અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર બારોટ/ગીત (શેઢે બેઠો છે...)

From Ekatra Wiki
Revision as of 12:35, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગીત (શેઢે બેઠો છે...)

કિશોર બારોટ

શેઢે બેઠો છે કિરતાર,
મારી સાથે મહેનત કરતો, જાણે ભાગીદાર.
શેઢે બેઠો છે કિરતાર.

હું ખેતર ખેડું, તે માથે મેઘ થઈને વરસે.
મેં વાવેલા દાણે દાણે હેત હૂંફાળું સ્પર્શે,
ક્યારે ક્યારે લીલપ થઈ છલકાતો પારાવાર.
શેઢે બેઠો છે કિરતાર.

નીંદામણ હું કરી, ચાડિયો થઈ, રખોપું કરતો,
ડૂંડે સાચાં મોચીનું તે ભરત રૂપાળું ભરતો.
છૂપો રહીને તે ચીવટથી કરતો કારોબાર.
શેઢે બેઠો છે કિરતાર.

મારી મહેનત થઈ ફોતરાં પવન મહીં ફેંકાતી.
અને ખળામાં તેની વ્હાલપ ઢગલો થઈ ઠલવાતી.
ભાગ ન માગે ને યશ આપે આ કેવો વહેવાર?
શેઢે બેઠો છે કિરતાર.
નવનીત સમર્પણ, મે