કોડિયાં/વૃષભનું ગીત

From Ekatra Wiki
Revision as of 12:04, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૃષભનું ગીત|}} <poem> અમે વગડાને વાટ વસનારા રે, {{Space}} અમે વગડાને વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વૃષભનું ગીતઅમે વગડાને વાટ વસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા;
અમે ફૂલડાંની સાથ હસનારા રે,
          અમે ફૂલડાંની સાથ હસનારા... અમે0

ઊંચ-નીચ-ભાવના ભેદ ભરેલા,
          છાંડ્યા સમાજ-વસવાટા;
અમે હૈયાનાં હેત કસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા... અમે0

ટેકરે, તળાવડે, વ્યોમ હરિહૈયે,
          સમદરમાં સાથ ધસનારા;
અમે એકતામાં શ્વસનારા રે
          અમે વગડાને વાટ વસનારા... અમે0

આંબાની ડાળ પર બોલે કોયલડી,
          ઉરમાં બજે એકતારા;
તમે હીન કહી કોણ હસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા... અમે0