હરીશ મીનાશ્રુની કવિતા/કથા પ્રેમની કહું તને અથથી ઇતિ

કથા પ્રેમની કહું તને અથથી ઇતિ

કથા પ્રેમની કહું તને અથથી ઇતિ
वृथा कि करोषि झटिति झटिति

સ્વયં સૂર્ય રૂપે હવે ઝળહળે છે
હતી જળ ને શેવાળની રમ્ય પ્રીતિ

સ્મૃતિની ઘડી છે, સ્વયંવર રચી દો
નથી આજ જોવાં મુહૂર્તો કે મિતિ

હવે અન્ય ગ્રંથો હું શું કામ વાંચું
નયનથી ઝરે ગૂઢ વૈદૂર્યનીતિ

વિકટ શબ્દ વિલસે નરી વ્યંજનામાં
નથી જ્યાં જરી વ્યાકરણ જેવી ભીતિ