૮૬મે/સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન

From Ekatra Wiki
Revision as of 00:19, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન'''</big></big></center> <poem> ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી, આજે આ ક્ષણે હવે સાબરમતી; અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું, ત્યાં થોડીક વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન


ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,
આજે આ ક્ષણે હવે સાબરમતી;
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.
મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;
એમનો આ વૉડકાનો ટોસ્ટ
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.
હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે
એ શું હતી એવી હશે ?
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે
એ શું હતું એવું થશે ?
સેઈન્ટ પીટર્સબર્ગ

૧૮ મે, ૨૦૦૮