૮૬મે/છ્યાશીમે

From Ekatra Wiki
Revision as of 00:22, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છ્યાશીમે


તમારા કિરણોનું તેજ, હે પૂષન્! મારા જીવનમાં ભળી રહ્યું,
દિનપ્રતિદિન મારાં સૌ કર્મોમાં અદૃશ્યરૂપે એ ફળી રહ્યું.

એથી સ્તો મૈત્રીમાં
જગતને નિકટથી જાણી શક્યો,
ને પ્રેમમાં
ક્ષણેકમાં જાતને પ્રમાણી શક્યો,
વળી કવિતામાં
એ બન્નેને એકસાથે માણી શક્યો.

હવે તમારા સહસ્ર કિરણોને હરી લેજો!
તમારું સમગ્ર સ્વરૂપ મારી સમક્ષ ધરી દેજો!
જેથી જે તમારામાં છે
તે જ મારામાં છે
એવા સોઢ્ઢહમ્ના સ:ને હું જોઈ શકું
ને એ સ:માં મારા અહમ્ને હું ખોઈ શકું.

૧૮ મે, ૨૦૧૨