ગુજરાતી ગઝલસંપદા/ ‘અગમ’ પાલનપુરી

From Ekatra Wiki
Revision as of 14:58, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ‘અગમ’ પાલનપુરી |}} <poem> શબ્દ ભીતર પ્રાણનો સંચાર છે; હર ગઝલ મારો અગમ અવતાર છે.<br> એટલે નિત શેર શ્વસતો હોઉં છું, શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!<br> ના લખું તે હાથ છો તૂટી પડે; જ્યાં ખતા છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘અગમ’ પાલનપુરી

શબ્દ ભીતર પ્રાણનો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!