કોડિયાં/દાંડીને

From Ekatra Wiki
Revision as of 12:31, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાંડીને|}} <poem> નથી તવ તટે મહા ઘૂઘવતા સમુદ્રો પડ્યા, નથી તવ તટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દાંડીને


નથી તવ તટે મહા ઘૂઘવતા સમુદ્રો પડ્યા,
નથી તવ તટે કદીય જગ-જ્હાજ તો લાંગર્યાં;
અપાર નવ એ ઊંડાણ જગના મહાસિન્ધુ શાં;
કવું ક્યમ સ્તુતિ કહે હું તવ? — તું સમુદ્રેય ના.

નથી અમર આંસુડે ઝળકતી દીવાદાંડીએ;
તૂટેલ પથરા પડ્યા, રખડતા — રડે પાદરે.
ભર્યાં કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે,
સુવર્ણ-ધૂળની શી! ધન્ય પગલે — અડી પારસે.

તપ્યાં તપ અગમ્ય કોઈ વીરલે, ફળે — પાંગરે,
સમુદ્ર થકી એ અપાર નર નાવડાં લાંગરે;
કણે-વિચિગણે વસે અમરતા-લસે ધન્યતા;
સુવર્ણ ઇતિહાસનાં પ્રથમ ગાન તારા તીરે!

આળોટે જ્યાં રુદન કરતા દાંડી પાષાણખંડ!
ત્યાં રોપાયો અમર સ્મૃતિ શો રાષ્ટ્રનો માનદંડ!
28-4-’30