કોડિયાં/હેનને

From Ekatra Wiki
Revision as of 12:29, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બ્હેનને|}} <poem> બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યો ને ભેગાં થયાં, બ્હેન!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બ્હેનને




બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યો ને ભેગાં થયાં,
બ્હેન! બેઉ અંતર, અંતરમાં મળ ગયાં;
બ્હેન! ઉરગુંજન બેઉને ગમી ગયાં,
બ્હેન! બેઉ આંખડીમાં આપણે રમી ગયાં.

બ્હેન! કોઈ અંધાર ઊગ્યા ને ફરી વળ્યા,
બ્હેન! ઉર તૂટી પડ્યાં ને જુદાં થયાં;
બ્હેન! બેઉ આંખડીને મીચ્યાં વર્ષો થયાં,
બ્હેન! દૂર ભાગી ગયાં ન ફરી મળ્યાં.

બ્હેન! માર્ગ જુદા લીધા ને ઊડી ગયાં,
બ્હેન! બેઉ જીવ્યાં તે સોણલાં રહી ગયાં;
બ્હેન! ગોળ જગતે આ જુદાં ફરી વળ્યાં,
બ્હેન! હતાં ત્યાં ને ત્યાં આવી ફરી મળ્યાં.

બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યા ને વધી ગયા,
બ્હેન! ભિન્ન માર્ગો હતા તે ભેગા થયા;
બ્હેન! હું ને તું એકમાં મળી ગયાં,
બ્હેન! કોઈ દિવ્યતામાં આપણે ગળી ગયાં.

બ્હેન! માર્ગોની ભિન્નતા હતી ઘણી!
બ્હેન! નીકળ્યા’તા એક શોધવા મણિ!

16-7-’28