ગુજરાતી ગઝલસંપદા/ ભાવિન ગોપાણી

From Ekatra Wiki
Revision as of 15:14, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ભાવિન ગોપાણી |}} <poem> તમે મન ભરીને પલળવાનું ધારો, ને વરસાદ ના પણ પડે એકધારો.<br> હું મારા જ ઘરમાં રહેતો નથી તો, કહું આપને શી રીતે કે પધારો?<br> નગરના રહીશો છે ઘટનાના શોખીન? લે છાપું સવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાવિન ગોપાણી

તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.

હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?

નગરના રહીશો છે ઘટનાના શોખીન?
લે છાપું સવારે બપોરે વધારો.

હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એને મારા જ ખાતે ઉધારો.

મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.

અમારું કરેલું બધું જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો.

ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.