ગુજરાતી ગઝલસંપદા/ કાયમઅલી હઝારી

From Ekatra Wiki
Revision as of 11:35, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કાયમઅલી હઝારી |}} <poem> ઉત્સવ આંસુ, સપનાં ડૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન! આદમિયતનો છે તરજુમો; આદમ ઈવનું પહેલું ચુંબન!<br> નભ થલ વાયુ જલ અગ્નિના; પંચ પ્રસવના નાદ પછીની - ઈશ્વરિયતની અંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાયમઅલી હઝારી

ઉત્સવ આંસુ, સપનાં ડૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!
આદમિયતનો છે તરજુમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

નભ થલ વાયુ જલ અગ્નિના; પંચ પ્રસવના નાદ પછીની -
ઈશ્વરિયતની અંતિમ બૂમો, આદમ ઈવનું પહેલું ચુંબન!

એક ઈશિતા ફૂંક પછીની જિજ્ઞાસા ને ઈપ્સાઓનો,
પહેલો અગ્નિ, પહેલો ધૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

કંઈક અલૌકિક અવતારો ને કંઈક પરમ પદ બુદ્ધ-ફકીરો,
માટીમાંથી મોતી લૂમો! આદમ ઈવનું પહેલું ચુંબન!

નિજ દર્પણમાં ઝાંકી જોજો બિંબો સરખાં મળશે કાયમ,
તારુમારું ને સૌનું મોં, આદમ ઈવનું પહેલું ચુંબન!