કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૦.એક દિવસ તો આવ પ્રભાત!

From Ekatra Wiki
Revision as of 08:45, 24 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦.એક દિવસ તો આવ પ્રભાત!

પ્રહ્લાદ પારેખ

એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !

જુગ જુગથી આવે જગ-આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ.
– એક દિવસ૦

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ.
– એક દિવસ૦

અંધકારનું લોહ છે પડિયું;
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ.
– એક દિવસ૦

અણખીલી મુજ કમળકળી આ, પડી રાતને હાથ;
આવ, આવ તું, ખિલાવ એને : દેને પૂરણ ઘાટ !
– એક દિવસ૦
(બારી બહાર, પૃ. ૭૩)