ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલ

Revision as of 08:41, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કમલ [સંભવત: ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. અમૃતકુશલના શિષ્ય. લઘુતપગચ્છની કુશલશાખાના અમૃતગણિના શિષ્ય હોવાની અને નામ કમલકુશલ હોવાની શક્યતા. એ રીતે ઈ.૧૭મી સદીના અરસામાં હયાત ગણી શકાય. તેમની ૫ કડીની કૃતિ ‘પાર્શ્વજિન-સ્તવન’ (મુ.) મળે છે. સંદર્ભ : જિસ્તકાસંદોહ:૨ (+સં.) [ચ.શે.]