કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૮. એકલ

From Ekatra Wiki
Revision as of 07:16, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૮. એકલ

પ્રિયકાન્ત મણિયાર

નદીતીરે એકલ ગેહ
છાનું
નાનું જ નાનું
બસ આંસુ જેટલું.
જંપી ગયું ગામ — શું કોડિયું
બૂઝ્યું.
નદીતીરે એકલ ગેહ
વૃદ્ધ
રહી સૂતી એકલ નારી જાગતી
ને બિલ્લીબચ્ચું
ત્યાં દ્વાર પાસે રડતું
પ્રવેશવા.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)