ગુજરાતી ગઝલસંપદા/ રમણીક સોમેશ્વર

From Ekatra Wiki
Revision as of 14:36, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રમણીક સોમેશ્વર |}} <poem> લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે કોઈ ક્યાં બત્તી કરે છે?<br> આંખમાં તારા વિચારો તરવરે છે કોણ ‘લ્યા ચૂંટી ભરે છે?<br> રક્તમાં આ કેટલાં રણ વિસ્તરે છે શું બધી બકબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રમણીક સોમેશ્વર

લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે
કોઈ ક્યાં બત્તી કરે છે?

આંખમાં તારા વિચારો તરવરે છે
કોણ ‘લ્યા ચૂંટી ભરે છે?

રક્તમાં આ કેટલાં રણ વિસ્તરે છે
શું બધી બકબક કરે છે?

દિગ્ગજો પણ કાન દઈને સાંભળે છે
કોણ રેતીમાં સરે છે?

જીર્ણ આ ખંડેરની દીવાલ પરથી
સૂર્યના કિરણો ખરે છે.