કાફકા/2

From Ekatra Wiki
Revision as of 08:20, 22 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભમરડો|}} {{Poem2Open}} એક ફિલસૂફને એવી ટેવ કે બાળકો રમતાં હોય ત્યાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભમરડો

એક ફિલસૂફને એવી ટેવ કે બાળકો રમતાં હોય ત્યાં જઈને જોયા કરે, અને જ્યારે કોઈ છોકરાના હાથમાં ભમરડો જુએ ત્યારે તો એ ટાંપીને બેસી રહે. જેવો ભમરડો ચાક લેવા માંડે કે તરત એ ફિલસૂફ એની પાછળ દોડે અને એને પકડી લેવાનો પ્રયત્ન કરે. છોકરાઓ ઘોંઘાટ મચાવી મૂકીને એનો વિરોધ કરે અને એને એમના રમકડાથી દૂર રાખવા મથે તેથી એ જરાય વિક્ષુબ્ધ થાય નહીં. ભમરડો ચાક લેતો હોય ને એને હાથમાં લઈ શકે તો એને ભારે આનંદ થાય, પણ એ એક ક્ષણ પૂરતો જ. પછી તો ભમરડાને એ ભોંય પર ફેંકી દે અને ચાલ્યો જાય; કારણ કે એ એમ માનતો કે કશાની પણ વિગત સમજવી, દા.ત. ચાક લેતા ભમરડાની, તે બધી વસ્તુને સમજવાને માટે પૂરતું છે. આથી એ મોટી મોટી સમસ્યાઓમાં પરોવાતો નહીં. એ શક્તિ વેડફવા જેવું એને લાગતું; એક વાર નાનામાં નાની વિગતને બરાબર સમજી લઈએ કે તરત બધું જ સમજાઈ જાય. તેથી જ તો ચાક લેતા ભમરડામાં જ એણે મનને પરોવેલું; જ્યારે જ્યારે ભમરડા ફેરવવાની તૈયારી ચાલે ત્યારે એને આશા બંધાય : આ વખતે તો હું સફળ થઈશ જ. જેવો ભમરડો ફરવા માંડે ને એ એની પાછળ હાંફતો દોડે કે તરત એ આશા નિશ્ચિતતામાં ફેરવાઈ જાય; પણ એ મૂરખ લાકડાના ટુકડાને એ હાથમાં લે ને એને ઉબકો આવે, ને પછી, અત્યાર સુધી નહીં સંભળાયેલી બાળકોની ચીસાચીસ એના કાનને વીંધી નાખે ને એને દૂર ભગાડી મૂકે. કોઈ અણઘડ હાથે વીંઝેલા ભમરડાની જેમ એ કાતરિયું ખાઈને દૂર જઈ પડે. એતદ્ : જૂન, 1979