ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મહંસ-૨

From Ekatra Wiki
Revision as of 13:11, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધર્મહંસ-૨ [ઈ.૧૬મી સદી] : આગમગચ્છના જૈન સાધુ. વિવેકરત્નસૂરિશિષ્ય-સંયમરત્નસૂરિના શિષ્ય. સંયમરત્નસૂરિનો જન્મ ઈ.૧૫૩૯ નોંધાયો છે પણ તેમના પ્રતિમાલેખો આદિના ઉલ્લેખો ઈ.૧૫૨૪થી ઈ.૧૫૫૭ સુધીના મળે છે. ૨૬ કડીની ‘સંયમરત્નસૂરિ-સ્તુતિ ગુરુવેલિ-સઝાય’ (મુ.)માં કવિએ એમની પ્રશસ્તિ કરેલી છે. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]