કોડિયાં/માલ્ટા ટાપુ

From Ekatra Wiki
Revision as of 10:47, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માલ્ટા ટાપુ|}} <Poem> તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને તને જકડવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માલ્ટા ટાપુ

તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને
તને જકડવા રચેલ સહુ પાશવી વેશ; ને
વહેલ નદીઓ રુધિર તણી, દંગ થાતાં ખડાં
ધડો, વિકલ મસ્તકો શરીરનાં; — તને નાથવા!

સુવર્ણ-ઇતિહાસના ઊગમથી તને લક્ષ લૈ
સહસ્ર-શઢ કાફલા ઊતરતા, વળી ભાગતા;
કદીક તુરકો, કદી જરમનો અને ફ્રેન્ચ કૈં!
અને સકળ પાછળે બ્રિટનનાંય થાણાં થતાં!

ભૂમધ્ય જલસાગરે શરીર આપીને આ રૂડું
લખેલ વિધિએ કપાળ તવ ભાગ્ય ઊંધું — કૂડું!
સહુ જલધિબાલરાષ્ટ્ર તણી કૂંચી તું! — હાથમાં
લઈ જગત લૂંટવા, ડળક ડોળ સૌ રાષ્ટ્રના!

રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું!
હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું!