૮૬મે/આપણે બે પ્રેત

From Ekatra Wiki
Revision as of 00:17, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આપણે બે પ્રેત

આપણે બે પ્રેત માત્ર પરસ્પરની સ્મૃતિમાં ભમી રહ્યાં,
અને આ સામે સદેહે જે છે તેને સદા દિનરાત દમી રહ્યાં.

વર્ષો લગી જ્યારે મળ્યાં ત્યારે કેવું હસ્યાં, કેવું રડ્યાં, કેવું લડ્યાં,
પરસ્પરમાં ક્યારેક એવું તો ખોવાઈ ગયાં, શોધ્યાં નહિ જડ્યાં;
જાણે સ્થળને સીમા કે કાળને અંત ન હોય એમ રમી રહ્યાં.

આજે હવે હોઠ વિના હસવાનું અને આંખ વિના રડવાનું,
મળ્યાં વિના મળવાનું, ન લડવાનું, ન ખોવાઈને જડવાનું;
આપણે બે પડછાયા, હવે ધીરે ધીરે શૂન્યતામાં શમી રહ્યાં.

૨૦૦૯