૩૩ કાવ્યો/આ હાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 00:52, 28 March 2024

આ હાથ

આ હાથ મારો પ્રિય મૃત્યુને વર્યો!
પરંતુ એ જે ક્ષણથી તને ગમ્યો,
તારા વળી હાથ વિશે રહી રમ્યો,
રે ત્યારથી તો નિત અમૃતે ભર્યો!

૨૭–૭–૧૯૫૭