ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મચંદ્ર

From Ekatra Wiki
Revision as of 11:18, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ્મચંદ્ર : આ નામે ‘ગુરુ-ગીત’ (ર.ઈ.૧૭૧૯), ૧૫ કડીની ‘નેમરાજમતી-કથા/સઝાય’, ૨૩ કડીની ‘મોહવલ્લી-ભાસ’ (મુ.), ૯ કડીની ‘વિષયવિષમતાની સઝાય’ (મુ.) મળે છે. આ કયા પદ્મચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘ગુરુ-ગીત’ના કર્તા પદ્મચંદ્ર-૩ હોઈ શકે. કૃતિ : ૧. જિનેંન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ : ૧, પ્ર. વિજયદાન સૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૨. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાહસૂચી : ૨.[કી.જો.]