અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ફરવા આવ્યો છું

Revision as of 06:31, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હું તો બસ ફરવા આવ્યો છું! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
— રે ચહું ન પાછો ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

(છંદોલય, પૃ. ૨૬૮)