ગુજરાતી ગઝલસંપદા/ નિર્મિશ ઠાકર

From Ekatra Wiki
Revision as of 14:22, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નિર્મિશ ઠાકર |}} <poem> વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો! આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો!<br> ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી, ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિર્મિશ ઠાકર

વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો!
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો!

ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો!

ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો!

મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો!

ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની!
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો!