સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નાથો મોઢવાડિયો| '''[સન 1830ની આસપાસ]'''}} [આ કથામાં આવતા મેર બોલીન...")
 
No edit summary
Line 141: Line 141:
ચાંપરાજ વાળાને થોડા દિવસ રોક્યો. હિલોળા કરાવ્યા. પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગ્યું. ભાંગીને ચાંપરાજ વાળાની સાથે નાથાએ સોરઠી ગીરની સાહેબી દીઠી, પછી પોલેપાણે આવ્યો.
ચાંપરાજ વાળાને થોડા દિવસ રોક્યો. હિલોળા કરાવ્યા. પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગ્યું. ભાંગીને ચાંપરાજ વાળાની સાથે નાથાએ સોરઠી ગીરની સાહેબી દીઠી, પછી પોલેપાણે આવ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::ચલાળું ધારી ચૂંથિયાં, લીધી હાકમરી લાજ,
::ચાંપે દળ ચલાવિયાં, (તે દી) નર મોઢો નથરાજ.
</poem>
<center>''''''</center>
{{Poem2Open}}
“ભગત! માધવપર ઉપર હાથ મારવા જેવું છે હો! આવું તરતું ગામ બીજું નહિ મળે.”
“પણ ઈ ગામ તો ‘પોર’નું : ‘પોર’નો રાણો તો આપણા માથાનો મુગટ. એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ્ય ભાંગવા જેવું કહેવાય.”
પોરબંદરને મેરો ‘પોર’ કહે છે.
એમ વાતો કરતો બહારવટિયો નાથો પોરબંદર તાબાનાં મેરિયાં ગામોમાં આંટો દેવા જાય છે. માધવપરની રસાળી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુવાર ઊભી છે. રસ્તે આવતાં કેડાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા-પડકારા સાંભળ્યા. કોઈ અમલદારની દમદાટીનો અવાજ લાગતાં જ નાથાએ લગામ ખેંચીને ઘોડીને રોકી. એક ખેડૂત શેઢે વાછરડાં ચારતો હતો, એને પૂછ્યું : “એલા, આમ ફાટતે મોઢે ઈ કુણ બોલે છે?”
“અમારો કાળ બોલે છે, ભાઈ! કરપારામ મહેતો.”
“શું કરે છે?”
“બીજું શું કરે? જુલમ. હજી આ જાર ઊભી છે, ત્યાં જ ઈ અમારી પાસેથી વસૂલાત કઢાવશે, વેપારીને અમારે પાણીને મૂલે મોલ માંડી દેવા પડશે. રાણાના રાજમાં તો હવે ગળાફાંસો ખાવાના દી આવ્યા છે, ભાઈ!”
“જઈને જરા એને કાનમાં કહી દે, ભાઈ, કે નાથે મોઢવાડિયે ચેતવણી મોકલી છે. ભલો થઈને ખેડૂતને સંતાપવા રે’વા દે, કહીએ.”
“અરે બાપા! નાથાનો તો શું, ઈને ભગવાનનોયે ભો નથી. નાથાને તો પકડવાના પડકારા કરે છે.”
“ઇં છે? તાર તાં આપણે એને મળીએ.”
બહારવટિયાએ ઘોડી ચડાવી. જુવાર વીંધીને સામી બાજુ નીકળ્યો. ત્યાં મૂછના આંકડા ચડાવીને મોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતો કૃપારામ ઢોલિયો ઢાળીને બેઠો છે. બાજરાનો પોંક પાડી રહ્યો છે. ઊનાઊના પોંકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલોફાં હલાવે છે. નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધી : “પોતડીદાસ! ઊભો થા, માટી થઈ જા. આ લે તરવાર.”
“કોણ છો તું?” કૃપારામ ઢીલો થઈ ગયો.
“હું નાથો. તું જેની વાટ્ય જોતો’તો ઈ. ખેડૂતનાં લોહી ઘણા દી પીધાં. માટી થા હવે.”
આટલું કહીને નાથાએ કૃપારામને પકડ્યો, માણસોને હુકમ કર્યો કે “દોડો ઝટ, ચમારવાડેથી કોઈ ઢોરનું આળું ચામડું લઈ આવો.”
ચામડું આવ્યું.
“હવે ઈ આળા ચામડાના ઢીંઢામાં આને જીવતો ને જીવતો સીવી લ્યો.”
સીવી લઈને મહેતાને જીવતો ગૂંગળાવી મારી નાખ્યો.
{{Poem2Close}}
<poem>
::મે’તો માધવપર તણો, ગજરે ખાતો ગામ,
::કુંદે કરપારામ, નેતર કીધો નાથિયા!
</poem>
{{Poem2Open}}
આવું મૉત સાંભળીને મહાલેમહાલના મહેતાઓને શરીરે થરેરાટી વછૂટી ગઈ. ખેડૂતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા.
<center>''''''</center>
મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાલ
લેખાતો. એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને
લઈને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો છે. વાળુ કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા ભાભાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત
ઉચ્ચારી : “વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભાના દુહા બોલે
છે.”
“કોણ? રાજો બારોટ?”
“હા, રાજો, તેડાવને ઈંણે; દુહા તાં સાંભળીએ!”
“રાણા, ઈ બારોટ જરાક બટકબોલો છે. તું એને બોલ્યે કાંવ ધોખો તો નહિ ધર ને?”
“ના, ના, દુહા સાંભળવામાં ધોખો વળી કિવાનો? ઈ તો જિવાં કામાં ઈવાં નામાં.”
રાજા બારોટને તેડાવવામાં આવ્યો.
“કાં બારોટ! નાથા ભાભાની દુહાની તેં ઓલી ‘વીશી’ બનાવી છે, ઈ અમારા મહેમાનને સાંભળવાનું મન છે. સંભળાવીશ ને?”
“પણ બાપ, કોઈને વધુઘટુ લાગે તો ઠાલો દખધોખો થાય, માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો?”
“ના, ના, તું તારે મન મોકળું મેલેને બોલ. શૂરવીરની તારીફ નહિ સાંભળીએ તો બીજું સાંભળશું કાંવ?”
“ઠીક ત્યારે, લ્યો બાપ.”
એમ કહીને રાજા બારોટે હોકો પડતો મૂકીને નાથા બહારવટિયાની ‘વીશી’ બુલંદ અવાજે શરૂ કરી :
{{Poem2Close}}
<poem>
એકે તેં ઉથાપિયા, ટીંબા જામ તણા,
(તેનિયું) સુણિયું સીસોદરા, નવખંડ વાતું, નાથિયા!
</poem>
26,604

edits