ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોગેશ્વર

Revision as of 13:07, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જોગેશ્વર (ઈ.૧૭૭૫ સુધીમાં] : ‘અપરાધ-સ્તુતિ’, ‘દાણલીલાનાં સવૈયાં’, ‘ઠાકુરજીને વિનંતી’ (લે.ઈ.૧૭૭૫); કૃષ્ણચરિતનાં પદ તથા ગરબી, વિનંતી અને પદ પ્રકારની અન્ય કૃતિઓના કર્તા. આ કવિએ હિંદી ભાષામાં પણ સારી કવિતા કરી હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ડિકેટલૉગભાવિ [કી.જો.]