કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૬. ટેકો રે મળે તો

Revision as of 11:16, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. ટેકો રે મળે તો| ચંદ્રકાન્ત શેઠ}} <poem> ટેકો રે મળે તો ટકીએ આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૬. ટેકો રે મળે તો

ચંદ્રકાન્ત શેઠ

ટેકો રે મળે તો ટકીએ આપણે,
ટેકો મળશે કોનો રે ટટાર?
એકલા ઊભીને તૂટીએ આપણે,
આપણી ચારે પાસ ધરાર
પડછાયાના ટેકા પ્હોળા જાણીએ. – ટેકો રેo

હાથ રે મળે તો ઝાલીએ આપણે,
હાથ રે કોણ દેવાને તૈયાર?
હાથ તો લંબાવી ભોંઠા આપણે,
આપણા સીમાડે આવકાર
હાથલા થોરોનો મનભર માણીએ. – ટેકો રેo

તેડું રે મળે તો જઈએ આપણે,
કોણ તેડે જાણીને બુખાર?
આપણા પાણીએ બળીએ આપણે,
આપણો ક્યાંથી હોય ઉગાર?
ઝાંઝવે વલોણાં જુઠ્ઠાં તાણીએ. – ટેકો રેo

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૪)