એકોત્તરશતી/૫૮. વિદાય

Revision as of 16:08, 29 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિદાય (વિદાય)}} {{Poem2Open}} વિદાય આપો, ભાઈ, મને ક્ષમા કરો. હું તો હવે કામને રસ્તે નથી. બધા ટોળે ટોળે આગળ જાઓ ને, જયમાળા ગળામાં લઈ લો ને, હું હવે વનચ્છાયામાં કોઈ ન જુએ એ રીતે પાછળ પડી જવા મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદાય (વિદાય)

વિદાય આપો, ભાઈ, મને ક્ષમા કરો. હું તો હવે કામને રસ્તે નથી. બધા ટોળે ટોળે આગળ જાઓ ને, જયમાળા ગળામાં લઈ લો ને, હું હવે વનચ્છાયામાં કોઈ ન જુએ એ રીતે પાછળ પડી જવા માગું છેં. ભાઈ, તમે મને હાક ન મારશો. બહુ દૂર સાથે સાથે આવ્યો, બધા હાથમાં હાથ (મિલાવીને) ચાલ્યા હતા. અહીં જ બે રસ્તાના વળાંક આગળ કોણ જાણે કયા ફૂલની ગંધના નશાથી અદ્ભુત વ્યાકુળ વેદનાને લીધે મારા હૃદયમાં કંઈનું કંઈ થઈ ગયું. હવે તો સાથે સાથે નહિ ચલાય. તમે આજે જેની પાછળ દોડી નીકળ્યા છો તે બધું મારે મન મિથ્યા બની ગયું છે—રત્નો શોધવાં, રાજ્ય ભાંગવાં ઘડવાં, મત માટે દેશ પરદેશમાં લડવું, ઊંચી ડાળવાળા સુવર્ણ ચંપાના છોડના ક્યારામાં પાણી સીંચવું. બધાની પાછળ હવે હું નથી ચાલી શકતો. આકાશમાં વ્યાપીને મન હરી લેનાર હાસ્યે આજે મારા પ્રાણમાં બંસી બજાવી. રસ્તે ચાલવામાં આળસ આવ્યું. એકાએક બધાં કામમાં બાધા આવી, એક વાત પ્રાણને તૃપ્ત કરીને ગાજે છે, “હું પ્રેમ કરું છું. હાય રે હું પ્રેમ કરું છું.” હૃદયને હરી લેનારું હાસ્ય સૌથી મોટું છે. ત્યારે તમે મને વિદાય આપો. મેં સ્વેચ્છાએ નકામા કામને ઉપાડી લીધું છે. આજે હું મેઘના માર્ગનો મુસાફર છું, હવા જેમ લઈ જાય તેમ ચાલ્યા જવાને જ રાજી છું, કૂલકિનારા વગર વહેતી હોડીનો હું ખલાસી છું, અકારણના આવેશમાં ઘૂમતો ફરું'. તમે બધા મને વિદાય આપો.

(અનુ. નગીનદાસ પારેખ)