(3 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |

| {{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}| | | |
| {{Poem2Open}}
| | {{Box |
| {{color|blue|ભોલાભાઈ ની સ્મૃતિ }}
| | |title = પ્રારંભિક |
| વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય,
| | |content = |
| ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય;
| | * [[૮૬મે/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,
| | * [[૮૬મે/પ્રારંભિક | પ્રારંભિક]] |
| {{Poem2Close}}
| | * [[૮૬મે/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[૮૬મે/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |

| == અભિસારિકા-૧ == | | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[૮૬મે/અભિસારિકા-૧|1 અભિસારિકા-૧]] |
| | * [[૮૬મે/અભિસારિકા-૨|2 અભિસારિકા-૨]] |
| | * [[૮૬મે/મળતા નથી, બોલતા નથી|3 મળતા નથી, બોલતા નથી]] |
| | * [[૮૬મે/કોના તોલે તોલવું?|4 કોના તોલે તોલવું?]] |
| | * [[૮૬મે/બંધન–મુક્તિ|5 બંધન–મુક્તિ]] |
| | * [[૮૬મે/તમને જે અજાણ|6 તમને જે અજાણ]] |
| | * [[૮૬મે/બળો છો ને બાળો છો|7 બળો છો ને બાળો છો]] |
| | * [[૮૬મે/દયા ખાશો નહિ|8 દયા ખાશો નહિ]] |
| | * [[૮૬મે/શું તમારું મન મેલું નથી?|9 શું તમારું મન મેલું નથી?]] |
| | * [[૮૬મે/આ મારો અહમ્|10 આ મારો અહમ્]] |
| | * [[૮૬મે/એક જ્યોત|11 એક જ્યોત]] |
| | * [[૮૬મે/ભ્રષ્ટ નહિ કરું|12 ભ્રષ્ટ નહિ કરું]] |
| | * [[૮૬મે/મિથ્યા નથી આ પ્રેમ|13 મિથ્યા નથી આ પ્રેમ]] |
| | * [[૮૬મે/અતિપ્રેમ|14 અતિપ્રેમ]] |
| | * [[૮૬મે/અતિલજ્જા|15 અતિલજ્જા]] |
| | * [[૮૬મે/અંત–અનંત|16 અંત–અનંત]] |
| | * [[૮૬મે/ડોલશો નહિ|17 ડોલશો નહિ]] |
| | * [[૮૬મે/પાછા જવાશે નહિ|18 પાછા જવાશે નહિ]] |
| | * [[૮૬મે/વરસોનાં વરસો|19 વરસોનાં વરસો]] |
| | * [[૮૬મે/તમે ક્યાં વસો છો?|20 તમે ક્યાં વસો છો?]] |
| | * [[૮૬મે/સ્વપ્નમાં|21 સ્વપ્નમાં]] |
| | * [[૮૬મે/મૃત્યુ પૂર્વે મરીએ છીએ|22 મૃત્યુ પૂર્વે મરીએ છીએ]] |
| | * [[૮૬મે/આપણે બે પ્રેત|23 આપણે બે પ્રેત]] |
| | * [[૮૬મે/વિસ્મય|24 વિસ્મય]] |
| | * [[૮૬મે/મિલન, વિરહ|25 મિલન, વિરહ]] |
| | * [[૮૬મે/સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન|26 સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન]] |
| | * [[૮૬મે/ત્યાશીમે (ચિંતન પરીખ માટે)|27 ત્યાશીમે (ચિંતન પરીખ માટે)]] |
| | * [[૮૬મે/ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)|28 ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)]] |
| | * [[૮૬મે/પંચાશીમે|29 પંચાશીમે]] |
| | * [[૮૬મે/છ્યાશીમે|30 છ્યાશીમે]] |
| | * [[૮૬મે/કવિ! તમે ક્યાં છો?|31 કવિ! તમે ક્યાં છો?]] |
| | * [[૮૬મે/ગાઈ રહ્યાં|32 ગાઈ રહ્યાં]] |
| | * [[૮૬મે/અવકાશને માનવતાથી મઢીશ હું|33 અવકાશને માનવતાથી મઢીશ હું]] |
| | * [[૮૬મે/પક્ષીદ્વીપ|34 પક્ષીદ્વીપ]] |
| | * [[૮૬મે/આ ન્યૂ યૉર્ક નામે પંખી|35 આ ન્યૂ યૉર્ક નામે પંખી]] |
| | * [[૮૬મે/સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી|36 સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી]] |
| | * [[૮૬મે/ન-કશાનું નગર|37 ન-કશાનું નગર]] |
| | * [[૮૬મે/બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો|38 બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો]] |
| | * [[૮૬મે/સમય છે અને સમય નથી|39 સમય છે અને સમય નથી]] |
| | * [[૮૬મે/સહ્યા કર્યું|40 સહ્યા કર્યું]] |

| <poem>

| પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?

| {{space}} તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
| | {{HeaderNav2 |
| {{space}} તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
| | |previous = |
| {{space}} તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| {{space}} તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?

| {{space}} તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?

| {{space}} તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?

| {{space}} તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == અભિસારિકા-૨ ==

| <poem>

| સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા,

| {{space}} હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.

| {{space}} હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;

| {{space}} હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;

| {{space}} હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.

| {{space}} હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,

| {{space}} હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;

| {{space}} હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == મળતા નથી, બોલતા નથી ==

| <poem>

| સ્ત્રી": એક તો તમે મને મળતા નથી,

| {{space}} ઓચિંતા જો મળો તો બોલતા નથી;

| {{space}} ગયા તે ગયા, પાછા વળતા નથી;

| {{space}} હૃદયમાં શું છે તે ખોલતા નથી.

| {{space}} એને પથ્થર શું પોચા પડ્યા

| {{space}} તે વિધાતાએ તમને ઘડ્યા?

| {{space}} એકેય બાજુ તમે ઢળતા નથી,

| {{space}} આસનથી ક્યારેય ડોલતા નથી.

| {{space}} છો હું એકાન્તમાં ડરી જાઉં,

| {{space}} હું એકલતાથી મરી જાઉં;

| {{space}} શો તમારો અહમ્ તે ચળતા નથી,

| {{space}} મેરુની સાથે એને તોલતા નથી.

| {{સ-મ|૨૦૧૧}}

| </poem>

| == કોના તોલે તોલવું? ==

| <poem>

| પુરુષ: મળવું તો છે, ક્યાં મળવું? બોલવું તો છે, શું બોલવું?

| {{space}} હૃદય ખાલી હોય, તો અમથું અમથું શું ખોલવું?

| {{space}} વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી,

| {{space}} પૂર્વે જોયું’તું તે લાસ્ય જોયું નથી;

| {{space}} ડોલવું તો છે, પણ હવે કોના તાલેતાલે ડોલવું?

| {{space}} વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું,

| {{space}} પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું;

| {{space}} તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું?

| {{સ-મ|૨૦૧૧}}

| </poem>

| == બંધન–મુક્તિ ==

| <poem>

| સ્ત્રી": તમે મને બાંધી નહિ શકો.

| પુરુષ": તમને બાંધી નહિ શકું તો તમે કશું લાધી નહિ શકો.

| {{space}} પ્રેમમાં બંધન એ બંધન નથી, એ તો મુક્તિ;

| {{space}} બંધાવું ને બાંધવું, એ તો બે હૃદયની યુક્તિ;

| {{space}} જો તમે બંધાશો નહિ તો તમે પ્રેમને સાધી નહિ શકો.

| {{space}} કોઈ તમને બાંધી ન શકે તો હશે શૂન્યતા;

| {{space}} હશે એકાન્ત, હશે એકલતા, હશે ન્યૂનતા;

| {{space}} તો એ પછી તમે પ્રેમના તાણાવાણાને સાંધી નહિ શકો,

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == તમને જે અજાણ ==

| <poem>

| સ્ત્રી": તમે મને મળ્યા તે પ્હેલાં તમે મારે વિશે જાણ્યું હોત તો સારું થાત!

| પુરુષ": તો તો હું તમને મળ્યો જ ન હોત ને! તો તમારું જીવન ખારું થાત!

| સ્ત્રી": મળ્યા છતાં તમે મારે વિશે ક્યાં કશું જાણો છો?

| {{space}} મળ્યા છતાં મિલનમાં વિરહને જ માણો છો!

| {{space}} મળ્યા જ ન હોતને તો આવા જીવનથી મૃત્યુ મને વધુ પ્યારું થાત!

| પુરુષ": હવે તમારે વિશે તમે ન જાણો તે જાણું છું,

| {{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું;

| {{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?

| {{સ-મ|૨૦૧૨}}

| </poem>

| == બળો છો ને બાળો છો ==

| <poem>

| તમે તો બળો છો ને બાળો છો,

| એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો?

| તમારે બળવું હોય તો બળો, ના નથી,

| તમે બીજાને પણ બાળો એમાં હા નથી;

| છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો.

| પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે,

| શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે?

| એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો?

| {{સ-મ|૨૦૧૧}}

| </poem>

| == દયા ખાશો નહિ ==

| <poem>

| હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,

| તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.

| દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,

| એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;

| એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;

| એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.

| હવે ભલે હું સદાય એકાંતમાં રહું,

| ભલે હું સદાય એની એકલતા સહું;

| પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’

| એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.

| {{સ-મ|૨૦૧૧}}

| </poem>

| == શું તમારું મન મેલું નથી? ==

| <poem>

| હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?

| જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,

| :::::: ‘ના, એ ઘેલું નથી.’

| જો જે ને તે એને તરડતું હોય,

| જેને ને તેને એ ખરડતું હોય;

| તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.

| જો કોઈની કાયા-છાયા જોઈ હોય,

| કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;

| તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

| {{સ-મ|૨૦૧૨}}

| </poem>

| == આ મારો અહમ્ ==

| <poem>

| આ મારો અહમ્ મને કેટકેટલો નડી રહ્યો,

| વરસોનાં વરસોથી એ મારી સાથે કેટકેટલો લડી રહ્યો.

| જીવનમાં એક વાર પ્રેમ આવ્યો’તો મારે બારણે,

| ઘરમાં પ્રવેશી ન શક્યો મારા અહમ્ને જ કારણે;

| રાહુની જેમ જ્યાં ને ત્યાં આમ સદા એનો પડછાયો પડી રહ્યો.

| ચિરકાલનું એ બંધન હશે? કદીક તો તૂટશે!

| કે પછી શું એ મારા મૃત્યુની સાથે સાથે જ છૂટશે?

| અસહાય એવો મારો પ્રાણ એકાન્તમાં મૂગો મૂગો રડી રહ્યો.

| {{સ-મ|૨૦૧૨}}

| </poem>

| == એક જ્યોત ==

| <poem>

| હવે મને કોઈ દુ:ખ નથી,

| હવે મને તમારા દેહની ભૂખ નથી.

| મેં તમારી આ આંખોમાં એક જ્યોત જોઈ,

| ને તમારી આંખોમાં મેં મારી આંખો પ્રોઈ;

| એ જ્યોતની જ્વાળામાં શું ઝાઝું સુખ નથી?

| હવે આપણા દેહમાં ક્યાંય કામ નથી,

| આપણાં કોઈ રૂપ ને કોઈ નામ નથી;

| હવે આપણે પરસ્પર સન્મુખ નથી.

| {{સ-મ|૨૦૧૦}}

| </poem>

| == ભ્રષ્ટ નહિ કરું ==

| <poem>

| હું તમને કદી ભ્રષ્ટ નહિ કરું.

| બીજાઓની જેમ તમારું માન-સન્માન કદી નષ્ટ નહિ કરું.

| ભલે તમે આભ જેવા અચલ હો,

| ભલે તમે અબ્ધિ જેવા ચંચલ હો;

| તમે શું છો એ જાણવાનું, પ્રમાણવાનું કદી કષ્ટ નહિ કરું.

| હું શું છું તે તમે જાણી નહિ શકો,

| મારું હૃદય પ્રમાણી નહિ શકો;

| એનું જે કંઈ રહસ્ય છે તે તો તમને કદી સ્પષ્ટ નહિ કરું.

| {{સ-મ|૨૦૧૨}}

| </poem>

| == મિથ્યા નથી આ પ્રેમ ==

| <poem>

| તમે ક્હો છો, ‘મિથ્યા, મિથ્યા, મિથ્યા, મિથ્યા છે આ પ્રેમ.’

| સૂર્ય, ચન્દ્ર, તારા સૌ સત્ય ને મિથ્યા માત્ર પ્રેમ?

| આકાશથીય વધુ અસીમ છે આ પ્રેમ,

| સમુદ્રથીય વધુ અતલ છે આ પ્રેમ,

| પૃથ્વીથી પણ વધુ વિપુલ છે આ પ્રેમ,

| કાળથીય વધુ નિરવધિ છે આ પ્રેમ,

| વિશ્વ જ્યારે ન’તું ત્યારેય હતો આ પ્રેમ,

| વિશ્વ નહિ હોય ત્યારેય હશે આ પ્રેમ,

| સત્યનો પર્યાય નહિ, સ્વયં સત્ય છે આ પ્રેમ,

| ના, નથી, નથી, નથી, નથી, નથી મિથ્યા આ પ્રેમ.

| {{સ-મ|૨૦૦૮}}

| </poem>

| == અતિપ્રેમ ==

| <poem>

| આપણે ‘અતિ સર્વત્ર વર્જયેત્’નું સૂત્ર કદી પાળ્યું નહિ,

| પરસ્પર પ્રેમમાં એવા અંધ કે આઘું પાછું ન્યાળ્યું નહિ.

| વર્ષાઋતુની નદીની જેમ ધસમસ ધસ્યા હર્યું,

| વચ્ચે વચ્ચે વમળોને સદા ચૂપચાપ હસ્યા કર્યું;

| જેણે બન્ને તટ તોડ્યા એ પ્રલયના પૂરને ખાળ્યું નહિ.

| હવે સદા વિરહના અગ્નિમાં જ બળવાનું,

| હવે અંતે એક માત્ર મૃત્યુમાં જ મળવાનું;

| પ્રેમની પાવક એવી જ્વાળામાં તૃષ્ણાનું તૃણ બાળ્યું નહિ.

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == અતિલજ્જા ==

| <poem>

| મેં કહ્યું, ‘મારી સામે જુઓ!’ ત્યાં તમે આંખો મીંચી,

| મેં કહ્યું, ‘જરીક ઊંચે જુઓ!’ ત્યાં તમારી દૃષ્ટિ તો નીચી ને નીચી.

| હવે તમે તમારા અંતરના એકાંતમાં શું જોતાં હશો?

| તમારી અંતર્યાત્રી મૂર્તિને જોઈ જાતને શું ખોતાં હશો?

| તમે લજામણીના છોડ પર એવા કેવા જલની ધારા સીંચી?

| તમે આંખો મીંચી, તે તમારી લજ્જા એવી તે કેવી કઠોર?

| તમે ઊંચે મારી સામે ન જુઓ, એ એવી તે કેવી નઠોર?

| તમે એને હુલાવી-ઝુલાવી! એવા કેવા હેમના હિંડોળે હીંચી?

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == અંત–અનંત ==

| <poem>

| તમે ક્હો છો, ‘હવે તમને હું નહિ ચહું,

| હવે આ પ્રેમની પીડાને હું નહિ સહું,

| સદેહે તમારી સન્મુખ હું નહિ રહું,

| આ હાથમાં તમારો હાથ હું નહિ ગ્રહું,

| તમારી વિરહવ્યથાને હું નહિ લહું.’

| ‘તમને નહિ ચહું’ એવું હું નહિ કહું,

| વિરહની વ્યથા કદીય હું નહિ વહું,

| સદેહે છો ન હો, દેહને હું નહિ દહું.

| {{સ-મ|૨૦૦૮}}

| </poem>

| == ડોલશો નહિ ==

| <poem>

| બોલવું નથીને? તો બોલશો નહિ,

| અમથું અમથું હૃદય ખોલશો નહિ.

| હું જે આ બોલું છું તે તો સુણશોને?

| મૂંગા મૂંગા તમે એને ગુણશોને?

| મારા આ શબ્દને મૌનથી તોલશો નહિ.

| હું પણ જો ન બોલું તો શું સૂણશો?

| પછી શું ‘પ્રેમ, પ્રેમ,’ એમ ધૂણશો?

| ન બોલો, ન સુણો તો હવે ડોલશો નહિ.

| {{સ-મ|૨૦૧૦}}

| </poem>

| == પાછા જવાશે નહિ ==

| <poem>

| આટલે આવ્યાં પછી પાછાં જવાશે નહિ,

| પરસ્પર મળ્યાં તે પૂર્વે જેવાં હતાં તેવાં પાછાં થવાશે નહિ.

| આશ્ચર્યો-વિસ્મયોની કથા": આપણો પ્રેમ

| હજુ એમ થાય": ‘એ પ્રેમ હતો કે કેમ?’

| આયુષ્યની વસંતનાં રહસ્યમય વર્ષો પાછાં લવાશે નહિ.

| હવે પછી આપણો પ્રેમ શું ધન્ય થશે?

| ભાવિના પડદા પછવાડે શું શું હશે?

| આયુષ્યની શરદનું આભ શું આપણા ચિત્તમાં છવાશે નહિ?

| {{સ-મ|૨૦૧૦}}

| </poem>

| == વરસોનાં વરસો ==

| <poem>

| વરસોનાં વરસો જોતજોતામાં વહી ગયાં,

| તમારે ન ભૂત કે ન ભવિષ્ય, તમે એવા ને એવા રહી ગયા.

| તમે ક્ષણની સાથે જાતને એવી બાંધી,

| કે એ જ ક્ષણ પછી અનંત રૂપે વાધી,

| તમે માન્યું જાણે તમને સમાધિ લાધી.

| વરસોનાં વરસો તો તમને ‘આ મૃત્યુ છે, મૃત્યુ છે.’ કહી ગયા.

| તમે જાતને અનંત સાથે સાંધી ન’તી,

| તમારી સમાધિ સહજ સમાધિ ન’તી;

| તમે એને તમારા અહમ્થી સાધી હતી.

| વરસોનાં વરસો તમે મૃત્યુને જીવન માનીને સહી ગયાં.

| {{સ-મ|૨૦૧૨}}

| </poem>

| == તમે ક્યાં વસો છો? ==

| <poem>

| તમે ક્યાં વસો છો?

| જાણું નહિ કે તમે રડો છો કે હસો છો!

| તમે આંસુ સારો,

| ::: મને ભીંજવી ન શકે;

| તમે સ્મિત ધારો,

| ::: મને રીઝવી ન શકે;

| એમ તમે નિત દૂર ને દૂર ખસો છો!

| પાસે નહિ આવો?

| ::: પાછું નહિ વળવાનું?

| કશું નહિ ક્હાવો?

| ::: મૃત્યુમાં જ મળવાનું?

| જાણું નહિ તમે કયા લોકમાં શ્વસો છો!

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == સ્વપ્નમાં ==

| <poem>

| કાલે રાતે સ્વપ્નમાં તમને જોયાં;

| શાન્ત એકાન્ત ખંડમાં

| સૂની શય્યા પર

| તમે નિરાંતે ગાઢ નિદ્રામાં સૂતાં હતાં,

| તમારી બે આંખો બંધ હતી

| તમારા અધર પર આછું સ્મિત હતું.

| તમે પણ સ્વપ્ન જોતાં હતાં?

| અને સ્વપ્નમાં તમે મને જોતાં હતાં?

| શું હું પણ સ્વપ્ન જોતો હતો

| ને સ્વપ્નમાં તમને હું જોતો હતો

| એવું શું તમને લાગ્યું હતું?

| ને તે પછી જ તમારું સ્વપ્ન ભાંગ્યું હતું?

| {{સ-મ|૨૦૦૮}}

| </poem>

| == મૃત્યુ પૂર્વે મરીએ છીએ ==

| <poem>

| આપણે આ શું કરીએ છીએ?

| એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.

| જ્યાંથી આરંભ થયો હોય ત્યાં જ તે અંત,

| એ અંતથી પાછો આરંભ, આ તે શો તંત?

| કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.

| કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,

| મનુષ્યોથી ભર્યુ ભર્યુ વિશ્વ વિશાળ છે,

| તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.

| {{સ-મ|૨૦૧૧}}

| </poem>

| == આપણે બે પ્રેત ==

| <poem>

| આપણે બે પ્રેત માત્ર પરસ્પરની સ્મૃતિમાં ભમી રહ્યાં,

| અને આ સામે સદેહે જે છે તેને સદા દિનરાત દમી રહ્યાં.

| વર્ષો લગી જ્યારે મળ્યાં ત્યારે કેવું હસ્યાં, કેવું રડ્યાં, કેવું લડ્યાં,

| પરસ્પરમાં ક્યારેક એવું તો ખોવાઈ ગયાં, શોધ્યાં નહિ જડ્યાં;

| જાણે સ્થળને સીમા કે કાળને અંત ન હોય એમ રમી રહ્યાં.

| આજે હવે હોઠ વિના હસવાનું અને આંખ વિના રડવાનું,

| મળ્યાં વિના મળવાનું, ન લડવાનું, ન ખોવાઈને જડવાનું;

| આપણે બે પડછાયા, હવે ધીરે ધીરે શૂન્યતામાં શમી રહ્યાં.

| {{સ-મ|૨૦૦૯}}

| </poem>

| == વિસ્મય ==

| <poem>

| ‘તમે મને ચાહો છો, ભલેને હું તમને ન ચાહું, હું ધન્ય!

| અહો, આ કેવું મળ્યું ચિરકાલનું સૌભાગ્ય, કેવું અનન્ય!

| ‘તમને હું ચાહું છું, ભલેને તમે મને ન ચાહો, હું ધન્ય!

| અહો, આ કેવું ચિરકાલનું સાર્થક્ય, એવું ન અન્ય!’

| જે આદિમ ક્ષણે વિધાતાએ વિશ્વનું સર્જન કર્યુ હશે

| એ ક્ષણે ‘વિશ્વથી માત્ર ચહવાવું? વિશ્વને માત્ર ચાહવું?’

| એવું કોઈ વિસ્મય એમના મનમાં ક્યાંક ઠર્યુ હશે,

| એ ક્ષણથી મનુષ્યને માટે પણ એ જ વિસ્મય રહ્યું છે;

| ‘મારે શું અન્યથી માત્ર ચહવાવું, અન્યને માત્ર ચાહવું?’

| અહીં બે પ્રેમીજનોએ મુગ્ધભાવે એ જ વિસ્મય લહ્યું છે.

| {{સ-મ|૨૦૦૮}}

| </poem>

| == મિલન, વિરહ ==

| <poem>

| મિલનને માણવાનું હોય,

| એમાં સ્પર્શસુખથી પરસ્પરના પૂર્ણત્વને જાણવાનું હોય.

| સંસારની વચમાં વસીને,

| કૈં કૈં અનુભવોથી કસીને

| પરસ્પરના સુવર્ણ સમા પ્રેમના મૂલ્યને નાણવાનું હોય.

| ને વિરહને ગાવાનો હોય,

| એમાં જે સન્મુખ નથી એવા પ્રિયજનના પ્રાણને ચ્હાવાનો હોય.

| એકાંતમાં એકાકી વસીને

| સુખનાં સ્મરણોથી રસીને

| પ્રેમનાં ગાન ગાઈ એનો અમૃતરસ પોતાને પાવાનો હોય.

| સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન

| ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,

| આજે આ ક્ષણે હવે સાબરમતી;

| અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,

| ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.

| મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,

| એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;

| એમનો આ વૉડકાનો ટોસ્ટ

| મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.

| હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે

| એ શું હતી એવી હશે?

| ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે

| એ શું હતું એવું થશે?

| સેઈન્ટ પીટર્સબર્ગ

| {{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

| </poem>

| == સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન ==

| <poem>

| ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,

| આજે આ ક્ષણે હવે સાબરમતી;

| અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,

| ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.

| મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,

| એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;

| એમનો આ વૉડકાનો ટોસ્ટ

| મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.

| હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે

| એ શું હતી એવી હશે ?

| ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે

| એ શું હતું એવું થશે ?

| સેઈન્ટ પીટર્સબર્ગ

| {{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

| </poem>

| == ત્યાશીમે (ચિંતન પરીખ માટે) ==

| <poem>

| ‘શતં જીવ શરદ:’–ત્યાશીમા જન્મદિને તમે કહ્યું.

| તમારી શુભેચ્છામાંથી મેં શું ગ્રહ્યું?

| તમે આયુષ્યની અવધ જે આંકી રહ્યા

| એમાંથી સત્તર વર્ષો હવે બાકી રહ્યાં.

| આયુષ્યનું ઋતુચક્ર ત્યાશી વર્ષો કેવું ચાલ્યું?

| ક્રમે ક્રમે ફૂલ્યું-ફાલ્યું":

| શૈશવનું સ્વર્ગ– એ હેમંત,

| મૈત્રીનું માધુર્ય– એ શિશિર,

| પ્રેમનું મિલન– એ વસંત,

| વિરહનું એકાંત– એ ગ્રીષ્મ,

| કવિતાનું પુનશ્ચ– એ વર્ષા,

| આ પાંચે ઋતુના અંતરાલે

| પ્રથમથી જ હતી શરદ,

| લપાતી, છુપાતી, પ્રચ્છન્ન, ગોપન,

| એ આજે હવે પ્રગટ થાય,

| હવેથી મારું મન-હૃદયનું આકાશ

| નિરભ્ર, નિર્લેપ, શુભ્ર, શાન્ત–એ શરદ.

| {{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

| </poem>

| == ચોરાશીમે (શૈલેશ પારેખ માટે) ==

| <poem>

| ઉમાશંકર હતા ત્યારે એમણે વારેવારે

| મને પૂછ્યું હતું, ‘કંઈ લખ્યું છે? લખાશે? તો ક્યારે?"’

| ‘ના’ એટલું જ માત્ર મેં એમને કહ્યું હતું,

| ત્રીસેક વર્ષ અમે એ ‘ના’નું દુ:ખ સહ્યું હતું.

| આજે તેઓ હોત... એમને મેં હોંસેહોંસે કહ્યું હોત,

| ‘જુઓ, લખાયું છે; લ્યો આ રહ્યું!’ એમણે કેટલા સુખથી એ ગ્રહ્યું હોત!

| તે પછી સાતેક વર્ષ પૂર્વે જન્મદિને શુભેચ્છામાં

| તમે પણ મને પૂછ્યું હતું, ‘શાને આ પ્રલંબ મૌન ધરી રહ્યા?

| એવી કઈ મહેચ્છામાં

| કોઈ ઉચ્ચતર સ્તરની કે કોઈ ઉત્તમની ઉપાસના,

| કોઈ અભૂતપૂર્વની આરાધના

| આમ વર્ષો લગી કરી રહ્યા?

| હવે તમારી એ ઉપાસના–આરાધના પરિપૂર્ણ થજો!

| હવે ફરી એકવાર પૂર્વવત્ કાવ્ય-ગાન હજો!

| અમારું આ સ્વપ્ન, એને સાકાર શું નહિ કરો?

| હવે વધુ મૌન શાને ધરો?’

| આજે તમારી એ શુભેચ્છા હું સ્મરી રહ્યો

| તમારું એ સ્વપ્ન આજે હવે સાકાર હું કરી રહ્યો,

| વચ્ચેનાં વર્ષોમાં મારું એ પ્રલંબ મૌન ફળી રહ્યું,

| મારું હૃદય હવે કવિતાની પ્રતિ પુનશ્ચ ઢળી રહ્યું;

| એથી હવે તમારી શુભેચ્છાને પાત્ર હું મને લહી શકું,

| એથી હવે ‘વધુ મૌન નહિ ધરું,’ એમ તમને હું કહી શકું.

| મારું એ પ્રલંબ મૌન નિષ્ક્રિય ન હતું,

| પ્રત્યક્ષ ભલેને નિષ્ક્રિય હોય, પ્રચ્છન્ન સક્રિય જ હતું.

| મૌનને ક્યાંય ક્યારેય નિષ્ક્રિય માનવું

| એ ભારે મોટી ભૂલ એમ જાણવું.

| મૌનની અકળ ગતિમાં હૃદયના ભાવનું સતત ભ્રમણ

| ને મૌનની રહસ્યમય સ્થિતિમાં મનના વિહારનું સતત ચંક્રમણ.

| શબ્દ મૌનમાંથી જ ઉદ્ગમે

| ને અંતે મૌનમાં શમે.

| કોઈ કોઈ મૌન ઘણું બધુ કહી જાય,

| ક્યારેક તો શબ્દથીય ઘણું વધુ કહી જાય.

| આવું મારું મૌન હવે સદા શબ્દમહીં ભળી જશે,

| આયુષ્યના અંત લગી કાવ્યરૂપે ફળી જશે.

| મૃત્યુ પણ હવે મને મૂંગો નહિ કરી શકે,

| એથી મારું કાવ્ય હવે મૃત્યુનેય હરી શકે.

| {{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

| </poem>

| == પંચાશીમે ==

| <poem>

| હજુ પંદર વર્ષો બાકી છે,

| ભલેને હોય! મારી જિજીવિષા યે ક્યાં થાકી છે?

| જો કર્મ કરવું આપણા હાથમાં હોય,

| જો નિયતિ એમાં આપણા સાથમાં હોય;

| તો દૃષ્ટિ ‘શતં શરદ’ના લક્ષ્ય પર તાકી છે.

| કર્મ વિશે નિયતિ તો મૌન જ રહેશે,

| જો કહેશે તો માત્ર એટલું જ કહેશે":

| ‘મેં કર્મમાં જ કર્મના રહસ્યની રેખા આંકી છે.’

| એ કર્મ શું મોહથી થશે? જ્વરથી થશે?

| કે પછી એમાં પ્રજ્ઞા જેવું કંઈક હશે?

| સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે.

| એ પાત્રમાં નથી નથી કંઈ પ્રેય નર્યુ,

| એ પાત્રમાં તો છે શ્રેય પણ ભર્યુંભર્યું;

| એ પાત્રને ખોલો, હે સૂર્ય! હવે ક્ષણ પાકી છે.

| {{સ-મ|૧૮ મે, ૨૦૦૮}}

| </poem>

| == છ્યાશીમે ==

| <poem>

| તમારા કિરણોનું તેજ, હે પૂષન્! મારા જીવનમાં ભળી રહ્યું,

| દિનપ્રતિદિન મારાં સૌ કર્મોમાં અદૃશ્યરૂપે એ ફળી રહ્યું.

| એથી સ્તો મૈત્રીમાં

| જગતને નિકટથી જાણી શક્યો,

| ને પ્રેમમાં

| ક્ષણેકમાં જાતને પ્રમાણી શક્યો,

| વળી કવિતામાં

| એ બન્નેને એકસાથે માણી શક્યો.

| હવે તમારા સહસ્ર કિરણોને હરી લેજો!

| તમારું સમગ્ર સ્વરૂપ મારી સમક્ષ ધરી દેજો!

| જેથી જે તમારામાં છે

| તે જ મારામાં છે

| એવા સોઢ્ઢહમ્ના સ:ને હું જોઈ શકું

| ને એ સ:માં મારા અહમ્ને હું ખોઈ શકું.

| {{સ-મ|૧૮ મે, ૨૦૧૨}}

| </poem>

| == કવિ! તમે ક્યાં છો? ==

| <poem>

| કવિ! તમે ક્યાં છો?

| ના, તમે જોડાસાંકોમાં નથી,

| નથી તમે સદર સ્ટ્રીટમાં,

| કે નથી તમે શાંતિનિકેતનમાં,

| ના, તમે પતિસરમાં નથી,

| નથી તમે શાજાદપુરમાં,

| કે નથી તમે શિલાઈદહમાં ય.

| તો ક્હો કવિ! તમે ક્યાં છો?

| જ્યાં પ્રભાતના સોનેરી પ્રકાશમાં

| શિશુઓ ફૂલની જેમ ખૂલતા-ખીલતા હોય,

| જ્યાં કૈંક ચારુલતાઓનાં છાનાં આંસુથી

| એમની સાડીનો પાલવ ભીંજાતો હોય,

| જ્યાં મનુષ્ય ભયશૂન્ય ચિત્તે

| ઉચ્ચ શિરે વિચરતા—વિહરતા હોય,

| ‘સબાર પિછે, સબાર નીચે

| સબહારાદેર માઝે’ જ્યાં પરમેશ્વર ધૂળમાં વસતા હોય,

| ને ખેડૂતો ‘જેથાય માટિ ભેંગે કરે છે ચાષા-ચાષ’,

| મજૂરો ‘પાથર ભેંગે કાટછે જેથાય પથ’,

| ને જ્યાં ‘સામ્રાજ્યેર ભગ્નશેષ પરે

| ઓરા કાજ કરે’,

| જ્યાં આકાશ આષાઢના મેઘથી છવાયું હોય,

| જ્યાં પદ્મા શાન્ત ગભીર ગતિથી વહેતી હોય,

| જ્યાં વાયુ ખુલ્લાં ખેતરો વચ્ચે લહેરાતો હોય,

| જ્યાં વર્ષાની સહસ્ર ધારથી ધરાની માટી મ્હોરતી હોય,

| જ્યાં વસંત પણ રુદન કરતી હોય,

| જ્યાં શાન્ત મૂગાં વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતાં હોય,

| જ્યાં બલાકાની પાંખની ‘હેથા નય અન્ય કોથા’

| વ્યાકુલ વાણીની સાથે સમગ્ર વિશ્વ ઊડતું હોય,

| કવિ! કહો, તમે ત્યાં ત્યાં નથી?

| હા, કવિ! તમે ત્યાં ત્યાં છો.

| હવે નહિ પૂછું, ‘કવિ! તમે ક્યાં છો?’

| શાન્તિનિકેતન

| {{સ-મ|૩ માર્ચ, ૨૦૦૬}}

| </poem>