ઋણાનુબંધ/મારી કવિતાના વાચકને

Revision as of 06:53, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મારી કવિતાના વાચકને

ચકમક ઘસાય
કે
દીવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઊઠે —
બરાબર એ બિંદુ પર
હું તને લઈ જવા માગું છું.
જો, મારી હથેળી
નરી શૂન્ય અત્યારે તો.
હું હાથ લંબાવું છું.
આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે.
એને વિશ્વાસ છે કે
એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી.
પછી
દુનિયા મૂંગી-બહેરી મટી જશે
ને હું
મૌનનું આકાશ પાર કરી ગઈ હોઈશ.