ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિચંદ્ર-૧

From Ekatra Wiki
Revision as of 04:29, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુનિચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ના ક્રતા. પ્રાકૃતમાં ‘રસાઉલો’ (લે.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, શ્રાવણ વદ ૧૧, સોમવાર) કૃતિ મળે છે, જેના કર્તા પૂર્ણિમાગચ્છના જૈન સૂરિ છે. પ્રસ્તુત કૃતિના કર્તા પણ સંભવત: તે જ હોવાની શક્યતા છે. સંદર્ભ : જૈગૂકવિઓ ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]