ગુજરાતી ગઝલસંપદા/ પાર‌ુલ મહેતા

From Ekatra Wiki
Revision as of 14:24, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પાર‌ુલ મહેતા |}} <poem> શૂળીનો ઘા એ સોય વડે ટાળે છે, આ માણસ ખતરનાક લાગે છે; આંખોમાં રેશમી ઈરાદા પાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.<br> પોતાના શહેરમાં, પોતાના લોકો સાથે, અજાણ્યો થઈને, ગલી-ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાર‌ુલ મહેતા

શૂળીનો ઘા એ સોય વડે ટાળે છે, આ માણસ ખતરનાક લાગે છે;
આંખોમાં રેશમી ઈરાદા પાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.

પોતાના શહેરમાં, પોતાના લોકો સાથે, અજાણ્યો થઈને,
ગલી-નાકે કલ્લાકો એ ગાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.

ધીરેધીરે, છાનેછાને, રાત આખી હાંફતી ફૂટપાથો પર,
સીઝતા શ્વાસોને જરી પંપાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.

તાકીને તમારી જ તરફ રાખીને બંદૂક તમારા ખભા ઉપર,
કેટલી લાશોને આમ ઢાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.

શણગારે છે પ્રથમ તો માણસને રિવાજોથી, સમાજોથી,
ત્યાર પછી આખોઆખો જ એને બાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.