સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by the same user not shown)
Line 311: Line 311:
એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, બાવા વાળાની છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળિયું ઢાંકીને મરશિયા ગાયા :
એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, બાવા વાળાની છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળિયું ઢાંકીને મરશિયા ગાયા :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::વિસાણાની વાડીએ ઠાઠ કચારી થાય,
::વેરાણા બાવલ વન્યા, ધરતી ખાવા ધાય.
</poem>
{{Poem2Open}}
'''[વીસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠમાઠ જામતા; પરંતુ હવે તો બાવા વાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઊડી ગયા છે. ધરતી ખાવા ધાય છે.]'''
{{Poem2Close}}
<poem>
::મત્યહીણા, તેં મારિયો, છાની કીધેલ ચૂક,
::ત્રૂટું ગરવાનું ટૂંક, બહારવટિયા, તું બાવલો!
</poem>
{{Poem2Open}}
'''[અને મતિહીન માનવી! તેં છાનામાના આવીને બાવા વાળાને માર્યો! એ મરતાં તો જો ગિરનારનું શિખર તૂટી પડ્યાું હોય એવું દુઃખ થાય છે.]'''
{{Poem2Close}}
<center>'''<big>કૅપ્ટન ગ્રાંટે પોતાના હાથે લખેલું વૃત્તાંત</big>'''</center>
{{Poem2Open}}
<big>હિ</big>ન્દુસ્તાન અને અરબસ્તાનના ચાંચિયા લોકો જે કાઠિયાવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે. ખા. ખે. ગાયકવાડ સરકારે દરિયાઈ લશ્કર સ્થાપ્યું હતું. એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના રેસિડેન્ટ કૅપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબઈ સરકારે ઈ. સ. 1802માં મને નીમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા, અને ઈ. સ. 1813માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહિ રાખવાની જરૂર જણાયાથી તેને કાઢી નાખ્યું, ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે ‘તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશિરનું સ્થાનક છોડી જમીનરસ્તે અમરેલી જવું અને ત્યાં ગાયકવાડના તથા કાઠિયાવાડના સરસૂબાને તમારા વહાણનો ચાર્જ સોંપવો.
રસ્તામાં મારા ઉપર એક કાઠી બહારવટિયો, નામે બાવા વાળો, એણે પાંત્રીસ ઘોડેસવારો સાથે હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો. મારી પાસે ફક્ત કૂમચી હતી. તેથી હું પોતે સામે થઈ શક્યો નહિ. પ્રથમ જ્યારે અમારે ભેટંભેટા થયા ત્યારે બાવા વાળાએ મને કહ્યું કે ‘મારા કામમાં તમારી સલાહ લેવાની છે’. આ બહાનું બતાવીને તેણે મને ઘોડેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા, એટલે ઘોડા ઉપર બેસીને તેની ટોળી સાથે મારે જવું પડ્યું. તેઓ ગીર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેઓએ મને બે માસ અને સત્તર દિવસ એક પહાડની ટોચ પર કેદી કરી રાખ્યો. આ સઘળો સમય બે હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તરવાર લઈને ચોકી કરતા હતા. દિવસ-રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હું સૂતો, તેમાં અપવાદ માત્ર બે રાત્રિ હતી. આ બે રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં મને તે ટોળી ફરજ પાડીને લઈ ગઈ. આ ફેરામાં પ્રસંગોપાત્ત મને ઘોડા ઉપર સવાર થવા દેતા પણ હરવખત એક જોરાવર ટોળી મને વીંટી વળતી, તેથી નાસી જવાની કોઈ પણ કોશિશ કરવી એ મારે માટે અશક્ય હતું.
બાવા વાળાને અનુકૂળ એક ગામમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો અને મારી સાથે ઘાતકી વર્તણૂક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડાં પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાનાં બાળકો રમતાં હોય તેનાં માથાં કાપી લેવાં. અને પછી પોતાના એ શાપિત પરાક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસનો ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે ‘મેં આટલાને માર્યા’ એમ જુવાન કાઠીઓ મગરૂબી કરતા અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોકસાઈથી સવાલ કરતા સાંભળ્યા કે ‘શું તમારી ખાતરી છે કે તમારા ભોગ થયેલાને તમે માર્યા જ છે?’ એનો એવો જવાબ મળ્યો કે ‘હા, અમે અમારી બરછીને તેમના શરીર સોંસરવી નીકળેલી જોઈ અને અમને ખાતરી થઈ છે કે તેઓ મરી ગયા.’ એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે ‘ભાઈ, બીજા કોઈ પ્રાણી કરતાં માણસને જીવથી મારવું વધારે વિકટ છે. જ્યાં સુધી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુઓ, ત્યાં સુધી એ મરી ગયો એમ ખાતરી ન રાખવી.’
કેટલીક વખત રાજા બાવા વાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાનો જમૈયો ઉગામીને એ પૂછતો કે ‘કેટલી વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારું મૃત્યુ નીપજે?’ હું જવાબ આપતો કે ‘હું ધારું છું, એક જ ઘાએ તમારું કામ પતી જાય. માટે હું આશા રાખું છું કે તેમ કરીને તમે મારા દુઃખનો અંત આણશો.’ તે જવાબ આપતો કે ‘તમે એમ ધારતા હશો કે હું તમને નહિ મારું! પણ માછી જેટલાં માછલાં મારે છે તેટલાં મેં માણસો માર્યાં છે. તમારો અંત આણતાં હું જરાયે વિચાર નહિ કરું. પરંતુ તમારી સરકાર મને મારો ગિરાસ પાછો અપાવે કે નહિ એ હું જોઉં છું. જો થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ.’
ટોળી લૂંટ કરવા બહાર નીકળતી ત્યારે ઘણો વખત ઊંઘ્યા કરતી. રાત્રિએ દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા. જ્યારે ઘોડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણખેંચ કરે કે તરત તેઓ ઊભા થઈ જતા. ખોરાકમાં બાજરાનો રોટલો અને મરચાં, ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ. મને પણ એ જ ખોરાક આપતા.
તેઓમાં બે જુવાન પુરુષો હતા, કે જેઓ મારા માટે કાંઈક લાગણી બતાવતા.** મારા છુટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિમ્મત આપતા. પ્રસંગોપાત્ત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલાં માણસ માર્યાં તે વિશે, અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા તે વિશે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે બાપડા કમનસીબ મનુષ્યોને પગે દોરડાં બાંધી, તેઓને ઊંધે માથે ગરેડીએથી કૂવામાં પાણીની સપાટી સુધી ઉતારતા ને ઉપર ખેંચતા. માગેલી રકમ આપવાની કબૂલાત ન કરે ત્યાં સુધી આ પ્રમાણે સીંચ્યા કરતા. કબૂલ થાય ત્યારે છૂટા કરીને કોઈ આડતિયા ઉપર હૂંડી અથવા કાગળ લખાવી લેતા ને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા.* * *
એક તોફાની રાત્રિ મારાથી નહિ વીસરાય. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીજાં હિંસક પશુઓ ગર્જના કરતાં હતાં. છતાં પણ મારું શું કરવું તે વિશે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરિયાદ કરતા હતા કે ‘સાહેબને કારણે અમે બબ્બે મહિનાથી જંગલમાં છીએ, બાયડી છોકરાં દાણા વગર ગામડામાં હેરાનહેરાન છે. તેથી અમે હવે રોકાવાના નથી.’ તેના સરદારે જવાબ દીધો કે ‘ચાલો, એને મારી નાખી બીજે ક્યાંક નાસી જઈએ’, પણ માણસોએ વાંધો બતાવ્યો કે ‘અંગ્રેજો લશ્કર મોકલીને અમારાં બાળબચ્ચાંને કેદ કરે ને દુઃખ આપે’. તેથી છેવટે એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છુટકારો પોલિટિકલ એજન્ટ કપ્તાન બેલેન્ટાઇન મારફત આ પ્રમાણે થયો : તેણે નવાબસાહેબને સમજાવ્યા કે ‘જે કાઠીઓએ બાવા વાળાનું પરગણું જોરજુલમથી લઈ લીધું છે તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવા વાળાને તેનો ગરાસ પાછો સોંપવો’. બાવા વાળાની ધારેલી મુરાદ બર આવી એટલે તેણે મને છોડ્યો.
મારી કેદ દરમિયાન મારા ઉપર જે દુઃખો પડ્યાં તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હું પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ! મને વળતું સવાર દેખાડીશ નહિ! એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બૂટ કાઢી શકાયાં નહિ. છેવટે મંદવાડથી નબળો થઈ ગયો ત્યારે જ બૂટ નીકળ્યાં. સખત ટાઢિયો તાવ આવવા લાગ્યો. તેની સાથે પિત્તાશયનો સોજો આવ્યો. આ સ્થિતિમાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું, એથી મને સન્નિપાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઊધઈ ચોંટેલી. તેવી સ્થિતિમાં રાત્રિએ ખેતરમાં રઝળતો પડેલો હું હાથ લાગ્યો. * * *
આ ઉદ્ગારોના ઉત્તરમાં મિ. સી. એ. કીનકેઈડ, આઈ. સી. એસ., પોતાના ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં લખે છે કે :
અલબત્ત, આપણે બધા જો એવી કેદમાં પડ્યા હોત, તો આપણે કૅપ્ટન ગ્રાંટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત, તેમ છતાં બાવા વાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક, બહારવટામાં નાનાં બચ્ચાંની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે, છતાં લડાઈની માફક બહારવટું પણ સુંવાળે હાથે તો નથી જ થઈ શકતું. કદાચ દુશ્મનોનાં ગામડાંવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે. તે કારણસર બહારવટિયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઇચ્છેલ હશે. પણ પકડાઈ જવાની બીકે ગઢમાં તો પેસી ન શકાય તેથી પાદરમાં જ એક-બે છોકરાંને દીઠાં, તેઓને મારી નાખી ચાલ્યા જતા હશે. બેશક, મુકામ પર જઈને તેઓ પોતાનાં પરાક્રમોની બડીબડી વાતો તો કરતા હશે જ. તે સિવાય કૅપ્ટન ગ્રાંટના સંબંધમાં તો બાવા વાળો મૂંઝવણમાં જ હતો. હેમિલ્કારે પોતાના પુત્ર હેનીબાલ ઉપર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવા વાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલી : ને ગ્રાંટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદી પણ અદા થઈ શકે તેમ નહોતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાઈથી ભોગવતા હતા, તે જ સંકટો અંગ્રેજને માટે તો અસહ્ય હતાં, ને જ્યારે એને સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવરૂપ જ લાગ્યો. એની બીમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી અને ભળતાં ગામડાંની કાઠિયાણીઓના ઠપકા ખવરાવતી.
<center>''''''</center>
{{Poem2Close}}
<center>'''‘<big>બાવા વાળો’ વારતાનાં પરિશિષ્ટ</big>'''</center>
<center>'''<big>1</big>'''</center>
{{Poem2Open}}
<big>મિ</big>. સી. એ. કિનકેઈડ પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના બીજા પ્રકરણમાં વિગતવાર લખે છે કે “રાણીંગ વાળો બહારવટે કેમ નીકળ્યો તે કથા કાઠિયાવાડી રિસાયતોની વહેલા કાળની ખટપટનો તેમ જ અધૂરા જ્ઞાનને કારણે બ્રિટિશ શાસન કેવી ભૂલો કરી બેસે છે તેનો હૂબહૂ નમૂનો પૂરો પાડે છે. રાણીંગ વાળાના બાપે બીજા વાળા કાઠીઓ સાથે ગીરમાં અ ા જમાવીને વીસાવદર અને ચેલણાનાં પરગણાં હાથ કર્યાં. સને 1782માં એ બધાએ પોતાનું રક્ષણ પ્રાપ્ત કરવા સારુ પોતાના કબજાનો અરધોઅરધ મુલક જૂનાગઢ રાજને આપી દીધો. પણ આ કાઠીઓનો પાડોશ ત્રાસરૂપ નીવડતાં નવાબે 1794માં પોતાને મળેલો આ વીસાવદર અને ચેલણાનો પ્રદેશ બાંટવા દરબારને શાદીની ભેટમાં આપી દીધો. બાંટવા દરબાર આ એકસંપીલા કાઠીઓને પૂરા ન પડી શકતા હોઈ તેણે ચાણક્યબુદ્ધિ વાપરી કાઠીઓની અંદરોઅંદર કંકાસ રોપ્યો. અને એકલા રાણીંગ વાળાને જ માત્રા વાળાની જમીન સોંપાવી દીધી, માત્રા વાળો બહારવટે નીકળ્યો, ને મલ્હારરાવ (કડીવાળા) નામના મરાઠા બંડખોર સાથે જોડાયો. પણ રાણીંગ વાળાએ મલ્હારરાવને દગલબાજીથી દૂર કર્યો, અને ગાયકવાડ સરકારની મદદથી એણે માત્રા વાળાનો બધો મુલક હાથ કરી લીધો. માત્રાએ છેવટ સુધી બહારવટું ખેડ્યું ને એના મૉત બાદ એની વિધવાએ પોતાના બાળ હરસૂર વાળા વતી કર્નલ વૉકરને અરજ હેવાલ કરી. કર્નલ વૉકરે બે ભૂલો કરી : એક તો એણે રાણીંગ વાળા પાસેથી માત્રા વાળાનો ગરાસ ખૂંચવી લઈ હરસૂરને સોંપ્યો. આ ખોટું હતું કેમ કે રાણીંગ વાળાએ તો આ મુલક બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે મેળવી લીધો હતો. ને બીજી ભૂલ એણે રાણીંગ વાળાને પોતાનો ભાગ પણ ખૂંચવી લઈ હરસૂર વાળાને સોંપી દેવાની કરી.
બાવા વાળાના બાપ રાણીંગ વાળાનું ચારણી બિરદ-કાવ્ય :
{{Poem2Close}}
<poem>
::બલાં આગ હલાં કરી બાબીએ હામદે
::મામલે કુંડલે ધોમ માતી,
::વાઘહરે <ref>વાઘહરે — વાઘા વાળાના પુત્રે (રાણીંગ વાળાએ).</ref> આરબાંને ઝાટકે વાંતર્યા
::રાણંગે કરી બજાર રાતી. [1]
::મસો કે’ હાય ઘર ગિયું મોરારજી!
::કાપ્ય થાણા તણી ઘાણ્ય કાઢી,
::ગોતીઓ શેરીએ મિંયા એક ના મળે
::દડા <ref>જેમ.</ref>  શેરીએ રડે દાઢી. [2]
::મોબતે ખાન રે કરી ઝટપટ મને
::(નકર) ટળી જાત દલભજી તણો ટીલો.
::અડજંતર કાંધહર કોટસું આટકત
::ઝાટકત સતારા તણો જીલો.[3]
</poem>
{{Poem2Open}}
[અર્થ : જૂનાગઢના નવાબ હામદખાન બાબીએ હલ્લો કર્યો. વાઘના પુત્ર રાણંગે આરબોને તરવારને ઝાટકે (સોપારીનો ચૂરો કરે તેમ) વાતરી નાખ્યા અને રાણંગે શહેરની બજાર (શત્રુના રક્તથી) રાતી રંગી નાખી. મસો (એ નામનો કોઈ જૂનાગઢી અમલદાર) કહે છે કે હાય હાય મોરારજી (જૂનાગઢી અધિકારી)! આ તો ઘર ગયું. આખા થાણાનો ઘાણ રાણીંગે કાઢી નાખ્યો. શેરીમાં કોઈ મિયાં (જૂનાગઢી સિપાહી) શોધ્યો જડતો નથી. અને દાઢીઓ (દાઢીદાર સિપાહીઓનાં મસ્તકો) તો શેરીઓમાં દડાની જેમ રડી રહેલ છે. મોહબતખાનના પુત્રે (નવાબે) મનમાં ઝડપ કરી. નહિતર દુલભજી તણું ટીલું ટળી જાત. (અર્થ સમજાતો નથી.) કાંધા વાળાનો વંશજ રાણંગ તો બુંદી કોટા સાથે આફળત અને સતારા જિલ્લાને તારાજ કરી નાખત.]
રાણીંગ વાળો એક પગે લૂલો હતો. ચારણે તેનો દુહો કહ્યો છે કે —
{{Poem2Close}}
<poem>
::કર જેમ કાઠીડા, પગ હત પાવરના ધણી,
::તો લેવા જાત લંકા, રાવણવાળી રાણગા.
</poem>
<center>'''<big>2</big>'''</center>
{{Poem2Open}}
આ પ્રસંગે પિત્રાઈઓએ એમ કહેલું કે “બાવાના હાથમાં તો ધોકો રે’શે” એ પરથી ઠપકારૂપે મૂળુભાઈ વરસડા નામના ચારણે એક કાવ્ય રચેલું તે મારી નોંધપોથીમાંથી જડતા ટપકાવું છું :
{{Poem2Close}}
<poem>
::સજી હાથ ધોકો ગ્રહે કરે મંત સાધના,
::થિયો નવખંડમાં ભૂવો ઠાવો,
::ચાકડે દોખિયું તણી ધર ચડાવવા,
::બાપ જેમ ધમસ હલાવે બાવો. [1]
::ગામડે ગામડે ઢોલ વહરા ગડે,
::આજ ત્રહું પરજ વચ નહિ એવો,
::વેરીઆં પટણ ત્યાં દટણ લઈ વાળવા,
::જગાડ્યો ધૂંધળીનાથ જેવો.[2]
::ધરા વાઘાહરો ચાસ નૈ ઢીલવે <ref>ઢીલવે — મોળી ન મૂકે.</ref>
::દળાંથંભ રાણથી બમણ દોઢો,
::ચકાબંધ વેર બાવાતણું ચૂકવો,
::પરજપતિ મેડીએ ત દન <ref>ત દન — તે દિવસે.</ref>  પોઢો. [3]
</poem>
{{Poem2Open}}
[અર્થ : હાથમાં ધોકો લઈને આ બાવો મંત્રની સાધના કરે છે. નવેય ખંડ પૃથ્વીનો એ ભૂવો બન્યો છે. દુશ્મનોની (દોખિયું તાણી) ધરાને ચાકડે ચડાવવા માટે બાપાની પેઠે જ બાવો ધમધમી રહ્યો છે. ગામડેગામડે ભીષણ ઢોલ બજે છે. આજે ત્રણ જાતના કાઠીઓ વચ્ચે કોઈ એવો નથી. વેરી જનોનાં પાટણો (શહેરો)ને સ્થાને ડટ્ટણ કરી નાખવા માટે એને તો જોગી ધૂંધળીનાથ (કે જેણે મુંગીપુર, વલભીપુર વગેરે નગરોનું શાપથી દટ્ટણ કરી નાખ્યું છે) માફક જગાડ્યો છે. વાઘાનો પૌત્ર એક ચાસ પણ ધરતીને ઢીલી નહિ મૂકે. દળો (લશ્કરો)ને થંભાવનાર આ બાવો તો બાપ રાણીંગથી દોઢેરો બળવાન છે. ને હે ધરતીપતિઓ! જે દિવસ આ બાવાનું વેર ચુકાવી આપશો તે દિવસે જ તમે મેડીએ ચડીને પોઢી શકશો.
{{Poem2Close}}
<center>'''<big>3</big>'''</center>
{{Poem2Open}}
બાવા વાળાના વિવાહનું એક ચારણી કાવ્ય મને ગીરના પ્રવાસે જતાં તુલસીશ્યામની જગ્યામાં 1928માં કાઠીઓના એક બારોટે ઉતરાવેલું; પણ એ બારોટ બંધાણી હોઈને એની યાદશક્તિ ખંડિત થયેલી, જેથી કાવ્ય પણ મહામુશ્કેલીએ આવી સ્થિતિમાં મળી શકેલું. એના આ બીજા લગ્નપ્રસંગનું કાવ્ય લાગે છે :
{{Poem2Close}}
<center>'''<big>[કુંડળિયા]</big>'''</center>
<poem>
::ગાવાં શક્તિ સબગરૂ, આપે અખર અથાવ
::વડ ત્યાગી વિવાઈ તો રાણ પરજ્જાં રાવ.
::રાણ પરજ્જાં રાવ કે ગીતાં રાચિયો,
::નરખી તો ભોપાળ રાંક-દખ નાસિયો,
::કીજે મેર ગણેશ, અરજ્જું કા’વીએં
::લંગડો પરજાંનો જામ ગણેશ લડાવીએં.
::સર ફાગણ ત્રીજ શુદ, પાકાં લગન પસાય,
::વાર શુકર અડસઠરો વરસ, મૂરત ચોખા માંય.
::મૂરત ચોખા માંય કે સઘન મગાવિયા,
::લાખાં મણ ઘી ખાંડ સામાદાં લાવિયા,
::બોળાં ખડ જોગાણ ખેંગા ને બાજરા,
::વાળો મોજ વરીસ દન વીમાહરા.
::બ્રાહ્મણ બસીએ ભેજિયો, લગન સુરંગા લખાય
::વાળા ઘેરે મોતાવળ, વેગે લિયા વધાય.
::વેગે લિયા વધાય કે જાંગી વજ્જિઆ,
::ગેહે રાણ દુવાર ત્રંબાળુ ગજ્જિઆ,
::શરણાયાં સેસાટ વેંચાઈ સાકરાં,
::ઠારોઠાર આણંદ વધાઈ ઠાકરાં.
::નવખંડ રાણે નોતર્યાં, દેસપતિ સરદાર
::કેતા વિપ્ર કંકોત્રીઆ આયા ફરી અસવારા.
::આયા ફરી અસવાર નોત્રાળુ આવિયા,
::ગણીઅણ રાગ ઝકોળ ખંભાતી ગાવિયા,
::અમલારા ધસવાટ પીએ મદ આકરા,
::ઠાવા પ્રજભોપાળ કચારી ઠાકરા.
::ફુલેકે ધજા ફરે રંગભીનો પ્રજરાવ
::રમે ગલાલે રાવતાં છત્રપતિ નવસાવ.
::છત્રપતિ નવસાવ સારીખા ચોહડા,
::જોધાણારા જામ કે લોમા જેહડા,
::સામતિયો કોટીલ ચંદ્રેસર સૂમરો,
::અરવે વેગડ રામ દલીરો ઊમરો.
::સે કોઈ આયા ભડ ચડી, રડે ત્રંબાળાં રાવ
::બાવલે મોડ બંધિયો નવરંગી નવસાવ.
::નવરંગી નવસાવ ઘરાવી નોબતાં,
::ભાયાણો ભોપાળ, ઉંઘલિયો અણભત્યાં,
::લાખી કા લટબેર પલાણ્યા લાખરા,
::ફુલિયા ફાગણ માસ વનામેં ખાખરા.
::કોટિલા બસિયા કમંધ, સોઢા તેમ ચહુવાણ,
::વેંડા હુદડ ને વિકમ…
::લાખો દોસી લુંઘીએ ભર રેશમરા ભાર
::રાણે વટ દઈ રાખિયા સાળુ રેટા શાલ.
::સાળુ રેટા શાલ દુપેટા સાવટુ
::પીતાંબર વણપાર કેરાતા કેપટુ
::વાટ્યાં નવરંગ થાન કે કમ્મર વેલીઆં
::સોળા ગાય સોરંગ ઓઢી સાહેલીઆં.
::હેઠઠ જાન હિલોહળાં સામપરજ પતસાવ,
::આવીને ગડથે ઊતર્યો રાણ દલીપત રાવ.
::રાણ દલીપત રાવ ભરણ બથ આભરી
::આગ બસીઓ જેઠસૂર વાળાની બરાબરી
::તંબૂ પચરંગી કે પાદર તાણીઆ
::અમીરારા ખેલ કે માંડવ આણીઆ.
</poem>
<center>'''<big>અર્થ</big>'''</center>
{{Poem2Open}}
સર્વની ગુરુ એ શક્તિને હું ગાઉં છું (ગાવાં) કે જેથી એ મને અખૂટ અક્ષરો (અખર) આપે. આજે પરજો (કાઠીની શાખાઓ)નો રાણો, મહાત્યાગી વિવાહિત છે.
પરજોનો રાજવી ગીતોથી રાચ્યો. તને નીરખીને હે ભૂપાલ! રંકોનું દુઃખ નાસી ગયું. હે ગણેશ! તને અરજ કરીએ છીએ કે મહેર કરજે. પરજોના પતિ એ લંગડા ગણેશને અમે કવિ લાડ લડાવીએ છીએ.
ફાગણ સુદ ત્રીજ, વાર શુક્ર અને 1868નું વર્ષ — એ દિને ચોખ્ખાં મુરતનાં પાકાં લગ્ન મંગાવ્યાં.
ચોખ્ખાં મુરતનાં લગ્ન મંગાવ્યાં. લાખો મણ ઘી ને ખાંડ લેવાયાં. ઘોડાં માટે બહોળા ઘાસ અને ચંદી માટે બાજરા મગાવ્યા. મોજના (બક્ષિસોના) દેનાર વાળાને ઘેર વિવાહના દિન હતા.
બસિયા કાઠીએ ગળથ ગામથી લગ્ન લખીને મોકલ્યાં, ને વાળાને ઘેરે એ લગ્ન મોતાવળે વધાવ્યાં.
વેગે લગ્ન વધાવી લીધાં. જાગી ઢોલ વાગ્યાં, રાણીંગને દ્વારે ત્રંબાળુ વાગ્યાં, શરણાઈઓના શોર બજ્યા, સાકર વહેંચાઈ.
રાજવીએ નવખંડના દેશપતિઓને નોતર્યા. કેટલાય બ્રાહ્મણો કંકોતરી લઈ લઈને ફરી આવ્યા.
ગુણીજનો (ગણીઅણ) ખંભાતી રાગ ગાવા લાગ્યા. અફીણના કસુંબા અને જલદ મદિરા પીવાવા લાગ્યાં.
રંગભીનો બાવલ (બાવા વાળો) ફુલેકે ફર્યો. રાજવીઓ ગવાલે રમવા લાગ્યા — લોકો, સામંત કોટીલો, ચંદ્રસેન સુમરો, રામ વેગડ વગેરે બધા.
નવરંગ વરરાજા (નવસાવ) ઊઘલ્યો, નોબતો ઘોરી ઊઠી. લાખેણા ઘોડીલા ઉપર રાજવીઓ પલાણ્યા, ને તેઓ ફાગણ માસે વનમાં ફૂલેલા ખાખરા (કેસૂડાનાં ઝાડ) જેવા દેખાયા.
લુંઘિયા ગામના લાખા દોશી પાસેથી રેશમના સાળુ, રેટા, શાલદુશાલા અને પીતાંબર અને પટુ ખરીદીને બધાને વહેંચણી કરી ને એ સોરંગી સાળુ ઓઢીને સાહેલીઓ લગ્નગીત (સોળા) ગાવા લાગી.
જળ-મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ. ચાંપરાજે એ ભાઈબંધને કહેરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ મા.”
માંડવડેથી કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર-પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઊના રોટલા, ગોરસ અને ખાંડેલ સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારુ તૈયાર ટપકે થઈ ગયાં અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી; માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા.
{{Poem2Close}}
-----------------------------------------------------------------
<br>
{{HeaderNav2
|previous = 2. નાથો મોઢવાડિયો
|next = 4. ભીમો જત
}}
<br>
26,604

edits