કોડિયાં/ઝંડાનું ગીત

From Ekatra Wiki
Revision as of 12:13, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝંડાનું ગીત|}} <poem> ત્રીશ કોટી શિશ પ્રણમે તને {{Space}} ભારતની ઓ ધર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝંડાનું ગીત


ત્રીશ કોટી શિશ પ્રણમે તને
          ભારતની ઓ ધર્મ-ધજા!
નવલખ તારા આશિષ ઝમે
          ભારતની ઓ કર્મ-ધજા!
વ્યોમ તણી ફરકંત પતાકા,
          હિમડુંગરનો દંડ;
સંસ્કૃતિના જગ-ચોક મહીં
          ધ્વજ ફરકંતો પડછંદ.
જે ઝંડાને ગાંધીજીએ
          સ્ફટિક હૃદયથી ધવલ કીધો,
જે ઝંડાને ભગત, જતીને
          રુધિર-રંગ રંગી દીધો!
લીલા શાંતિ તણા નેજા!
ભારતની ઓ ધર્મ-ધજા!