ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/સૌભાગ્યવતી!!: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સૌભાગ્યવતી!!'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે. પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહીં થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જુવાની રહે? કશી ટાપટીપથી નહીં, સ્વાભાવિક રીતે જ.

Line 6: Line 8:
કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતો તે પણ હશે. માણસને ઘણી વાર પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળાં માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બન્ને શાન્ત સ્વભાવનાં, અને આ વિનોદરાય! અદમ્ય પ્રેમવાળા! એક વાર મળવા આવ્યા હતા. અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો. ત્યારે ડૉક્ટર કહે, ‘વિનુભાઈ, રાતમાં એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું?’ ત્યારે કહે – મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો – કહે: ‘મારો ઊંટવાળો એક દુહો ઘણી વાર ગાય છે:

પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અસવાર;
<center>'''પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અસવાર;'''</center>
કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર!
<center>'''કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર!'''</center>

તે હું છતે ઘોડે દૂર પડી રહું તો નાદાર ગણાઉં ના? દસ ગાઉમાં હોઉં તો નક્કી જાણવું કે રાત અહીં જ ગાળવાનો!’ અને એ આવેશ એમના જીવનમાં સાચો હતો. એક વાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં લાંબું રહેવાના હોય ને મલ્લિકા એકલાં હોય ત્યારે ઘણી વાર એમને ઘેર હું બેસવા જતી. એક વાર અમે બન્ને વાતો કરતાં હતાં ત્યાં ધબ ધબ કરતા વિનોદરાય દાદર ચડ્યા અને ઑફિસેય ગયા વિના, પરભાર્યા ઘરમાં જ.

<center>'''કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર!</center>'''

ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા. મલ્લિકાનું મોં પડી ગયું, અને સારું થયું તેમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ! પછી પોતે મોં ધોવા ચાલ્યા ગયા. હું પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી.

Line 135: Line 137:
મને મનમાં થયું: ‘સૌભાગ્યવતી!!’
મને મનમાં થયું: ‘સૌભાગ્યવતી!!’

{{Right|''વિ. સં. ૧૯૯૪ [દ્વિરેફની વાતો: ૩]''}}
{{Right|વિ. સં. ૧૯૯૪ [દ્વિરેફની વાતો: ૩]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits