કોડિયાં/વલભીપુર

From Ekatra Wiki
Revision as of 12:24, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વલભીપુર|}} <poem> ધૂળ ધૂળ ઢગલા ખડકાયા, પ્રલયપૂરના વાયુ વાયા; ધો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વલભીપુર


ધૂળ ધૂળ ઢગલા ખડકાયા,
પ્રલયપૂરના વાયુ વાયા;
ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
          તુજ પર વલભીપુર!
તારાઓએ આંસુ પાયાં,
પીલુડીએ ઢોળ્યા છાંયા;
કરુણ સ્વર પંખીએ ગાયા,
          તુજ પર વલભીપુર!
વ્યોમ રડીને મુશળધાર,
ખોદી તુજને કાઢે બા’ર;
ક્યાં તારો જૂનો વિસ્તાર,
કાં આજે આવો સૂનકાર?
          આંસુ ઓ વલભી-ખંડેર!
          કાળ તણો કાં આવો કેર?
10-4-’28