અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/હું તો અધરાતે ઊઠી...!

Revision as of 12:08, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું તો અધરાતે ઊઠી...!|દલપત પઢિયાર}} <poem> આવી ઊભી સરોવરિયા પાળ, :::...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું તો અધરાતે ઊઠી...!

દલપત પઢિયાર

આવી ઊભી સરોવરિયા પાળ,
સાયબા, હું તો અધરાતે ઊઠી!
તારે હાથે ઓરડિયા ઉઘાડ
સાયબા, હું તો અધરાતે ઊઠી!

અડધી અટકું, અડધી ઊપડું અણધારી!
મેં તો ડુંગરા દીઠા ના દીઠા ઢાળ,
સાયબા, હું તો ઘર વિશે રૂઠી!

ઓઢું શું પહેલું, અવર શું હું વ્હોરું?
મેં તો ઝાલી કદંબ કેરી ડાળ,
સાયબા, હું તો જગ વિશે જૂઠી!

મનમાં મૂંઝારા મારા તનમાં તપારા
હું તો જળને તોડું કે તોડું જાળ
સાયબા, હું તો બાંધેલી મૂઠી!

કોણ તારા કિલ્લા ને કોણ તારી નગરી?
તારી ખડકીનાં કિયાં રે કમાડ,
સાયબા, હું તો બધી વાતે બૂઠી!
અડધું લખું ને ઝળહળ આખું ઉકેલું

મારે અક્ષર અક્ષર દીપકમાળ
સાયબા, તારી પહેરી અંગૂઠી!
ગુજરાત, દીપોત્સવી