અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/ડૂમો બસ આપણે

From Ekatra Wiki
Revision as of 13:08, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ડૂમો બસ આપણે

સુધીર પટેલ

જિન્દગીભરનો ડૂમો બસ આપણે
વેદનાનો તરજૂમો બસ આપણે

જ્યાં કદી ફળ પક્વ થઈ શકતું નથી
એ જ ડાળીની લૂમો બસ આપણે!

કોણ કોને સાંભળે શા કારણે?
ભીડમાં ભટકી બૂમો બસ આપણે!

કોઈ અવસર ક્યાં કદી આવ્યો ‘સુધીર’?
ખાલી ખાલી રૂમઝૂમો બસ આપણે!

(જળ પર લકીર)