પણ નથી કરતો.
{{Poem2Close}}
<center>'''જસ્ટીસ બીમનની વિવેકદૃષ્ટિ'''</center>
{{Poem2Open}}
એ જ કિનકેઇડના પૂર્વગામી ન્યાયમૂર્તિ સ્વ. બીમને શું લખ્યું? સૌરાષ્ટ્રના વરિષ્ઠ ન્યાયાધિકારીને પદેથી ઊતરી મુંબઈના વડા જડજ તરીકે વિખ્યાત થયેલા એ વૃદ્ધ અંગ્રેજ સૌરાષ્ટ્રના પરિચયનાં જૂનાં સ્મરણોના એક લેખ ‘રિકલેક્શન ઑફ ઑલ્ડ ડેઝ ઇન કાઠિયાવાડ’ (‘સાંજ વર્તમાન’ વાર્ષિક : 1910)માં છેલ્લી લખેલી પંક્તિઓ એક દિલસોજ, દીર્ઘદર્શી અને પ્રેમશૌર્ય પિછાનનારા આત્માની ફોરમ પ્રકટાવે છે :
આ જૂના બહારવટિયાની અંદર ઘણું ઘણું સુંદર ને સાચું પ્રેમશૌર્ય ભર્યું હતું. લગભગ એક પણ અપવાદ વિના એ બધા જુલમથી છેડાઈને જ બહારવટે નીકળનારા બહાદુરો હતા. અને તેઓના પ્રારંભિક દિવસોમાં તો ભાગ્યે જ તેઓમાંનો એક પણ બહારવટિયો સ્ત્રીઓને, બાળકોને, વૃદ્ધોને કે અશક્તોને જાણીબૂજીને પીડવાનો દોષિત બન્યો હશે. કદાચ જુમા ગંડ સિવાયનો તો એકેએક સાચો અસલી બહારવટિયો મેં કાઠિયાવાડ છોડ્યું તે પૂર્વે જ કાં તરવારથી, કાં ફાંસીથી અથવા તો કાળા પાણીની સજા વડે સાફ થઈ ચૂક્યો હતો. આમાંના અનેકની સાહસિક કારકિર્દીના આખરી તબક્કા સાથે મારે સારી પેઠે નિસ્બત હતી; અને જોકે મારે હમેશાં કાયદેસર તો કરવું જ પડતું, તે છતાં મને આ ગેરમાર્ગે ઊતરી ગયેલા ને બૂરો વર્તાવ પામેલા મરણિયા મર્દોને માટે સાચું માન થયા વિના રહેતું નહિ. મૉતને ભેટવાનું નોતરું સાંભળીને માત્ર એક બહારવટિયો થરથર્યો હતો : એ હતો રાયદે ચારણ. ખેર! આખા કાઠિયાવાડ ઉપર ત્રીસ વર્ષ પર આ બધી ઘટનાઓ રોજેરોજ બલકે કલાકે કલાકે બન્યા કરતી એ વાત અત્યારે લગભગ ન મનાય તેવી લાગે છે — નહિ? ત્યાંનું જીવન એ દિવસોમાં રસભરપૂર હતું — માત્ર બહારવટાનાં આવાં ખાસ લક્ષણો થકી જ નહિ, પણ બીજા સેંકડો રંગબેરંગી અનુભવો વડે, કે જે અનુભવો આજે છે તે કરતા વધુ સાચા લાગતા, અનેકવિધ રોમાંચક રંગભભકથી ધબકતા લાગતા. (There was a great deal of fine true chivalry in the old outlaws. They were almost without exception brave men driven into outlawry by oppression, and few of them, at least in early daya, were guilty of wanton cruelty to women and children, or the old and feeble. I believe I am right in saying that every one of the genuine old Kathiawar outlaws (with perhaps the exception of Juma Gande) was wiped out, either by sword or the gallows or transportation, before I left Kathiawar. I had much to do with the last scene in many of these adventurous careers and as a rule while I had to enforce the law I could feel a genuine respect for these misguided hardly treated desperate men, Only one ever shrivelled when called upon to face the music: Raide Charan. Well, it sounds almost incredible now, doesn’t it, that such should have been the almost hourly, daily happenings all over Kathiawar thirty years ago. Life there, in those teemed with interest not only in this special feature of outlawry but in a hundred other picturesque touches and exeperiences, which I could relate and, while rougher, seemed much more real and throbbing with variety of excitement and colour, than it commonly is today.
{{Poem2Close}}
<center>'''શ્રી ભગવાનલાલ સંપતરામની નજરે'''<center>
{{Poem2Open}}
હવે રાવસાહેબ ભગવાનલાલનું માનવતાભર્યું કથન લઈએ :
બેશક તેઓ થોડા છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા ને શાબાશી પડકારાથી સારા લડવૈયાનાં હાંજા નરમ કરી નાખતા હતા તેનું કારણ એ જ હતું કે તેઓ મરણિયા થયા હતાં. મરવું-મારવું એ જ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેરે બેસશું એવી તેમને આશા જ નહોતી. તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તે જ કારણથી તેઓને પોતાનાં ઘરબાર અને બાપુકા વતન મૂકી ભાગવું પડેલું. તેઓનાં સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ ને ટાઢતડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારોની તથા સરકારી ફોજ તેઓને એક જગે નિરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓનાં મગજમાં મજબૂત ઘર કર્યું હતુ. વાઘેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું, તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે. હવે મૂળુ એકલો રહ્યો. તે આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભૂખ, તરસ, થાક, ઉજાગરા, માણસો મૂઆનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મૉત, તે પણ વિયોગમાં થયું : તેથી શું એના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો હતો અને કેટલીક વાર તેને સાત-સાત દહાડા સુધી અનાજ મળ્યું નહોતું. બિચારો તે પણ ઘણા દહાડા આ રીતે રખડી છેવટ ઓચિંતો પોરબંદરની ગીસ્તને હાથે મરાયો. આહાહા! આ વખત તેના મનને શું થતું નહિ હોય? તેને આ વખતે શું જોધાભાઈની શિખામણો યાદ નહિ આવતી હોય? દ્વારકાની લડાઈ વખત જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો હતો તે હવે ફક્ત અંગત પાંચ-સાત માણસથી રહ્યો. એટલું સારું કે તેની આ દુઃખદાયક જિંદગીનો થોડા વખતમાં જ અંત આવ્યો. બેશક એ હરામખોરનો ધંધો લઈ ફરતો. એટલે સામાન્ય રીતે જોતાં આવા મૃત્યુથી આપણે ખુશી માનવી જોઈએ, તોપણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે એ કેટલીક બદસલાહને તાબે થયેલો તોપણ તેના મહાન વિચાર, તેનું શૂરવીરપણું, ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. ખરે, દેવાનાં કામ તો ક્રૂર ને તિરસ્કારપાત્ર હતાં, પણ મૂળુનાં કામો એવાં ન હતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટિયાની જોડે સરખાવીએ. મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂઆ તેનું કાંઈ તપતું નથી, પણ એક ઉચ્ચ, ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે! તે સર્વનો ઘાણ નીકળી ગયો. તેઓ સાવ અણસમજુ ન હતા, પણ તેઓને સોબતે ભૂલવ્યા, હલકા વાઘેરોએ તેઓનાં માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલમે વધારે અસર કરી. સિપાઈ તો ખરા જ. મરવાં-મારવાં તે તો હિસાબમાં નહિ. વાણિયા ન હતા કે ભાઈબાપ કહી, કીધેલાં અપમાન માફ કરે. વૈર લેવાના જોસમાં દૂરંદેશે ભૂંડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખરની ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો. આ લોકો (વાઘેરો) ઘણા હિંમતવાન ને બહાદુર છે, અને ગમે તેવી આફત પડે તોપણ ડરે તેવા નથી. આ લોકો ટાઢતડકો, ભૂખ સહન કરી શકે છે. આ લોકો વળાવા તરીકે ઠીક ઉપયોગમાં આવે છે. કોઈ હરામખોર ગાડું લૂંટવા આવે તો જ્યાં સુધી પોતામાં જીવ હોય ત્યાં સુધી સામા થઈ બચાવ કરે છે. તેમ નહિ કરે તો પોતાની જાતમાં હીણપ દેખાય એવી તેમની સમજ છે. વળી આ લોકોનાં ગાડા તેમના માનની ખાતર બીજા કોઈ લૂંટતા નથી. અને કદાચ લૂંટે તો પોતાના જીવના જોખમે તેઓ બચાવ કરવા તૈયાર રહે છે.
{{Poem2Close}}
<center>'''રાજસત્તાનો દોષ'''</center>
{{Poem2Open}}
આ તો ઠર્યું ઐતિહાસિક સત્ય : રા. સા. ભગવાનલાલ સરકારી આદમી તરીકેનાં માનસિક દબાણો નીચે રહ્યા રહ્યા પણ આટલું સત્ય ઉચ્ચારી રહ્યા છે. જોધો ને મૂળુ આવા ખાનદાન વીરનરો હતા તો રાજસત્તાએ શા માટે એમના પૂર્વજોનું રાજ્ય પાછું ન સોંપ્યું? શા માટે તેઓના ઉપર ગોળા છોડવાને બદલે, અથવા આકરી તવાઈઓ મોકલવાને બદલે રાજકુલ તરીકે એમની સાથે વ્યવહાર ન આચર્યો? શા માટે જોધા-મૂળુને ઓખાના અને જોગા ખુમાણને કુંડલાની ચોરાશીના સૂબા ન નીમ્યા? જોગીદાસ આટલો નેકીદાર હોવા છતાં વજેસંગની વજીરાત એને કાં ન સોંપાઈ? ભાવનગર રાજ્યનો ઇતિહાસ આજે એના મૃત્યુ પછી એકસો વર્ષે પણ એને ગૌરવવંતું આસન આપે છે? વજેસંગજી ગોહિલ અથવા ખંડેરાવ ગાયકવાડ અકબરશાહ ન બની શક્યા. નહિ તો જોગીદાસ અને જોધા-મૂળુ જેવી માનવશક્તિઓ સોરઠ દેશમાં કાંઈ જુદી જ તવારીખ જન્માવત. એ તો ખેર, પણ એકપક્ષી ઇતિહાસે આવા નરશાર્દૂલોની જીવનકથાને પણ મારી મચરડી દૂષિત બનાવી દીધી છે. અને જનતા પણ આજે એવા ઇતિહાસની આપેલી વક્ર દૃષ્ટિ વાપરીને આવા વીરોને વગોવે છે.
{{Poem2Close}}
<center>'''મિયાણાની સમસ્યા'''</center>
{{Poem2Open}}
ઇતિહાસની દૃષ્ટિ કેટલી નિર્મળ ને વેધક હોવી જોઈએ! એ ઉપરછલ્લું જોઈને કેમ ચુકાદો આપી શકે? દાખલા તરીકે મિયાણા જેવી ચોર, તોફાની ને લબાડ તરીકે નામચીન કરવામાં આવેલી જાતિને તપાસીએ : એ લોકોને પોતાનાં આજ સુધીનાં પાપાચરણોના બચાવમાં ઘણું સપ્રમાણ રુદન સંભળાવવાનું છે. એ લોકોની બહાદુરી, નેકી અને ભોળપનો કેવો કેવો કુટિલ ઉપયોગ કઈ કઈ રાજસત્તાઓએ કર્યો છે, ગુનેગાર ગણાયાથી તેઓને કેટલી હલકાઈ પોતાની પ્રકૃતિમાં ધારણ કરવી પડી છે તે તો દૂર મૂકીએ, એના બોલ પર કદાચ વિશ્વાસ ન ધરીએ, પરંતુ વૉટસન જેવો વિરોધી અંગ્રેજ પોતાના ‘ગેઝેટીઅર’માં લખી ગયો છે તેની અવગણના કેવી રીતે કરીએ? એ લખે છે કે ‘તેઓ શૂરી, નીડર, પરોણાની ખાતરી કરનારી ને ઇમાની જાત છે, પણ વશ રહે તેવી નથી’. અનુભવીઓના અનુભવ બોલે છે કે તેઓ વિશ્વાસઘાત નથી કરતા, ઇમાની છે. અને આજ સરકારી-દરબારી સખત જાપતામાંથી થોડો વખત પણ બહાર નીકળી શકનાર મિયાણો કારખાનામાં પોતાની ઉદ્યમી પ્રકૃતિ અને કુશળતાનો ઠીક ઠીક પરિચય કરાવે છે. પણ એ કહે છે કે ‘ગુનેગાર કોમ’ તરીકેના કાનૂનોની ભીંસમાં પડવાથી એનું ખમીર નીચોવાઈ રહ્યું છે. ઘરઆંગણે ધરતી નિ:સત્ત્વ બની અનાજ આપવાની ના કહે છે, ને બહાર જવાની મના રાજસત્તા કરી રહી છે. એવી સંકડામણમાંથી જ ઘણાને ચોરીધાડનું શરણ લેવાની ફરજ પડે છે, વગેરે વગેરે.
આ કોમનાં ઊંડાં તત્ત્વો ઉકેલવા માટે કોઈ ઇતિહાસકાર, જાહેર સેવક કે સમાજશાસ્ત્રી ઊતર્યો નથી. રાજસત્તાની પાસે તો તાત્કાલિક જાહેર શાંતિને કાજે ‘દમન’ એ જ તરણોપાય હતો. અને એ ‘દમન’ એટલે શું? ‘કૉલ એ મેન થીફ ઍન્ડ હી વીલ સ્ટીલ’ — માતાના ઉદરમાંથી જ મિયાણો ચોર ઠરી ચૂક્યો. એનું બાળક જન્મે કે તરત જ કાયદો એને શકદાર ઠરાવી પરવાના-પત્રક પર ચડાવે છે, એટલે એ પણ પોતાને ચોર જ સરજાયેલ માનતું થાય છે.
પરંતુ વાઘેરો, મેરો કે મિયાણાઓને મન ચોરીલૂંટ અંતરાત્માનો અંશ નહોતો, ધર્મ નહોતો, ઈશ્વરદત્ત વ્યવસાય નહોતો; પણ સ્વાર્થી મનુષ્યોએ પડાવેલી ટેવ હતી. ‘મારતા મિયાંની તરવાર’વાળા યુગનો એ ચેપ હતો.
શિવાજીએ જેની સહાય થકી સામ્રાજ્યનું સ્વપ્ન ઉતાર્યું તે માવળાઓ કોણ હતા? એ કેવા હતા?
પ્રતાપ અને વનરાજે અરવલ્લી અને અણહિલપુરની અટવીઓમાંથી જેઓને એકઠા કરી ખોયેલાં રાજ પાછાં મેળવ્યાં, તે ધનુર્ધારી ભીલો કોણ હતા? કેવા હતા?
યુગનાં આંદોલનો અડકશે તો એ વાઘેર, મેર ને મિયાણાની ખાનદાની પણ મહેકી ઊઠશે. ઝેરી વાયરા જંપી ગયા છે. પ્રજાત્વના વાયુસંચાર ચાલ્યા છે. એના સ્પર્શે આ પતિત મનાયેલી જાતિઓમાંથી કદાચ સિપાહીગીરીની ને પ્રેમશૌર્યની ફોરમો છૂટશે.
પરંતુ એ પ્રેમશૌર્ય પ્રકટાવવા માટે સતત આકરા પ્રયત્નો જોઈશે.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = પ્રકાશન-ઇતિહાસ
}}
<br>
26,604

edits