ગુજરાતી ગઝલસંપદા/ કુતુબ ‘આઝાદ’

From Ekatra Wiki
Revision as of 10:51, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કુતુબ ‘આઝાદ’ |}} <center> '''1''' </center> <poem> હકથી વધારે લેશ અમારે ન જોઈએ; હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.<br> મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ, તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.<br> હૈયામાં એનો પડઘો પડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કુતુબ ‘આઝાદ’
1

હકથી વધારે લેશ અમારે ન જોઈએ;
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

2

નશીલી છે નજર તો પણ નજર એ કેટલા વરસો,
છે પોલાદી જિગર તો પણ જિગર એ કેટલા વરસો.

અમારું ઘર ગણી જે ઘર મહીં વસવાટ કીધો છે,
નહિ ખંડેર જેવું થાય ઘર એ કેટલા વરસો.

જીવનની પાત્રતાનો મિત્ર! તે શો અર્થ કર્યો છે,
સફર લાંબી કે ટૂંકી પણ સફર એ કેટલા વરસો.

રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના,
રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો.

મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું,
ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો.

કબર ‘આઝાદ’ આરસથી કે સોનાથી મઢાવો પણ,
ટકી રહેશે આ દુનિયામાં કબર એ કેટલા વરસો.