ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મણ-૨

Revision as of 10:50, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મણ-૨ [ઈ.૧૭૦૨માં હયાત] : મલધારગચ્છના જૈન સાધુ. વાચક ભગવંતવિલાસના શિષ્ય. ‘છ આરાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, ફાગણ સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]