કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૧. ક્યાંક નજરમાં નામ અને અહીં...

From Ekatra Wiki
Revision as of 11:48, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ક્યાંક નજરમાં નામ અને અહીં...| ચંદ્રકાન્ત શેઠ}} <poem> દરિયો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૧. ક્યાંક નજરમાં નામ અને અહીં...

ચંદ્રકાન્ત શેઠ


દરિયો ઊછળે દૂર
અને હું ભીતર ભીની ભીની;
વાદળ વરસે દૂર
મને અહીં ફરફર લાગે ઝીણી! –
દૂર ઊઘડે ફૂલ
અને અહીં મઘમઘ માટી સારી;
પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી! –
ક્યાંક ઊગતી બીજ
અને અહીં ચાંદો ચઢતો હેલે!
ક્યાંક નજરમાં નામ
અને અહીં મનમાં મનખો ખેલે! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૫)