ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિસાગર-૧

Revision as of 11:58, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લબ્ધિસાગર-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર (અવ.ઈ.૧૫૯૭)ના શિષ્ય. વિવિધ ગચ્છો વચ્ચે થયેલા મતભેદ દરમ્યાન ખરતરગચ્છના સાધુઓ માટે ચર્ચા કરવા માટે લખેલ ગદ્યકૃતિ ‘ખરતર પ્રતિઇં પૂછવાનઈં ૪ બોલ/ખરતરહુણ્ડી ખરતરગચ્છીને પૂછવાના ૪ બોલ’ (લે.સં.૧૭મી સદીનો પૂર્વાર્ધ અનુ; મુ.)ના કર્તા. ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં શિષ્ટ ગુજરાતી ગદ્યનું સ્વરૂપ કેવું હતું તે જાણવા માટે અને કોઈ ઐતિહાસિક વિષયની શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિ કેવા પ્રકારની હતી તે જાણવા માટે આ કૃતિ ધ્યાનાર્હ છે. કૃતિ : પુરાતત્ત્વ, આસો ૧૯૮૧-‘જૂની ગુજરાતીમાં એક જૈન ઐતિહાસિક ચર્ચા’, જિનવિજ્યજી (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]