સ્ટેચ્યૂ/કાગડો ધોળા દિવસનું અંધારું છે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
‘દાદાજી, પિતૃઓ કાગડો બનીને શું કામ આવે છે? એ મોર, પોપટ કે કાબર બનીને કેમ નથી આવતા?'

મારો સવાલ સાંભળીને દાદાજી થોડુંક હસતા અને પછી કહેતા :  

‘કાગડો ધોળા દિવસનું અંધારું છે.’
‘કાગડો ધોળા દિવસનું અંધારું છે.’
એ ક્ષણે દાદાજીનું આ વિધાન મને સમજાયું નહોતું પણ આ વિધાન મારી સ્મૃતિમાં એટલું બધું જડાઈ ગયું છે કે હું હજી સુધી ભૂલી શક્યો નથી. મારી શૈશવ અવસ્થામાં હું આ વિધાનનો અર્થ નહોતો સમજી શક્યો પણ આજે હું કાગડો ધોળા દિવસનું અંધારું કઈ રીતે છે તે બરાબર સમજી શક્યો છું. હવે કાગડાઓને જોવાની મારી દૃષ્ટિ બદલાઈ ગઈ છે. પહેલાં તો હું આકાશમાં બે પાંખથી ઊડતાં અને કાઉ કાઉ કાઉ કરતા અકારા કાગડાને જોતો હતો. હવે મને કાગડામાં ઊડતું અંધારું દેખાય છે. જેમ કપાસના ખેતરમાંથી ઊજળા રૂનો પૉલ ઊડતો હોય એમ અંધારાના ખેતરમાંથી પૉલની જેમ કાળા કાગડાઓ ઊડ્યા કરે છે.

અહીં સમજવાનો મુદ્દો એ છે કે એક દિવસ આપણા પિતૃઓ દિવસનું ઝાકમઝોળ... અજવાળું હતા. આજે એ પિતૃઓ અંધારું બની ગયા છે. ભાદરવા મહિનામાં આપણે ઘરના છાપરે અંધારું બોલાવીએ છીએ. કોઈ સવારે ડેલીએ કાગડો બોલ એટલે મહેમાન થઈને એક દિવસ અંધારું તમારે આંગણે જરૂર આવશે એનો જાસો તમને મળી જાય છે. આપણે નિસરણી મૂકીને છાપરે વાસ નાખીએ છીએ ત્યારે કૃતજ્ઞતાની સ્મૃતિનો ઉત્સવ ઉજવાય છે. આપણી આંખમાં સ્મૃતિનું ચપટીક અજવાળું સચવાઈ રહ્યું છે. એટલે જ છાપરાં ઉપર અંધારાને તેડું મોકલીએ છીએ.